________________
આપ્તવાણી-૯
૨૫૭ પુદ્ગલની ભીખો છે. અમને તો ધોલ મારે તો ય વાંધો નહીં.
પ્રશ્નકર્તા : આ માન-અપમાનની જે વાત થઈ, એ માનઅપમાનનો ખ્યાલ કોને આવે છે ? એ કંઈ દેહને નથી આવતો. એ તો આત્માને જ આવે છે ને ?
દાદાશ્રી : આત્માને માન-અપમાન હોય નહીં. એ ભિખારો નથી કે એને માન-અપમાન હોય. એ તો આખા બ્રહ્માંડનો રાજા કહેવાય, બ્રહ્માંડનો ભગવાન કહેવાય.
પ્રશ્નકર્તા પણ અંદર જે પહોંચે છે, એ તો આત્માને ચોંટ લાગે છે ને ? દાદાશ્રી : ના. આત્માને નથી લાગતું. આત્માને અડે નહીં.
પ્રશ્નકર્તા : દેહ તો અનાત્મા છે. દેહને શું અસર થાય માનઅપમાનની ?
દાદાશ્રી : આ બરફને ધખધખતો અગ્નિ અડાડીએ તો શું થાય ? અગ્નિ અડાડીએ તો બરફ દાઝે કે નહીં ?
પ્રશ્નકર્તા : દાઝે નહીં, પણ બરફ ઓગળી જાય.
દાદાશ્રી : એ તો પોતાનો ઠંડો સ્વભાવ, તે ઊલટો પેલાને ટાઢો કરે છે. એવી રીતે આત્માને દુ:ખ અડે નહીં. આ દેહનેય લાગતું નથી અને આત્માને ય લાગતું નથી.
પ્રશ્નકર્તા : તો કોને લાગે છે ?
દાદાશ્રી : આ ભોગવે છે કોણ ? અહંકાર. અહંકાર ભોગવે છે ને અહંકારને લાગે છે. એ અહંકાર આ ભોગવે છે ને, તેને લાગે છે. આત્માને કશું અડે નહીં. આત્મા તો એની પોતાની ચીજ સિવાય સ્વીકાર જ નથી કરતો કોઈ ચીજનો. બીજી ચીજનો સ્વીકાર જ નથી કરતો.
જેનું અપમાત, તે “પોતે' હોય ! આ ‘ચંદુભાઈ’નું કોઈક અપમાન કરે તો શું થાય ? રાતે ઊંઘ ના
૨૫૮
આપ્તવાણી-૯ આવે ને ? ઝાટકા વાગે ! આમ ક્ષત્રિય પ્રજાને, તે ઝાટકા વાગે. પેલો અપમાન કરનારો ઊંઘી ગયો હોય, પણ આ ઝાટકાવાળો ના ઊંધે ! કોઈ અપમાન કરે ને આપણને ઊંઘ ના આવે એવું શા કામનું તે ? એવી નિર્બળતા શું કામની તે ? કોઈક અપમાન કરે ને આપણે શું કામ ના ઊંધીએ ? અને કો'કનું અપમાન થાય છે, તમારું થતું જ નથી. ‘તમારું અપમાન કરે તો સહન ના જ કરવું જોઈએ. પણ એ ‘તમારું અપમાન નથી કરતો. તો શું કરવા આમ હાય હાય કરો છો ? આ તો કોઈકનું અપમાન થાય છે ને ‘તમે માથે લઈ લો છો. “મને કહ્યું” એવું તો ના હોવું જોઈએ ને ?! હા, ‘તમારું’ અપમાન ના કરવું જોઈએ કોઈએ. પણ ‘તમારું’ અપમાન કોઈ કરે ય નહીં. તમને ઓળખે જ શી રીતે ? ‘તમને તો કોઈ ઓળખતું જ નથી ને ! ઓળખે તો ‘ચંદુભાઈને ઓળખે. એ ‘આપણને' તો ઓળખતો જ નથી ને !
હવે એ અપમાન કરનારો ઉપકારી જ્યારે ગણાશે ત્યારે તમારું માન છેદાઈ જશે. કોનું અપમાન કરવાનું ? ‘અંબાલાલ મૂળજીભાઈનું'. તારે જેટલું અપમાન કરવું હોય એટલું કર ને ! મારે ક્યાં એમની જોડે સાટું-સહિયારું છે ?! એ મારી જોડેના પાડોશી છે. તે જો રડશે તો હું પાછો છાનો રાખીશ.
પણ ‘મારું અપમાન થયું માને છે એટલે બિચારાને ઊંઘ ના આવે. નહીં તો કેટલી ગજબની શક્તિ એક એક ‘ઈન્ડિયન'માં છે. ફક્ત એને ખોલનાર નથી. તો ય અત્યારે જુઓને, આ દીન થઈ ગયા છે લોકો ! જુઓ તો ખરાં, જ્યાં ને ત્યાં ‘ધૂ'માં ઊભા રહે છે બિચારાં, એટલાં બધાં દીન થઈ ગયાં છે. નહીં તો આ પ્રજા તો કેવી હતી ? સહેજ વાતમાં, બોલવામાં કે “ઈન્વીટેશન’ આપવામાં જરા અપમાન જેવું લાગ્યું હોય તો જમવા ના જાય એવી આ પ્રજા ! પણ અત્યારે જુઓને ઢસરડા મારે છે, ‘ધૂ'માં ઊભા રહીને ! આપણે કહીએ, ‘કેમ સાહેબ, ‘ક્યૂમાં ઊભા રહ્યા છો ?” ત્યારે કહેશે, “બસમાં જવાનું છે.” “અરે, રોજ રોજ શાનાં હારુ બસમાં જવાનું ? સ્વતંત્ર રસ્તો કાઢતાં નથી આવડતું તને ?” ત્યારે કહે, “શું રસ્તો કાઢે ? નોકરી કરું છું ને !” એટલે આ તો જીવન બધું ‘ફ્રેકચર થઈ ગયું છે. નહીં તો સહેજ અપમાન જેવું લાગે ને, તો જમવા નહોતા જતા. આ લોકો