________________
આપ્તવાણી-૯
૨૭૫ ઉપરથી ! અહંકારનો વાંધો નથી.
અભિમાન અને અહંકારમાં ફેર શું હશે? ‘હું ચંદુભાઈ” એ અહંકાર. જ્યાં નથી ત્યાં તમે આરોપ કરો કે હું છું, એનું નામ અહંકાર. અને આ મારા બંગલા, આ મારી મોટરો એમ દેખાડે, એ અભિમાન ! ત્યારે ધોળા વાળ કેમ નથી દેખાડતા ? “જુઓ, મારા ધોળા વાળ આવ્યા, જુઓ !' પણ અત્યારે તો લોક કાળા કરી લાવે પાછા, હે ! રંગી લાવે ! એટલે અહંકાર તો અણસમજણથી થયેલો છે અને અભિમાન તો સમજણપૂર્વક. પોતે ગર્વરસ લે છે કે “જો આ જુઓ, આ મારી વાડી જુઓ, આ જુઓ, તે જુઓ.’ એટલે આપણે જાણીએ કે અભિમાન ચડ્યું છે આને.
હવે કોઈ માણસ એક પદ બોલે, પછી, આપણે ખુશ થઈ જઈએ એટલે એ બીજાં બે-ત્રણ પદ બોલે. તો એ ય અભિમાન !
આ અભિમાન એટલે તમને સમજાયું ને? કે પૌદ્ગલિક ‘વેઈટ’ને પોતાનું ‘વેઈટ’ માનવું તે. ‘હું મોટો છું’ એમ માનવું, પછી સોનાની જણસો, ઘડિયાળ, ઘરાં ને એ બધું જે પૌદ્ગલિક ‘વેઈટ’ છે એને પોતાનું ‘વેઈટ’ માનવું, તે અભિમાન ! આ બંગલાનું ‘વેઈટ’ છે એને પોતાનું જ ‘વેઈટ’ એ માને. આપણા લોક તો “આ મારા બંગલા જુઓ ને આમ જુઓ ને તેમ જુઓ, આ મારા બંગલા કેવા સરસ છે.” એવું બોલે તો કોઈ કહેશે કે અહંકાર બોલે છે. કોઈ કહે, “આ અહંકારી છે.” ના, એ અભિમાની કહેવાય. વસ્તુ તો એની પાસે છે, પણ એનું આરોપણ કરીને પોતાનો દેખાવ કરવો ગર્વ ચાખવા માટે, એ અભિમાન કહેવાય. અભિમાનમાં તો, એ રસેય બહુ મીઠો હોય. “આ મારા બંગલા.’ એમ કહે કે તરત મહીં મીઠાશ વર્તે. એટલે પછી એને ‘હેવમોર’ની પેઠ ટેવ પડી જાય.
પ્રશ્નકર્તા: તમે એકવાર કહેલું કે આખું જગત ‘હેવમોર’માં ફસાયું છે.
દાદાશ્રી: ‘હેવમોર’માં ! આ મારે ‘હેવમોરની જરૂર નથી, એટલે હું ફસાયો નથી ને ! છતાંય આઈસ્ક્રીમ આવે ત્યારે હું ખાઉં છું. લોકોનો એ ધ્યેય છે, ને મારે એ ધ્યેય વગરની વાત છે. મારો ધ્યેય જુદો છે.
લોકોને હેવમોર’ની પછી ટેવ પડી જાય છે. એનું કારણ છે કે
૨૭૬
આપ્તવાણી-૯ અજાગૃતિ છે. એ તો અહીં હિતાહિતનું ભાન નથી, એટલે એ ટેવ પડી જાય છે. ‘હેબિટ્યુએટેડ’ ક્યારે થાય ? હિતાહિતનું ભાન ના હોય ત્યારે ‘હેબિટ્યુએટેડ' થાય. અમને રોજ “હેવમોરનો આઈસ્ક્રીમ ખવડાવે તો અમને પછી બીજે દહાડે એ સાંભરે નહીં. મહિના મહિના સુધી રોજ અમને ખવડાવે ને પછી બંધ કરે તો ય અમને એ સાંભરે નહીં. આમ વખાણીએ ખરા કે ‘બહુ સરસ છે આઈસ્ક્રીમ’ એમ બધી વાતો કરું, પણ બધું સુપરફલુઅસ !' ખાઈ રહ્યા પછી સ્વાદ આપતો હોય તો તો અમે જાણીએ કે સરસ વસ્તુ. ખાઈ રહ્યા પછી, પછી આપણે ગમે તેટલું કહીએ કે “સ્વાદ પાછો કાઢો' તો ય પાછો ના આપે, નહીં ? તો પછી એવા સ્વાદને શું કરવાનું ? એટલે કેટલાંક તો સ્વાદ માટે મહીં જતા રહે છે. તો હવે છે નહીં બીજું એટલે હું એને મમળાય મમળાય કરું મોઢામાં છેલ્લો કોળિયો હોય ત્યારે શું કરું ? હા, પણ ગળામાં ઊતરી જશે પછી આવો સ્વાદ નહીં આવે.
હવે તમને અભિમાન સમજાઈ ગયું ? અને અહંકારની વાત સમજાઈ ગઈ ?
પ્રશ્નકર્તા: ને સંયમ આવે તો સંયમની સાથે અભિમાન પણ ઊભું થયા કરે ને !
દાદાશ્રી : અભિમાન હોય ત્યાં સંયમ છે જ નહીં. જ્યાં અભિમાન હોય ત્યાં સંયમ હોય નહીં. અભિમાન આંધળો હોય અને સંયમ હોય ત્યાં અભિમાન તો નહીં, પણ અહંકાર પણ ના હોવો જોઈએ.
દેહાભિમાન, શૂન્યતાને પામેલું ! અભિમાન તો અમારે કરવા જેવું હોય કે આખા બ્રહ્માંડના ઉપરી અમે કહેવાઈએ. છતાંય પણ અમને તો નાના બાળક કરતાં ય ઓછું હોય. અમને તો અહંકાર હોય જ નહીં ને ! અહંકાર હોય તો આ બધું ભેગું થાય જ નહીં ને ! આ દેહનો માલિક ના હોય તે બ્રહ્માંડનો માલિક થઈ શકે. દેહનું માલિકીપણું, મનનું માલિકીપણું ને વાણીનું માલિકીપણું ના હોય, તે બ્રહ્માંડના માલિક થાય !
પ્રશ્નકર્તા : પણ કેટલાંક લોકો કહે છે જ્ઞાની પુરુષમાં ઘણી વખત