________________
આપ્તવાણી-૯
૨૫૩ તો યે પણ કદરૂપો દેખાય.
માન શાથી ઊભું રહ્યું છે ? સામાને પોતે હલકો માને છે માટે માન ઊભું રહ્યું છે. માટે એને હલકો નહીં માનવો અને એ તો મારો ઉપરી છે એવું કહેવું. તો માન ઊડી જાય.
અપમાન કરતાસે, ઉપકારી ! પ્રશ્નકર્તા : હવે તો આ માન-અપમાન બહુ ખેંચે છે, એમાંથી મુક્ત થવું કઈ રીતે ?
દાદાશ્રી : અપમાન ખેંચે છે કે માન ખેંચે છે ? પ્રશ્નકર્તા : આમ તો અપમાન.
દાદાશ્રી : અરે, બળ્યું માન પણ બહુ ખેંચે. જો માન પણ વધારે પડતું આપે ને, તો માણસ ઊભો થઈ જાય. માન બહુ આપે ને, તો ત્યાંથી કંટાળીને નાસી આવે માણસ. રોજ આખો દહાડો માન આપ આપ કરે ને, તો ત્યાંથી માણસ કંટાળીને નાસી જાય. અને અપમાન તો ઘડીવારે ય ગમે નહીં. માન તો થોડીક વાર ગમે ય ખરું. છતાંય માણસ અપમાન સહન કરી શકે, માન સહન નહીં કરી શકે, હા, માન સહન કરવું એ તો બહુ સીસું પીધા જેવું છે. છોકરો પૈણવાનો થાય ને, તે બાપને નીચો નમીને પગે લાગે ત્યારે બાપ ઊભો થઈ જાય, ઊંચો થઈ જાય. ‘અલ્યા, તું કેમ હાલે છે ?” ત્યારે એ કહે, ‘સહન થતું નથી.’
પ્રશ્નકર્તા : અને છતાં અપમાન ના ગમે, તે કેવું કહેવાય ?
દાદાશ્રી : અપમાન ના ગમે, એ તો બહુ જ ખોટું કહેવાય. અપમાન તો ના ગમે અને એ તો આપણા બધા લોકોને અપમાન નથી ગમતું. એ ગમાડવાની શક્તિ લોકોને ઉત્પન્ન થઈ નથી. એમણે તો અપમાન કરનારો ભાડે રાખવો જોઈએ. પણ કોઈ ભાડે રાખતું જ નથી ને ! પણ ભાડાવાળો અપમાન સાચું કરે નહીં ને ! અને લોક તો, જ્યારે સાચું અપમાન કરે છે ત્યારે એ બેસી જાય છે. સાચું અપમાન કરે એને ઉપકારી ગણવાનો. પણ ત્યારે માણસ બેસી જાય છે. સાચું અપમાન કરે ત્યારે બેસી જવાય નહીં.
૨૫૪
આપ્તવાણી-૯ એટલે સામો કોઈક અપમાન કરનાર મળી આવે ને, તો બહુ ઉપકારી માનીને ‘એ જોડે ને જોડે રહે તો બહુ સારું” એવું નક્કી કરજો.
અપમાનતો પ્રેમી ! કોઈ માણસ કંઈક અપમાન કરે તે વખતે એ અપમાન કરનારો માણસ, તમારા કર્મનાં ઉદય થાય ત્યારે એ નિમિત્ત ભેગું થાય. તમારો કર્મનો ઉદય તમારે ભોગવવાનો છે, એમાં એનો શો દોષ બિચારાનો ? એટલે કરી જોજો અખતરો આ રીતે. અપમાન કરે, વખતે ગાળ ભાંડે તોય પણ આપણાં કર્મનો ઉદય છે એટલું માનજો. અગર તો આપણે રસ્તામાં જતાં હોઈએ અને ડુંગર ઉપરથી ગબડતો ગબડતો આવડો પથરો પડ્યો, તો આપણે શું કરીએ તે ઘડીએ ?
પ્રશ્નકર્તા : ભાગ્યમાં હોય તો વાગે જ.
દાદાશ્રી : ના, એમ નહીં. ડુંગર ઉપરથી પથરો ગબડતો ગબડતો આપણા માથા પર પડ્યો એટલે એ વાગ્યો, એટલે આપણે જોઈ લઈએ કે કોઈ છે નહીં. માટે એમાં કોઈની પર કષાય કરતાં નથી. અને કો'ક માણસે આવડો કાંકરો માર્યો હોય તો કષાય કરીએ છીએ. એનું શું કારણ ? આપણને સમજણ ફેર છે. એ કાંકરો મારનારોય ડુંગર છે અને પેલો ડુંગર છે. આમાં શુદ્ધ ચેતન નથી, એ મિશ્ર ચેતન છે. એ ય પથ્થર જ છે, ડુંગર જ છે બિચારો. એટલે આટલું જો કરશો તો બહુ થઈ ગયું.
એવું છે, અપમાન કરી નાખે ત્યારે અપમાનનો પ્રેમી ના થઈ શકે ને ? જેટલો માનનો પ્રેમ હોય, તે એટલો અપમાનનો પ્રેમી ના થઈ શકે, નહીં ? જેટલો નફાનો પ્રેમી છે એટલો ખોટનો પ્રેમી ના થઈ શકે, નહીં ?
ગણતરતી હેલ્પ ?
તમારું અપમાન કરે તો શું કરો તમે ? મારું કહેવાનું કે જ્યાં સત્તા ના હોય, ત્યાં ‘ગમે છે” કહી દેવાનું. સત્તા ના હોય ત્યારે શું કરવાનું ? નહીં તો ‘ગમે નહીં’ કહીએ, એટલે એ કેડ્યા કરે નહીં. આખી રાત કેડ્યા કરે, હું કે ! તમને કોઈ દિવસ કેડેલું ?!