________________
તેમ ભૌતિકસુખમાં પડેલાઓને રસ-ગારવતા, રિદ્ધિ-સિદ્ધિ ગારવતા, શાસ્ત્ર-ગારવતા સંસારમાંથી બહાર નીકળવા ના દે. એ તો જ્ઞાની પુરુષ કરુણા કરી બહાર કાઢે ત્યારે નીકળાય.
જ્ઞાની પુરુષની સમજણથી એને સમજાય કે ભૌતિકમાં સુખ નથી, સુખ આત્મામાં જ છે એવી પ્રતીતિ બેસે. પોતે તેમ દઢ નક્કી કરે ત્યારે ગારવતા છુટવા માંડે. અક્રમ વિજ્ઞાન એમ કહે છે કે શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયા પછી ગારવતાની અસર જેને થાય છે તે પોતે નથી અને એ ખ્યાલમાં જાગૃતિ રહે. એટલે ગારવતા ખલાસ થતી જાય.
ગર્વ નથી, ગારવતા નથી, અંતરંગ સ્પૃહા નથી, ઉન્મત્તતા નથી, પોતાપણું નથી, એવી ગજબની જ્ઞાનદશામાં વર્તતા પ્રત્યક્ષ જ્ઞાની પુરુષને આશ્રયે જવાથી અનંત અવતારની ખોટ એક અવતારમાં ભાંગી જાય ને મોક્ષપ્રાપ્તિની ગેરંટી મળી જાય.
૬. લઘુતમ ઃ ગુરુતમ જ્ઞાની પુરુષની દશા, એ વ્યવહારમાં લઘુતમ ને નિશ્ચયમાં ગુરુતમ ! જ્ઞાની પુરુષ કોઈના ગુરુ ના હોય. એ કોઈના ઉપરી નહીં, તેમ જ એમનો કોઈ ઉપરી નહીં, ભગવાન પણ નહીં. ભગવાન તો જ્ઞાની પુરુષને વશ વર્તે. જે કોઈનામાં અહંકાર ને મમતા ના હોય, તેને ભગવાન વશ વર્તે !
જગતમાં સહુ કોઈને ગુરુતમ થવું ગમે. લઘુતમ ના ગમે. ગુરુતમ થવા ગયો, તે ચાર ગતિમાં રખડવાનો ને લઘુતમ થયો તે વહેલો મોક્ષે જાય.
અક્રમ વિજ્ઞાન શું કહે છે ? રિલેટિવમાં લઘુતમ, રિયલમાં ગુરુતમ ને સ્વભાવમાં અગુરુલઘુ ! રિલેટિવમાં લઘુતમ તે રિયલમાં ગુરુતમ થાય જ નિયમથી ! ત્યાં ભગવાન ભેટે જ.
જગદ્ગુરુ થવાનું નથી, જગતને ગુરુ કરવાનું છે. ગુરુકિલ્લી વિનાના ગુરુ એટલે એ ભારે થઈ બેઠા કહેવાય. એ પોતે ડૂબે ને ઉપર બેસનારને ય ડૂબાડે. ગુરુકિલ્લી તો જ્ઞાની પુરુષ પાસેથી જ મળેલી હોવી જોઈએ. ગુરુકિલ્લી એટલે ‘હું શિષ્યનો ય શિષ્ય છું, લઘુતમ છું' એવી નિરંતરની જાગૃતિ.
- દરેકના આધ્યાત્મિક ડેવલપમેન્ટના આધારે ગુરુ જોઈએ. કિન્ડર ગાર્ટનના ગુરુ, ફર્સ્ટ સ્ટાન્ડર્ડના, સેકન્ડ સ્ટાન્ડર્ડના.... કોલેજના અને છેલ્લા ગુરુ તો આખા જગતને ગુરુ કરે.
જ્યાં સુધી વ્યવહારમાં ગુરુતમભાવ નહીં જાય, ‘હું કંઈક છું' એવું જાય નહીં ત્યાં સુધી લઘુતમભાવ આવે નહીં.
લઘુતમ પદ પ્રાપ્ત થવું બહુ મુશ્કેલ છે. એ તો જેને રિયલ ને રિલેટિવની ભેદરેખા નિરંતરની પડી ગઈ હોય, જ્ઞાની પુરુષ થકી તેને જ તે પદ પ્રાપ્ત થાય. જ્ઞાની પુરુષની આજ્ઞામાં જે વર્યો, તે લઘુતમ પદને પામી જાય. દ્રષ્ટિ લઘુતમ તરફની થઈ ગઈ, ધ્યેય લઘુતમ તરફનો થઈ ગયો તો તે પદ પ્રાપ્ત થાય.
- લઘુતમ થયાની નિશાની શું ? ગાડીમાંથી નવ વખત ઉતારી પાડે ને નવ વખત પાછા બોલાવે તો દરેક વખતે જરાય અસર થયા વિના પોતે તેમ વર્તે તો જાણવું કે પોતે લઘુતમ થયો.
લઘુતમભાવમાં રહેવું અને અભેદદ્રષ્ટિ રાખવી એ અક્રમ વિજ્ઞાનનું ફાઉન્ડેશન છે.”
- દાદાશ્રી ગુરુતમ અહંકારથી સંસાર સર્જાયો ને લઘુતમ અહંકારથી સંસાર
આખી દુનિયામાં સૌથી ‘જુનિયર’ થાય, તે આખા બ્રહ્માંડનો ‘સિનિયર’ થાય.
ગણિતમાં નાનામાં નાની અને અવિભાજ્ય હોય એવી રકમ તે લઘુતમ. અને તે વ્યાખ્યા ઉપરથી જ્ઞાની પુરુષને નાનપણમાં જ, પૂર્વાશ્રમમાં જ ભગવાન જડી ગયા કે ભગવાન જ લઘુતમ છે. ત્યારથી લઘુતમ તરફ ઢળતાં ઢળતાં છેવટે સંપૂર્ણ લઘુતમ થયા ને બીજી બાજુ ગુરુતમે ય થયા.
લઘુતમ તો કાયમની સલામતી બક્ષે. લઘુતમને પડવાનો ભય જ નહીં ને !
31.