________________
આપ્તવાણી-૯
૨૭૭ અભિમાન જોવામાં આવે છે. પણ એ કેમ બની શકે ?
દાદાશ્રી : જ્યાં અભિમાન છે એ જ્ઞાન નહીં અને જ્ઞાન છે ત્યાં અભિમાન નહીં.
પ્રશ્નકર્તા : જ્ઞાન ને અભિમાન બે સાથે ના રહી શકે, એનો અર્થ એ થયો ને ?
દાદાશ્રી : જ્ઞાન ને અભિમાન બે સાથે કોઈ દહાડો ક્યારેય પણ ન રહે. કાં તો અભિમાન રહે કે જ્ઞાન ! છતાં તમે મને બે ધોલ મારો અને મને અભિમાન આવે તો એ અજ્ઞાન છે મારું અને ખુલ્લું દેખાય કે જ્ઞાની ન્હોય આ.
- હા, જ્યાં સુધી અમને “જ્ઞાન” નહોતું થયું, ત્યાં સુધી દેહાભિમાન નહોતું ગયું. ઊલટું પાશેર હતું ને, તે સવાશેર થયું હતું. જભ્યો ત્યારે પાશેર હતું, પછી જેમ મોટો થયો એમ સવાશેર થતું ગયું. પાશેર હતું તેય કૈડતું હતું તો સવાશેર શું નહીં કેવું હોય ?! હવે અભિમાન એનું નામ કે કેડ્યા કરે અને અહંકાર એનું નામ કે જે અંતરદાહ બાળ્યા કરે. અંતરદાહ એકલો જ બળતો હોય તો એ અહંકાર કહેવાય અને આ અભિમાન તો કેડ્યા કરે.
તે અમે અહંકાર નહીં પણ અભિમાનમાં આવેલા. અરે, તુંડમિજાજી હઉ થયેલા. અને વળી કેટલાક એમે ય કહેતા કે ઘેમરાજી બહુ છે. કારણ કે અમારે જ્ઞાન નહોતું થયું તો ય એ પૂર્વનો સામાન બધો એવો ઊંચો ભેગો થયેલો, એટલે મને એમ ખરું કે આપણી પાસે કંઈક છે. એટલી ખબર ખરી અને તેની જરા ઘેમરાજી રહ્યા કરે.
એટલે અહંકાર ક્યાં હોવો ઘટે, અભિમાન ક્યાં હોવું ઘટે, એ બધું ક્યાં ઘટે, એ બધું મારાં લક્ષમાં છે. હવે આજ અહંકારી પુરુષ એકંય મળે નહીં, વિકૃત તો થયેલો જ હોય, અભિમાન સુધી તો ગયેલો જ હોય.
અહંકારી પુરુષ તે તો સાહજિક કહેવાય. એ સહજ અહંકાર છે અને તે અહંકારી હોય જ નહીં ને, આ કાળમાં ! ક્યાંથી લાવે અહંકારી ? આજ તો અભિમાની હોય. અહંકાર તો શું છે ? કે “હું ચંદુભાઈ છું’ એ
૨૭૮
આપ્તવાણી-૯ જ અહંકાર છે. પણ એ તો સાહજિક વસ્તુ છે. એમાં એનો ગુનો નથી. અને અભિમાન શું ? કે આ પેલું કારખાનું અમારું, આ દવાખાનું કે અમારું, એટલે બતાડ બતાડ કરતા હોય તો આપણે સમજી જવું કે આ કોણ બોલી રહ્યું છે ? એમનું અભિમાન બોલી રહ્યું છે.
પ્રશ્નકર્તા : પણ એમાં જે તમે કીધું કે દેહાભિમાન, પાશેરનું સવાશેર થઈ ગયું. અને પછી એનું શૂન્ય કેવી રીતે થયું ?
દાદાશ્રી : ઓચિંતું જ ! મેં તો આમાં કશું નથી કર્યું. “ધીસ ઈઝ બટ નેચરલ’ થઈ ગયું. એટલે લોકોને હું કહું છું કે નકલ કરવા જેવી નથી આ. “નેચરલ’ છે, પછી એમાં તું શું કરીશ ? હવે મારી પાસે આવ, હું તને રસ્તો દેખાડીશ. મને રસ્તો જડ્યો છે. બાકી, હું જે રસ્તે ગયો છું તે રસ્તે તું કરવા જઈશ તો માર્યો જઈશ. કારણ કે મારે તો પાશેરને બદલે સવાશેર થયું, તે મારાથી સહન નહોતું થતું. એ દિવસો કેમ કાઢવા તે તો હું જ જાણું.
પ્રશ્નકર્તા : પેલું કહ્યું છે ને, ‘દેહાભિમાન હતું પાશેર, વિદ્યા ભણતાં વધ્યું શેર અને ગુરુ થયો ત્યાં મણમાં ગયો.” હવે એમાંથી શુન્ય ઉપર કેવી રીતે અવાય એ જ મહત્ત્વનું.
દાદાશ્રી : હવે આ “જ્ઞાન” પછી તમારો પુરુષાર્થ દિવસ-રાત કઈ બાજુ જઈ રહ્યો છે ? શૂન્ય તરફ જઈ રહ્યો છે. પહેલાં શું થતું હતું ? કે મણનો બે મણ થાય, તે તરફ જતું હતું. હવે શુન્ય તરફ જઈ રહ્યા છો. એને આપણે એમ કહીએ કે હવે શો ઉપાય ? તો ય તે કંઈ વળે નહીં. એટલે અત્યારે પદ્ધતિસર જ છે. શૂન્ય તરફ જઈ રહ્યો છે અને એ થવાનું જ !
સ્વરૂપ જ્ઞાત પછી.. આ “જ્ઞાન” પછી તમારે અત્યારે અહંકાર છે જ નહીં. કારણ કે અહંકાર કોને કહેવાય ? કે “હું ચંદુભાઈ છું' એવું નક્કી કરવું, એનું નામ અહંકાર ! અને તમને ‘હું ચંદુભાઈ છું’ એ જ્ઞાન ઉપર શંકા પડી. ‘હું ચંદુભાઈ નથી’ અને ‘હું તો શુદ્ધાત્મા છું', એટલે હવે તમને અહંકાર છે જ નહીં.