________________
આથમ્યો.
ગુરુતમ થવા જતાં રેસકોર્સ મંડાય. લઘુતમમાં તો હરીફાઈ જ નહીં ને !
ગુરુતમની ઘોડદોડમાં દોડીને હાંફી હાંફીને મરી જાય બધા અને ઈનામ લાગે એકને જ !
ટીકા, સ્પર્ધા એ અહંકારના મૂળ ગુણો છે. સહુ સહુનાં કર્મો ભોગવે છે તેમાં કોઈની ટીકા કેમ કરાય ? ટીકા કરવી એટલે પોતે પોતાનું બગાડવું !
આવડતવાળાઓ તો ઘોડદોડમાં હાંફી મરે. એના કરતાં આવડત જ નથી કરીને બાજુએ બેસી રહેવામાં મઝા છે. જ્ઞાની પુરુષ તો ચોખે ચોખું કહી દે છે કે અમને દાઢી કરતાં ય નથી આવડતી, આટલાં વર્ષે ય !
આવડતનો અહંકાર લઈને ફરનારાને ખબર નથી કે એમની ભૂલો તો આ કુદરતે બક્ષેલી ‘ફેક્ટર ઓફ સેફટી’ નીચે દબાઈ જાય છે ને પોતે માની લે છે કે મને કેવું સરસ આવડ્યું.
જેમાં આવડતનો અહંકાર છે ત્યાં સુધી એ કામ કર્યું જ જવાનાં. જેને કંઈ આવડે નહીં તેને શું કરવાનું ? આવડત અહંકારના આધારે ટકેલી છે. જ્યાં અહંકાર જ નથી-ખલાસ થયેલો છે ત્યાં આવડત શી રીતે ટકે ?
જ્ઞાની પુરુષ તો પોતાને કંઈ જ આવડતું નથી, એમ ઠોકી ઠોકીને કહે છતાં લોક માને તો ને ? લોક તો એમ જ કહે કે દાદાને તો બધું જ આવડે છે. ત્યારે તેઓશ્રી એમ કહે છે કે “હું તો આત્માની વાત જાણું છું. ‘આત્મા’ જ્ઞાતા-દ્રષ્ટા છે તે જાણું છું. ‘આત્મા’ જે જે જોઈ શકે છે એ ‘હું જોઈ શકું છું. બીજું કશું આવડતું નથી.”
સામો ખેંચે ત્યાં જ્ઞાની ધીમે રહીને ઢીલું મૂકી છોડી દઈને આગળ ચાલવા માંડે. સામો ખેંચે ને પોતે યુ ખેંચે તો પ્રગતિ રૂંધાય. જેને જેવું દેખાય તેની તે પકડ પકડે તેમાં એનો શું દોષ ?
જેને મોક્ષે જવું છે તેને તો જગત ગાંડા કહે, મારે, કાઢી મૂકે તો ય ત્યાં હારીને બેસી જવું. સામાને જીતાડીને જગત જીતી જવાની
જ્ઞાનીઓની રીત ! એટલે હારવાનું જગતમાં શીખવા જેવું છે. તો જ આ જગતથી છૂટાય. બાકી, જીતવા ગયો ત્યાં સુધી એ હાર્યો જ કહેવાય. જ્ઞાનીઓની આ શોધખોળ ખરેખર એડોપ્ટ કરવા જેવી છે.
જ્ઞાની પુરુષ પોતે અબુધ થયા હોય, જ્યારે જગત તો પોતે અક્કલવાળા થવા કે કહેવડાવવા ફરતું હોય !!
‘એકસ્પર્ટ’ બહુ ત્યારે એક સજેકટનો થઈ શકે. તેનાં કરતાં ‘સબમેં બબૂચક’ એ સૌથી સારું ! બધામાં બબુચક હોય તેનું ગાડું સારી રીતે ચાલે. કારણ કે દરેકના એ કસ્પર્ટ ભાડે મળે. વકીલ ભાડે મળે, ડોકટર, સી.એ., સોલિસીટર... અરે, કારખાનું ચલાવવા મેનેજરે ય ભાડે મળે !
મારામાં કંઈ બરકત નથી’ કહ્યું કે આપણે આ લોકોની રેસકોર્સમાંથી છૂટ્યા. કોઈ બીજો આપણને બરકત વગરનો કહે, તેના કરતાં જાતે જ ના કહી દઈએ તો છૂટાય તો ખરું આ જગતથી !
રેસકોર્સના સરવૈયામાં સાર શું સાંપડ્યો ? આજે પહેલો નંબર આવે તો ય પાછો છેલ્લો નંબર ક્યારે તો આવવાનો જ. એટલે ઉપરથી ભગવાન આવીને ય પણ ઘોડદોડમાં દોડવા લલચાવે તો ના પાડી દેવી !
રેસકોર્સમાંથી ખસી જતાં જ વ્યક્તિત્વ ઝળકવા માંડશે. રેસકોર્સને ને પર્સનાલિટીને બંનેને મેળ પડે નહીં !
અક્રમ વિજ્ઞાનનો ટૂંકો ને ટચ કોર્સ કરી લીધો, તેનું અનંત અવતારનું સાટું એક કોર્સમાં પૂરું થઈ જાય એવું છે. પછી કાયમની નિર્ભયતા, અસંગતા, વીતરાગતા !
૭. ખેંચ : કપટ : પોઈન્ટમેત અક્રમ વિજ્ઞાન’ એ જ્ઞાની પુરુષના અનુભવપૂર્વકનું વિજ્ઞાન છે અને તે વિજ્ઞાન વ્યવહારની કે અધ્યાત્મની તમામ પ્રકારની ગૂંચો ઉકેલી નાખે તેવું છે.
અક્રમ વિજ્ઞાન પ્રાપ્ત થયું, તેનું જીવન કેવું હોવું ઘટે ? બિલકુલ
૩