________________
આપ્તવાણી-૯
ખબર પડે કે ‘હમ, હું કંઈક છું.’
દાદાશ્રી : ના, એ ‘હું કંઈક છું' એ જુદું છે. એવું છે ને, આ બધાં ‘હું કંઈક છું’વાળા જે છે, એ સંસારી તમને જોવા મળે. સંસારી છે, એનું તો જ્યારે ત્યારે ‘હમ’ ઊતરી જાય. આમને તો માર ખાય ને, તો ‘હમ’ ઊતરી જાય. જ્યારે પેલા લોકોને તો ‘હમ’ ઉતારનાર કોણ ? તે ‘હમ’ને પછી સોહમાં લઈ જાય.
૨૬૯
પ્રશ્નકર્તા : ‘હમ’ ઊભું થવા માટે એની પાસે કંઈક હોય ? કંઈ સામાન હોય કશો ?
દાદાશ્રી : કશો સામાન, કોઈ ચીજ ના હોય ત્યારે ‘હમ’ ઊભું થાય. કારણ કે જીવવું શા આધારે ? એટલે ‘હમ’..... ! પહેલાં વસ્તુઓના આધારે જીવતો હતો. તે હવે આ ‘હમ’ના આધારે જીવે કે ‘હમ, હમ.’ ને ખાવા-પીવાનું તો એકલો હોય તોય મળી આવે. પૂર્વની પુણ્યે તો હોય ને ? ખાવા-પીવાનું બધું મળી આવે, ને પછી ‘હમ’ તો વધતું જ જાય. ‘કૈસા હમકું, હમકું સબ કુછ મિલતા હૈ, કોઈ ચીજ મિલતી નહીં ઐસા નહીં !' અલ્યા મિલે, પણ એ ક્યાંથી મળી, એ તને શું ખબર પડે ?! પણ પછી ‘હમ’ મોટું થઈ જાય. એ કોણ કાઢી આપે ?!
પ્રશ્નકર્તા : તો ‘હમ’ કેમ કરીને જાય ?
દાદાશ્રી : ‘હમ’ તો જતું હશે વળી ? ‘હમ’ તો પોતાની મેળે ઊભું કરેલું, જતું હશે ? અહંકાર જાય, પણ ‘હમ’ ના જાય. અહંકાર એટલે જ્યાં પોતે નથી ત્યાં પોતાપણાનો આરોપ કરવો, એનું નામ અહંકાર. એ અહંકાર જાય. પોતે કરતો નથી અને ‘હું કરું છું’ કહે છે, એનું નામ જ અહંકાર. બાકી, ‘હમ’ તો એણે પોતે બચ્ચું ઊભું કરેલું, તે જતું હશે !? ‘હમ, હમ’ ચાલતું જ હોય.
પ્રશ્નકર્તા : એ ‘હમ’ નીકળી જાય ? એનો કંઈકેય ઉપાય ખરો ? દાદાશ્રી : એનો ઉપાય નથી. એ તો અધોગતિમાં જઈ અને ત્યાં માર ખા ખા કરે, ત્યાં ‘હમ’કચરાય.
‘હમ’ ક્યારે ફૂટે છે ? જ્યારે એની પાસે બધી મિલકત ખૂટે ત્યારે.
આપ્તવાણી-૯
૨૦
તે શા આધારે જીવવું ? એ ‘હમ’ કે ‘હમારા દાદા ઐસા થા ને ઐસે થે.’ ચાલ્યું ‘હમ’ પછી.
જ્યારે કંઈ કોઈ ચીજ ના હોય, ત્યારે ‘હમ’નો જન્મ થાય ! ને અહંકાર તો કઈ પરિસ્થિતિમાં ઊભું થયું, તે પરિસ્થિતિ યે હોય. હવે અહંકાર તો ક્યારે ઓછો થાય ? કો'ક બહારવટિયો રસ્તામાં કપડાં કાઢીને સારો કરીને માર માર કરે તે અહંકાર બધો ઓછો થઈ જાય.
પ્રશ્નકર્તા : એ પેલા અજ્ઞાની માટે વાત છે ?
દાદાશ્રી : એ તો અજ્ઞાનીની વાત ! જ્ઞાનમાં તો અહંકાર હોય જ નહીં ને ! અહંકારવાળાને એ અહંકાર ઘટે નહીં. અહંકાર વધે એવાં જ બધાં સાધનો મળી આવે. પણ ઘટવાનાં સાધનમાં આવાં કોઈ બહારવટિયા મળે ને સારો કરીને મારે ને, તો અહંકાર ઊતરી જાય. અગર તો દસ લાખ રૂપિયાની મિલકત હોય અને પંદર લાખની ખોટ ગઈ તો અહંકાર ઊતરી જાય !
પ્રશ્નકર્તા : પણ એ બીજા ખૂણામાં પેસેને, પાછો ?
દાદાશ્રી : ના, ઓછો થઈ જાય, વધે નહીં. અહંકાર ને મમતા એ તો સહજ પ્રાપ્ત થયેલી વસ્તુ છે, એ ઊભી કરેલી વસ્તુ હોય. અને ‘હમ’ તો ઊભી કરેલી વસ્તુ છે.
અહંકાર, માત, અભિમાત.... એક તથી !
પ્રશ્નકર્તા ઃ અહંકાર, માન ને અભિમાન, એમાં ફેર શો ?
દાદાશ્રી : અહંકારનું વિસ્તૃત સ્વરૂપ એ માન કહેવાય અને મમતા સહિતએ અભિમાન કહેવાય. કંઈ પણ કિંચિત્માત્ર મમતા એટલે, ‘આ મારી મોટર' કહેશે, એ દેખાડવાની પાછળ શું હોય છે ? અભિમાન. એનાં છોકરાં ગોરાં સરખાં હોય તો આપણને દેખાડે, ‘જુઓ, મારાં આ ચારેવ છોકરાં દેખાડું.' તે પાછું મમતા ને અભિમાન ! એટલે જ્યાં અભિમાન હોય, ત્યાં આવું બધું આપણને દેખાડ દેખાડ કર્યા કરે. અને માન એટલે અહંકારનું વિસ્તૃત સ્વરૂપ, બહુવચન થયેલું.