________________
આપ્તવાણી-૯
૨૫૯ અપમાનને બહુ મોટી કિંમતી ગણનારા હતા.
એટલે આ લોકોને અમે કેવું જ્ઞાન આપવા માગીએ છીએ કે આખા ‘વર્લ્ડ’ના બધા દેશોમાં ફરે, પણ “ડીપ્રેસ' કોઈથી થઈ ના શકે. ડીપ્રેસ' ના થાય એવું જોઈએ. અને જે કોઈને “ડીપ્રેશન’ આપે છે એ પોતે “ડીપ્રેસ’ થયા વગર રહેતો નથી. ગમે તે મોટો માણસ હોય, આખું ‘વર્લ્ડ’ હોય, પણ આપણને ડગાવી કેમ શકે ?
હવે અપમાનનો ભો જતો રહે તો વ્યવહારના માણસો નફફટ થઈ જાય, એટલે અપમાનનો ભો છે તેથી આ ફેટમાં રહ્યા છે. નહીં તો ફેટમાં રહે કે આ લોકો ? અને નિશ્ચયમાં અપમાનનો ભો જતો રહે તો માણસ સ્વતંત્ર થઈ જાય. આપણે ત્યાં અપમાનનો ભો જતો રહે, તો સ્વતંત્ર થઈ જાય.
વળગેલી વંશાવળી કષાયતી ? માન ને અપમાનની જ પડેલી છે ને, બધેય ? પ્રશ્નકર્તા : પણ દાદા, પહેલેથી આ ચાલ્યું આવતું હશે ?
દાદાશ્રી : અનાદિકાળથી બધો આનો આ જ માલ. મનુષ્યમાં આવ્યો ત્યારથી માન ને અપમાન. નહીં તો બીજી વંશાવળીમાં કશુંય નહીં. બીજી યોનિમાં નહીં, અહીં આગળ બહુ અને દેવલોકોમાં બહુ.
પ્રશ્નકર્તા : બીજી યોનિમાં જાય પછી આ માન-અપમાન ભૂલી જતાં હશે ?
દાદાશ્રી : ભૂલી જાય. આ અહીંથી ગયો ત્યાંથી જ ભૂલી જાય બધું યાદ ના રહે. આપણે ચોથે દહાડે શું ખાધું હતું, તે તમને યાદ છે ?
પ્રશ્નકર્તા : ના. પણ વેર-ઝેર, માન-અપમાન, એ બધું જીવને યાદ રહે અને આ બધું કેમ ભૂલી જાય છે ?
દાદાશ્રી : ના, એય યાદ નથી રહેતું. આ ક્રોધ-માન-માયા-લોભ એકલું જ યાદ રહે છે. આ ચાર સંજ્ઞાઓ કાયમ રહે છે. બાકી, વેર-ઝેર તો પછી થાય છે. એ યાદ આવતું નથી. અપમાન થાય કે બૂમાબૂમ કરે.
૨૬૦
આપ્તવાણી-૯ પેલી ગોળીઓને શું કહે છે ? આ છોકરા ખાય છે તે ?
પ્રશ્નકર્તા : પીપરમેન્ટ.
દાદાશ્રી : હવે પીપરમેન્ટ અહીં આગળ હોય તો બેબીને ને આ બાબાને, એને લેવાની હોય, તો તેમાં જે લોભિયો હોય તે વધારે લઈ લે. આપણને ખબર પડે કે આ લોભિયો છે ! લોભિયો ઓળખાય. લોભિયો જેમાં ને તેમાં આગળ હોય.
પ્રશ્નકર્તા : માણસે આ બધી મુસીબતોનો શાંતિથી સામનો કરવો જોઈએ તે થતો નથી, તેનું શું કરે ?
દાદાશ્રી : કેમ કરીને કરે ? આ ક્રોધ-માન-માયા-લોભની નબળાઈઓ છે, તો મુસીબતોનો સામનો શી રીતે થાય ? ક્રોધ અમથો બેસી ના રહે. એ તો માન નામનો શત્રુ પેઠેલો હોય ત્યારે જ એ બેસી રહે. ક્રોધ તો માનનું રક્ષણ કરવા માટે હોય. એટલે જ્યાં સુધી માન છે ત્યાં સુધી ગુરખો રહેવાનો જ.
પ્રશ્નકર્તા : એટલે અપમાન સહન કરતા શીખી જવું જોઈએ, એમ ?
દાદાશ્રી : અપમાન સહન કરવાની શક્તિ આવશે, એ માન જશે ત્યારે. એ ગુરખો છે. “માને' ગુરખો રાખેલો છે કે જો અપમાન કરવા આવે તો તેને કહે, “તેલ કાઢી નાખજે.” અને પેલો એક લોભ છે, તેણે ય એક ગુરખો રાખ્યો છે. તે કપટ રાખ્યો છે. એને જ માયા કહી. અને લોભ જતો રહે તો એ માયા જતી રહે. ક્રોધ છે એ માનનો ગુરખો. મૂરખ છો, અક્કલ વગરના છો’ એવું કોઈકે કહ્યું હોય ત્યારે આપણે કહેવું, ‘ભઈ, હું આજનો નથી, પહેલેથી જ એવો છું.” એમ કહેવું. - લોકો ક્રોધ મારે છે ને ? કોઈ છે તે લોભને મારી મારીને ઓછો કરે. ત્યારે પેલી માયા શું કહે છે ? માયા કહે છે કે, “મારા છ પુત્રો છે, ક્રોધ-માન-માયા-લોભ, રાગ ને દ્વેષ. એ મારાં છ છોકરાં અને હું સાતમી, અમને કોઈ નિવેશ કરી શક્યા નથી. હા, એક ફક્ત ‘જ્ઞાની પુરુષ' એકલાં જ અમને નિર્વશ કરી શકે. બાકી, કોઈ અમને