________________
ખેંચ વગરનું. પોતાની સાચી વાતને જાહેર કરે પણ કોઈ સ્વીકારે નહીં તો તેને સાચી ઠરાવવાની ય જરૂર ના જાણે. અને વખતે ખેંચ ઊભી થાય પ્રકૃતિમાં ભરેલા માલને હિસાબે, તો તેને પણ ‘જોવી’ તો ‘પોતે’ મુક્ત થઈ જાય.
મોક્ષમાર્ગમાં કાયદો નથી. સહેજાસહેજ જે બને તે ખરું ! નો લૉલૉ ! બાકી, એક કાયદો કરવા જતાં કાયદાઓનો ડુંગર ખડો કરવો પડે. કાયદો છે ત્યાં સહજતા નથી. મોક્ષ તો સહજ થાય તેનો છે.
ચડસે ચઢ્યો એટલે પોતાનું સ્થાન છોડીને નીચે પડવું. પોતાનું સાચું હોય છતાં ય જો એની પકડ પકડે તો ય એ અહંકાર ગણાય. જગતનું સત્ય એ નિરપેક્ષ સત્ય નથી, સાપેક્ષ સત્ય છે. તેની પકડ શી પકડવાની ? જ્ઞાની પુરુષ તો સંપૂર્ણ નિરાગ્રહી હોય.
મતભેદ વિનાના થયા તો જાણવું કે સાચે માર્ગ છીએ. ક્યાંય પકડ ના પકડે. વાળો તેમ વળી જાય, તેને સરળ કહેવાય.
બધા કષાયોમાં કપટ બહુ ભારે. કારણ કે કપટ હંમેશાં મીઠું લાગે ને દેખાય નહીં. કપટ બધા હિસાબ બંધાવે. કેપટ તો બેભાન કરી દે. એટલે પોતાનાં કપટની પોતાને જ ખબર ના પડે તેથી તેને કાઢવું ય મુશ્કેલ.
સંસારના લાભો ઊઠાવવા બીજાને પોતાના અભિપ્રાય પ્રમાણે ખેંચવા, પોતાના વિશ્વાસમાં લેવા એ કપટ, એ કપટની પોતાને ખબર ના પડે. “મોક્ષ સિવાય મને કંઈ જ ખપતું નથી' એવી નિરંતરની જાગૃતિ રહે ત્યારે એ કપટ જવા માંડે. રોજ સવારે પાંચ વાર એમ બોલવું, એનાથી જાગૃતિ આવતી જાય.
ચતુરાઈથી સામાને વશ કરે, કપટને લઈને અને કપટનો દાવ પૂરો રમવા માટે. જેને પોતાના હિતની વાત છે કે અહિતની એ સમજાય તો તે સામાની ચતુરાઈમાં ના ફસાય.
‘પોતાના સર્વ દોષ કાઢવા જ છે, મોક્ષે જવું જ છે.' તે ભાવના ભાવ ભાવ કરવાથી છૂટાય.
35.
સંસારમાં ક્યાંય મીઠાશ વર્તે છે ત્યાં સુધી નિજ સ્વભાવનું અખંડ ધ્યાન ના વર્તે. એ ખંડિત થઈ જ જાય. કડવામાં વાંધો ના આવે. મીઠાશમાં મટકું મરાઈ જાય.
જ્ઞાની પુરુષ મળ્યા પછી મોક્ષના સ્ટેશને પહોંચવા આપણી ગાડી મેઈન લાઈન પર હોય. પણ વચ્ચે કોઈ ‘પોઈન્ટમેન’ ભેટી જાય તો ગાડી કયે ગામ લઈ જાય તેનું ઠેકાણું નહીં. આખો પાટો જ બદલાવી નાખે ! એવું બોલે કે આપણને ચકરાવે ચઢાવી નાખે !
જ્ઞાની પુરુષ ચેતવે ત્યારે ખબર પડે કે પાટો બદલાઈ ગયો. પછી ઝીણવટથી પૃથક્કરણ કરે તો ખબર પડી જાય કે ક્યાંથી શરૂઆત થઈ, શું થયું, કોણે કર્યું. શા આધારે થયું, આપણી કઈ લાલચ લલચાવી ગઈ, મહીં નિરાકુળતા હતી તે ગઈ ને આકુળતા ક્યારથી પેઠી. જાગૃતિમાં એ બધી ખબર પડે. જેનો વ્યવહાર ડગ્યો, તેનો નિશ્ચય ડગી જ જાય.
કાચા કાનના ના થાય, પાટો ના બદલાય તો પ્રગતિ થાય. સમ્યક્ વાતને જ વળગી રહેવાય. એને છેદતી વાતને મનમાંય ના ધરાય. જ્ઞાની એવા ભોળા ના હોય. એટલે કોઈ બીજા માટે લઈ જવા ફરે તો ય ના ચૂકે ને !
કપટ ત્યાં ભોળપણ હોય. કોઈ અવળું કાનમાં રેડી જાય ને માની જાય તે ભોળપણ. ત્યાં ઉપાય તો એ જ કે ડ્રામેટિક સાંભળીએ ખરું, તેને આંતરીએ નહીં. પણ આધાર તો સમ્યક્ પર જ રાખવાનો. સહુ સહુની સમજણ પ્રમાણે બોલે. પણ આશરો તો સમ્યક્ વાતનો જ લેવાય.
અક્રમ વિજ્ઞાન એવું છે કે મોક્ષમાર્ગના ગમે તેવાં બાધક કારણો આવીને ઊભાં રહે છતાં ય પાર નીકળી જવાય તેમ છે. જે ‘મુશ્કેલ છે, મુશ્કેલ છે’ કરે, તેને માટે મુશ્કેલ બની જાય.
મારે ?” એવું કોઈથી બોલાય નહીં. એ ભેદ પાડ્યો કહેવાય. મારે શું ?” એવું હોય ત્યાં પ્રતિક્રમણ કરી કરીને પાછા ફરવું. ‘મારે શું ?” કહે એટલે નિસ્પૃહ થઈ ગયો. તે પોતાને ભયંકર નુકસાન કરે.
મોક્ષનો માર્ગ ચૂકાય નહીં એ જ જોયા કરવાનું છે !
36