________________
આપ્તવાણી-૯
૨૫૫
પ્રશ્નકર્તા : રાતોની રાત કૈડ્યા કરે, ઝાટકા વાગે.
દાદાશ્રી : માણસ શી રીતે દહાડા કાઢે છે, તે જ જુઓ ને ! ભણેલાં માણસ ઉપાધિને ઓછી કરી નાખે, બને ત્યાં સુધી ઉપાધિનો ભાગાકાર કરી નાખે ને એને છેદ ઊડાડી દે. પણ પોતાનું ના ચાલે ત્યારે પછી ગૂંચાય. ભણેલામાં ગણતરી નથી હોતી એટલે ગૂંચાય છે. ભણતર હોય છે, પણ ગણતર નહીં ને ! ગણતર એ જુદી વસ્તુ છે. મને ભણતર નથી આવડ્યું, પણ ગણતર બહુ સારું આવડે છે. મેટ્રીક ‘ફેઈલ’ થયો, પણ ગણતર બહુ સારું આવડે.
પ્રતિકાર, ત્યાં પ્રતિક્રમણ !
પ્રશ્નકર્તા : અપમાન થાય એ ના ગમે, તો ત્યાં શું કરવાનું ? દાદાશ્રી : એનો વાંધો નહીં. પણ અપમાન થાય ત્યારે હુમલો ના કરો ને ?
પ્રશ્નકર્તા : વાણી એવી નીકળે, વાણીથી ‘એટેક’ થાય. દાદાશ્રી : પણ એવો તમારો ભાવ નથી ને ?
પ્રશ્નકર્તા : બિલકુલ નહીં. એવી વાણી નીકળ્યા પછી પોતાને બિલકુલ ગમે નહીં. પણ આવી વાણી નીકળી એ અસંયમ તો થઈ ગયો ને ? એ લાભ મળે નહીં ને, કોઈ ?
દાદાશ્રી : પણ ‘ફર્સ્ટ’ સંયમ એટલે અંદર એવું થવું જોઈએ કે ‘ના, આવું ના હોવું જોઈએ. આ કેમ થાય છે ?’ એ પહેલો સંયમ. પણ આ સંયમ શરૂ થવો જોઈએ. સાચો સંયમ જ એ કહેવાય. પછી ‘લાસ્ટ’ સંયમ ધીમે ધીમે આવે.
પ્રશ્નકર્તા : કો’ક વખત આવું અપમાન કરી નાખે તો ત્યાં મનનો પ્રતિકાર ચાલુ રહે, વાણીનો પ્રતિકાર કદાચ ના થાય.
દાદાશ્રી : આપણે તો એ વખતે શું બન્યું, એનો વાંધો નહીં. અરે, દેહનો યે પ્રતિકાર થઈ ગયો, તો યે એ જેટલી જેટલી શક્તિ હોય, એ પ્રમાણે વ્યવહાર હોય છે. જેની સંપૂર્ણ શક્તિ ઉત્પન્ન થયેલી હોય, તેને
૨૫૬
આપ્તવાણી-૯
મનનો પ્રતિકારે ય બંધ થઈ જાય, છતાં આપણે શું કહીએ છીએ ? મનથી પ્રતિકાર ચાલુ રહે, વાણીથી પ્રતિકાર થઈ જાય, અરે દેહનો યે પ્રતિકાર થઈ જાય, તો ત્રણેય પ્રકારની નિર્બળતા ઊભી થઈ તો ત્યાં ત્રણેય પ્રકારનું પ્રતિક્રમણ કરવું પડે.
પ્રશ્નકર્તા : દાખલા તરીકે કોઈ અપમાન કરે, તો એને મહીંથી એટલું બધું માન જબરજસ્ત ઊભું થાય, પોતાની સામે ત્રાગું ઊભું થાય, તો એ એને ક્યાં સુધી પાડે ?
દાદાશ્રી : પડી જ ગયેલા છે ને ! ત્રાગું ઊભું થયું એ જ પડી ગયેલા ને ! ત્રાગું ઊભું થાય એ મોટામાં મોટું અહિતકારી કહેવાય. ત્રાગું ઊભું થવું એ મોટામાં મોટો ભય જ છે. એ સંપૂર્ણ પડી જ ગયેલો છે, એમાં પછી આગળ પડવાનું રહ્યું જ નથી.
અપમાતની નિર્બળતા !
અમે તો શું કહ્યું છે ? અપમાન ના ગમે તેનો વાંધો નથી. પણ માનની ભીખ નથી રાખવાની.
પ્રશ્નકર્તા : પણ અપમાનનો ભો, એ નબળાઈ તો કાઢવાની જ છે ને ?
દાદાશ્રી : એ તો જેમ જેમ અપમાન ખાતા જઈએ તેમ તેમ અપમાનની નબળાઈ ઓછી થતી જશે. જેટલી ધીરેલી, તે પાછી આવી જાય. માનની ભીખનો વાંધો છે.
પ્રશ્નકર્તા : આપણું અપમાન ના થાય એ લક્ષમાં રહે, એ શું કહેવાય ?
દાદાશ્રી : અપમાન ના થવા માટે જ ત્યાં આગળ ઉપયોગ રહ્યા કરે, સાચવ સાચવ કરે, એ ભીખ કહેવાય. ને નહીં તો ચારિત્ર મોહનીય, એ તો નિકાલી મોહ છે. આવ્યું ને ગયું, કશું લેવા નહીં ને દેવા નહીં. આત્માતે, માત - અપમાત ?
એટલે આ બધી પુદ્ગલની ભીખ છે. માન ને અપમાન એ બધી