________________
આપ્તવાણી-૯
ર૬૧ નિર્વશ કરી શકે નહીં. તું ગમે એટલા મારા ક્રોધને મારીશ, તું લોભને મારીશ, પણ જ્યાં સુધી મારો માન નામનો છોકરો જીવતો છે ત્યાં સુધી બધાં જીવંત થઈ જશે.”
‘જ્ઞાની પુરુષ’ માન નામના છોકરાને મારે, તેય મારે નહીં, ગાદીએથી ઉઠાડેય નહીં. જગ્યા “ચેન્જ' કરી આપે. મારે, તો તો હિંસા કરી કહેવાય. ‘માર’ શબ્દ આવ્યો તો હિંસા કરી કહેવાય. હિંસા હોય નહીં. અહંકારને એ મારે નહીં.
‘કરતારા'ની જગ્યા “ચેન્જ' ! પ્રશ્નકર્તા : આ કામ-ક્રોધ-મોહ-લોભ ને મદ, એમાં ખરાબ ચીજ કઈ ?
દાદાશ્રી : મદ. પ્રશ્નકર્તા : મદ સૌથી વધારે કેમ ? લોભ ખરાબ નહીં ?
દાદાશ્રી : શેના આધારે ઊભું રહ્યું છે, તે જોવું જોઈએ ને ? મદના આધારે જ ઊભું રહ્યું છે. મદ ! એ આધાર ના હોય તો કોઈ ઊભું રહે એવું નથી.
પ્રશ્નકર્તા ઃ તો મદ એટલે શું ? દાદાશ્રી : હાથીના બચ્ચાને શું કહે છે ? પ્રશ્નકર્તા : મદનિયું. દાદાશ્રી : તો એ જ.
પ્રશ્નકર્તા : પણ આ બધી ચીજો, તે ‘કંટ્રોલમાં આવી શકે. પણ લોભ ‘કંટ્રોલમાં ના આવી શકે ને ?
દાદાશ્રી : પણ લોભનો કરનારો ‘કંટ્રોલમાં આવે એટલે બધું કંટ્રોલમાં આવી ગયું ને ! મેં કંઈ કોઈને લોભને કાઢવાનું કહ્યું હતું ? મેં કંઈ લોભને કાઢવાનું કહ્યું છે ? લોભના કરનારાને પકડ્યો, ને હડહડાટ
૨૬૨
આપ્તવાણી-૯ ગાદીએથી ઉઠાવી દીધો, કે બધું ઊડી ગયું હડહડાટ ! રાજા મર્યો એટલે લશ્કર બધું ભાગમભાગા ! લશ્કરમાં વાત ચાલે ને, કે રાજા મરાયા. પછી કોઈ ઊભું ના રહે. એટલે રાજા પકડાવો જોઈએ, બસ ! એટલે મદ હોય તો લોભ કરે ને ! નહીં તો લોભ કરે નહીં ને ! મદ જો જાય તો કશુંય લોભ રહે નહીં. આ ગરીબોને બિચારાને કશો લોભ જ નહીં ને ! કારણ કે મદ નહીં એટલે શાનો લોભ ?!
માત, એ હિંસકભાવ જ ! એવું છે, ક્રોધ-માન-માયા-લોભ બધું હિંસકભાવ જ છે. આ ક્રોધમાન-માયા-લોભ એ બધી હિંસા જ ગણાય છે. કપટ એ બહુ મોટી હિંસા ગણાય છે. માયા એટલે કપટ, ક્રોધ તો ઊઘાડી હિંસા, ઓપન હિંસા.
પ્રશ્નકર્તા : આપે કહ્યું ને, કષાયમાં હિંસકભાવ હોય તો માનમાં હિંસકભાવ કેવો હોય ? એ સમજાવો.
દાદાશ્રી : માન પોતે જ હિંસકભાવ છે. માની માણસ બીજાની હિંસા કરે છે. એ તો સામો કંઈક કામની જરૂરિયાતવાળો હોય, કોઈ સ્વાર્થી હોય, મતલબી હોય, એ તો નભાવી લે. પણ બીજાને તો માની માણસ કેવો લાગે ? હવે માનની અંદર ક્રોધ ભરાયેલો જ છે, તિરસ્કાર હોય જ. માન એટલે તિરસ્કાર ! હું કંઈક છું, કે તિરસ્કારે લોકોને. માન એટલે જ તિરસ્કાર. અને અભિમાની તો બહુ તિરસ્કાર કરે.
માની જુદો, અભિમાની જુદો. અહંકારી જુદો, તુંડમિજાજી જુદો, ઘેમરાજી જુદો !
માતના પર્યાયો અતેક ! આ માનના શબ્દો તો બધા બહુ પર્યાયોમાં છે, એટલા બધા પર્યાયો છે.
પ્રશ્નકર્તા : તુંડમિજાજી, ઘમંડ, એ બધા કહેવાય ? દાદાશ્રી : હા, એ તો બધા જાતજાતના શબ્દો એવા છે. લોક તો