________________
આપ્તવાણી-૯
૨૭૩
એટલે ‘ઊંચુ-નીચું’ આના ઉપરથી કહેવા માગે છે. પણ સીધી રીતે, ‘ડાયરેક્ટ’ રીતે ઊંચું-નીચું બોલતો નથી. અભિમાન એટલે પોતાને જરૂરિયાત કરતાં વસ્તુ વધારે હોય અને એ દેખાડે, એ અભિમાન. એનાં મનમાં એમ કે ‘જો હું કેટલો સુખી છું !' પેલાને હલકો પાડવા પ્રયત્ન કરે, એનું નામ અભિમાન.
એટલે અભિમાન તો આ બધું બતાડે, આ દેખાડે, તે દેખાડે. અરે, ઊંચી જાતનાં દોઢસો રૂપિયાનાં ચશ્માં લાવ્યો હોય તેય દેખાડી દે. ‘જોયાં ચશ્માં ?!' કહેશે. અલ્યા, મારે તારાં ચશ્માને શું કરવા છે બળ્યા, તે મને દેખાડ દેખાડ કરે છે ?! પણ અભિમાન પોષવા માટે કહે કહે કરે. અરે, ધોતિયાનો જોટો સાડી ત્રણસોનો લાવ્યો હોયને, તે ય દેખાડ દેખાડ કરે. દોઢસોના બૂટ લાવ્યો હોય તે ય દેખાડ દેખાડ કરે. એ અભિમાન !
અરે, એટલે સુધી, કે જો જમાઈ બહુ દેખાવડો હોય ને અને બહુ ભણેલો હોય ને, તો કહેશે, ‘મારા જમાઈ તમે જુઓ, હેંડો. મારા જમાઈ જુઓ’. અરે, તારા જમાઈમાં શું જોવાનું છે તે ? બધાંને હોય તેવા જમરાં, એમાં છે શું ? ત્યારે એ કહે, ‘ના, મારો જમાઈ જોઈ લો.’ પછી આપણે એને કહીએ કે, ‘શું દેખાવડા છે, બહુ સારા જમાઈ મળ્યા.’ ત્યારે પછી એને સંતોષ થાય. એટલે પછી આપણને જમવા હઉ તેડી જાય, હું કે ! કહેશે, ‘આજ તો અહીં જ જમવાનું. જમ્યા વગર જશો નહીં પાછું.’ એટલે જમવા હઉ તેડી જાય.
અભિમાન એટલે માનની જાહેરાત કરવી બધે, જ્યાં ને ત્યાં. એના ભાઈનું મકાન નાનું હોય તોય બતાવે કે ‘આ મારા ભાઈનું મકાન, આ મારા કાકાનું મકાન, પેલું અમારું મકાન.' મોટું હોય તેમ બતાવે, ત્યાં આગળ અભિમાન મહીં વર્તતું હોય. પોતાની વસ્તુ સામાને માન કરવા માટે દેખાડવી, એનું નામ અભિમાન. શા સારુ બતાવે છે ? માન સારુ. પાછો માનથી આગળ ચાલ્યો, એ અભિમાનમાં ય પાંસરો ના થાય. પછી કુદરત એને માર માર કરીને રાગે પાડી દે. એટલે બે-ચાર ગાડીઓ પોતાની પાસે હોય, પણ એનો અહંકાર ના કરાય. એનું અભિમાન ના કરાય. અભિમાન કરે કે જવાની તૈયારી થઈ. નમ્રતા રાખવી જોઈએ. જેમ જેમ આપણી પાસે વિશેષ સાંસારિક સાધનો હોય ને, તેમ નમ્રતા હોવી ઘટે.
આપ્તવાણી-૯
પાછા કહેશે, ‘મારે આ ચાર દીકરાઓ, આ મારો છોકરો સી.એ. છે ને મારે આમ છે.’ એ બધું અભિમાન. ‘હું ગોરો છું, હું જાડો છું’ કહે એ બધુંય અભિમાન કહેવાય. આ બધાં શામળાં છે ને પોતે ગોરો હોય તો એ ગોરાપણાનું એને અભિમાન છે. રૂપનો મદ હોય કે ના હોય ? પ્રશ્નકર્તા : હોય.
૨૭૪
દાદાશ્રી : પોતાની બૈરી બહુ રૂપાળી હોય, તો એનો પોતાને મદ હોય કે ‘મારી વાઈફ જેવી તો કોઈની વાઈફ નથી.’ એવું બને કે ના બને ? પ્રશ્નકર્તા : બને છે.
દાદાશ્રી : હવે આ રૂપ રહેવાનું નથી. આ રૂપ કદરૂપું થતાં વાર નથી લાગે એવું. ઘડીકમાં કંઈ ‘બળિયા બાપજી’ નીકળે તો શું નીકળે એનું રૂપ ? ‘બળિયા’ નીકળે તો પછી રૂપ રહ્યું ?! ગમે તેવું રૂપાળું હોય તોય ? કંઈ આપણા હાથમાં છે આ સત્તા બધી ? એટલે એનો અહંકાર ના કરાય. ‘મારા જેવો કોઈ રૂપાળો નથી’ એ અભિમાનમાં ગયું. માટે ‘હું ગોરો છું’ એવું એ બોલે છે, એ અહંકાર નથી. આ લોકો તો
અહંકારને સમજતા જ નથી. ને અભિમાની તો તરત ઓળખાય.
પ્રશ્નકર્તા : ગ્રુપ ફોટો જ્યારે પાડવાનો હોય ત્યારે અભિમાન તરત જ દેખાઈ આવે.
દાદાશ્રી : હા. અરે, પેલો ફોટોગ્રાફર જ સમજી જાય કે આ અભિમાનમાં આવ્યો છે. પણ એ ફોટોગ્રાફર અમને જોતાં તરત જ સ્વીચ દબાવી દે. એ જાણે કે આ બિલકુલ અભિમાન રહિત દેખાય છે. અને પેલો અભિમાની તો આમ ચોક્કસ થઈ જાય તે ઘડીએ. અલ્યા, ચોક્કસ શું કરવા થઈ જાય છે ?! જ્યારે અમારે સાહજિકતા હોય.
પ્રશ્નકર્તા : અભિમાન અહંકાર જેવું જ ને ?
દાદાશ્રી : ના. અહંકાર તો સારો. અહંકાર તો કાઢી નખાય. ને અભિમાન તો મહાદુઃખદાયી. કુદરતનો ધંધો શું છે ? અભિમાનને જ ઉતારવાનો ધંધો છે. અભિમાન વધે કે પડ્યો જ છે. મારે લાપોટ