________________
૨૭૧
૨૭૨
આપ્તવાણી-૯ માન કહેવાય.
પ્રશ્નકર્તા : અહંકારી અને માની, એ બે વચ્ચેનો ફેર શું ?
દાદાશ્રી : અહંકારીને અપમાનનો ભો ના લાગે. માનીને અપમાનનો ભો હોય. જે માની હોય, તેને અપમાનનો ભો લાગ્યા કરે. જ્યારે અહંકારીને અપમાનનો ભો ના લાગે. માન હોય તો અપમાન લાગે ને ! માન જ ના હોય ત્યાં ?
પ્રશ્નકર્તા : પણ જ્યારે અહંકારનું ખંડન થાય ત્યારે એને અપમાન લાગે ને ?
આપ્તવાણી-૯
પ્રશ્નકર્તા : એ પછી માનમાંથી જ અભિમાન જન્મતું હશે ને ?
દાદાશ્રી : ના. અભિમાન ક્યારે જન્મે ? મમતા હોય તો અભિમાન જન્મે.
અહંકાર જુદી દશા છે અને અભિમાન જુદી દશા છે. આ આપણા લોકોને કશું ભાન તો છે જ નહીં, ખરેખરું ભાન નથી. ઠોકાઠોક કરે ! મનમાં જે આવે તે કહે કે “આ અભિમાની માણસ છે, આ અહંકારી માણસ છે.' તે આ અહંકારી તો દરેક મનુષ્યો છે. કોઈ માણસ અહંકારી ના હોય એવું નહીં, ‘જ્ઞાની’ એકલા જ અહંકારી નહીં અને ‘જ્ઞાની'ના ફોલોઅર્સ પણ અહંકારી નહીં. બાકી, બીજા બધાય અહંકારી.
અહંકાર એટલે શું ? જે પોતે નથી, તેનો આરોપ કરવો. પોતે છે એ જાણે નહીં અને નથી તેનો આરોપ કરવો, એનું નામ અહંકાર. એ કોને કોને હોય ? એ પદ કોને કોને લાગુ થાય ? બધાને લાગુ થાય. બધા અહંકારી કહેવાય. અહંકાર એટલે વસ્તુના આધારે નહીં. એની માન્યતામાં શું વર્તે છે ? ‘જે નથી એવો.’ ‘હું “ચંદુભાઈ” નથી પણ માને છે કે “હું ચંદુભાઈ છું' એ જ અહંકાર ! એટલે ‘પોતે' જો ‘શુદ્ધાત્મા છે' તો અહંકાર નથી. અને “ચંદુભાઈ છો’ તો અહંકાર છે. પછી, આ ‘બાઈનો હું ધણી થાઉં” એ બીજો અહંકાર. આ મોટા ધણી આવ્યા ! વહુ ટૈડકાવતી હોય ને પાછો ધણી થઈને બેસે. વહુ ટૈડકાવે તો ય એને ધણી કહેવાય ?! પછી, ‘છોકરાનો હું બાપ થઉં એ ત્રીજો અહંકાર. બધા કેટલા અહંકારના પ્રકાર ? પછી એ ઘરનું અભિમાન કે એવું કશું ના રાખતા હોય તો ય લોક કહેશે કે આ અહંકાર છે એમનો.
અહંકાર, એનો કંઈ ગુનો નથી. અહંકાર એટલે તો જ્યાં પોતે નથી ત્યાં આરોપ કરે છે. એટલો જ ગુનો છે. બીજો કોઈ અહંકારનો ગુનો નથી.
હવે માન એટલે શું ? કે અહીં આગળ “ફર્સ્ટ કલાસ’ કપડાં પહેરી અને ત્રણ હજારનું ઘડિયાળ ઘાલીને, આટલી જરા બાંય ઊંચી રાખે આમ, લોકોને દેખાય એટલે. પછી કોઈ કહેશે, “કેમ છો શેઠ ?” તે આ માન દેખાય આપણને ખુલ્લું. કારણ કે ‘ઇગો વીથ રીચ મટેરિયલ્સ,’ એ માન કહેવાય. એની પાસે સામાન સારો સારો શણગારેલો પહેર્યો હોય, એ
દાદાશ્રી : ના. એ તો અહંકાર ભગ્ન કર્યો કહેવાય. પણ આ માની હોય તો જ અપમાન લાગે.
- જ્યારે અભિમાન કોને કહેવાય ? પોતાની પાસે સાધન હોય, તે લોકોને કહી બતાવે. એને અભિમાન કહેવાય. એ તો દરેક માણસ કહી બતાવે. દરેક માણસ પોતાની પાસે હોય, તે કહી બતાવ્યા વગર રહે નહીં. એટલે અભિમાન ક્યારે કહેવાય ? કે અહંકાર તો છે જ, પણ દુકાને જઈએ ત્યારે રસ્તામાં જતાં જતાં એ ભાઈ આપણને કહેશે કે, “ઊભા રહો.’ ‘ભઈ, શું છે તે ઊભા રહો ? ઉતાવળ છે ને !” ત્યારે એ કહેશે,
આ અમારું મકાન. આ ચાર બિલ્ડિંગ, આ બે અને પેલા બે અમારાં.” એ બધું અભિમાન કહેવાય. ‘ભઈ, અત્યારે મારે જવાનું છે, તું શું કરવા વાતો કરે છે ? તું તારી મેળે માથાફોડ શું કરવા કરે છે ?” પણ એ એનું અભિમાન બતાડે છે. આપણે પૂછીએ નહીં તોય દેખાડે કે કેવો સરસ છે ! એનું શું કારણ ? એને અભિમાન છે. પૂછીએ અને જવાબ આપે એ જુદું છે. અને પૂછયા વગર જવાબ આપે એ અભિમાન ! એના મનમાં ગલીપચી થયા કરે કે “ક્યારે કહી દઉં', એ અભિમાન.
પ્રશ્નકર્તા : તે અભિમાનને લીધે “આપણું વધારે ઊંચું ને પેલાનું નીચું' એમ બોલે ને ?
દાદાશ્રી : હા, અભિમાન એટલે એ “ઊંચુ ને નીચે.’ એના પુરાવા આપે છે કે “આ મારી મિલકત, પેલી મારી મિલકત, આ મારી ગાડી.”