________________
આપ્તવાણી-૯
૨૬૭ તો પેલો અહંકાર દેખાય પછી. અહંકાર તો ઓગળે. પણ આ દેહ પ્રમાણે સાનુરૂપ હોય, એ જુદું નથી હોતું.
પ્રશ્નકર્તા : સાનુરૂપ એટલે ?
દાદાશ્રી : નાક ટૂંકું તો અહંકાર ટૂંકો. નાક લાંબુ તો અહંકાર લાંબો. એટલે આ શરીરનું હોય ને, એ અહંકારનું પણ એવું જ હોય.
‘હમ' તડે મોક્ષે જતાં ! પ્રશ્નકર્તા : આ ‘ઇગો’ અને ‘અહંકાર’ વચ્ચે શું ભેદ ? દાદાશ્રી : એ એક જ વસ્તુ છે. પ્રશ્નકર્તા : આ, ‘હમ' કહે છે, તે પણ અહંકાર જ કહેવાય ને ? દાદાશ્રી : “હમ’ જુદું છે ને અહંકાર વસ્તુ જુદી છે.
એવું છે ને, લોકોએ તો મુખ્ય ગણ્યું કે મોક્ષે જતાં બૈરી-છોકરાં જ નડે છે. અલ્યા, આ એકલું જ કંઈ નડે છે ? બીજી બધી કેટલીય ચીજો નડે છે. આ બૈરી-છોકરાં બિચારાં શું નડતા હશે ? એમની પથારીમાં એ સૂઈ જાય, એમાં આપણને શું નડ્યું ? આપણા પેટમાં પેસીને કોઈ સુઈ જાય છે ? આપણા પેટમાં પેસીને સૂઈ જતું હોય, તો નવું કહેવાય. સહુ સહુની પથારીમાં સૂઈ જાય, એમાં આપણું શું ગયું ?!
ત્યાં પેલું તો આપણા પેટમાં પેસીને નડે છે, કે ‘હમ, હમ, હમકુ કૈસા ?!” આ ‘હમ” ના જાય, જ્યાં જશો ત્યાં ‘હમ” જોડે હોય જ. જોયેલો તમે ‘હમ” ? પણ એ દેખાય નહીં. છતાં લક્ષણ ઉપરથી માલમ પડે કે આ ‘હમ” આવ્યું, આંખમાં દેખાય.
આ બીજુ બધું ય છૂટયું ને ‘હમ’ રહ્યું, તે ‘હમ' તો બહુ ખોટું. એનાં કરતાં બે બૈરીને પૈણીને ફરતો હોત તો સારો, તે ‘હમ' જતું રહેત. ગાળો ખાય એટલે ‘હમ' જતું જ રહે ને ! અને આ એકલો સાંઢ જેવો, એને કોણ ગાળો દે ?! બૈરી નહીં, કશાક કોઈના લાગમાં આવે નહીં, પછી “હમ વધી જાય. અને અટકણ તો પાર વગરની હોય બધી.
૨૬૮
આપ્તવાણી-૯ મનુષ્યોને બહુ અટકણ હોય.
અને અહંકાર તો ઊભી કરેલી ચીજ નથી. એ તો ગ્રહાઈ ગયેલો છે. પોતે જ પકડાઈ ગયો છે, સંજોગોના આધારે ! તે એ અહંકાર તો છૂટી જાય. અહંકાર તો ‘રોંગ બિલીફ' જ છે ખાલી, બીજું કશું નથી. જ્યારે ‘હમ’ તો, એ વાત જ જુદી. એ ‘હમ” મેં જોયેલા બધા. ‘હમ, હમ' ગા ગા કર્યા કરે, હું સમજી ગયો કે તમારું શું થશે તે ? ‘રીઝર્વેશન ક્યાં મળશે, એ અમે તરત જાણી જ જઈએ ને ! એ ‘હમ’નું ગાડીમાં ક્યાં “રીઝર્વેશન’ મળશે, એ ના સમજીએ અમે ?
પ્રશ્નકર્તા : તો આ ‘હમ’ છે, એને ગાઢ અહંકાર કહેવાય ?
દાદાશ્રી : ના, ‘હમ' એ અહંકારને અડે નહીં. ને અહંકાર જતો રહે, પણ ‘હમ” ના જાય.
‘હમ' તો ધારે એ કરે. આ પોલિસવાળાને બિચારાને એવો ‘હમ’ ના હોય. હવે અહંકાર તો, એને સમજાવીએ-પટાવીએ, તો નીકળી જાય. પણ ‘હમ' તો બહુ જુદી વસ્તુ છે. આ સંસારીઓમાં જે ‘હમ' થયેલો ને, એ તો માર ખાઈને પછી નીકળી જાય.
પ્રશ્નકર્તા: એ ‘હમ જે છે, તે અધ્યાસને મળતું ખરું ?
દાદાશ્રી : અધ્યાસ ? નહીં, અધ્યાસ તો, આ બધો અધ્યાસ જ કહેવાય છે અને ‘હમ’ તો વળી અધ્યાસને ય ચઢી બેસે એવું. દેહનો અધ્યાસ એ જુદી વસ્તુ છે. પણ ‘હમ'ના અધ્યાસને તો પહોંચી ના વળાય. દેહ તો બિચારો ભોળો છે. આ ક્રોધ-માન-માયા-લોભે ય ભોળા છે. પણ આ ‘હમ' જેવી તો દુનિયામાં કોઈ ચીજ નથી. કારણ કે કશું જ ના હોય ત્યારે એનો જન્મ થાય, સ્વયં જાત ! હમ !
‘હમ’વાળાની ખબર પડી જાય અમને ! એનો અવાજ ખખડાટવાળો હોય. ખખડાટ, કલદાર રૂપિયો ખખડે ને, એવો ખખડે ! તમે જોયેલા કે !
પ્રશ્નકર્તા : આપણી આજુબાજુથી કોઈ ઠેકાણે એ ‘હમવાળાની