________________
૨૫૧
આપ્તવાણી-૯
દાદાશ્રી : તેનો કશો વાંધો નહીં. બાકી, માનની કામના હોય એ જ ભીખ કહેવાય છે. કોઈ પણ વસ્તુની કામના એ ભીખ કહેવાય છે. કામના, ભીખ એ નિકાલી બાબત ના ગણાય. કામના, ભીખ નજીક નજીકના શબ્દો છે. બાકી, ઉપયોગ ના જાય તો કશું અડે જ નહીં. એટલે આમાં માર્ગ રૂંધાતો નથી. પણ ભીખવાળો તો બીજા માર્ગે ચઢયો એમ કહેવાય.
૨૫૨
આપ્તવાણી-૯ પ્રશ્નકર્તા : એ માન નીચે પાડી ન દે ?
દાદાશ્રી : એ તો અભિમાન નીચે લઈ જાય. એટલે લોક માન આપે તો ચાખવામાં વાંધો નથી. પણ જોડે જોડે એમ રહેવું જોઈએ કે આ ન હોવું ઘટે, અને માન આપે તે લેવાની આપણે છૂટ આપી છે, પણ માન આપનાર પર રાગ ના થવો જોઈએ. માન વસ્તુની છૂટ છે, પણ માન આપનાર પર રાગ ના થવો જોઈએ.
પ્રશ્નકર્તા : કોઈ માન આપે ને ગમે, એ માનની ભીખ કહેવાય ?
દાદાશ્રી : ના. ગમે, એ તો સ્વાભાવિક રીતે ગમે જ. તમને ખાંડવાળી ચા ગમે કે ખાંડ વગરની ? એ તો ખાંડવાળી ચા સ્વાભાવિક ગમે જ, પણ કોઈક કહેશે કે, ‘ભઈ, મને તો ખાંડ વગરની જ ચા ગમે છે, બોલો !' ત્યારે હું કહું કે એ અહંકાર છે. એનાં કરતાં ખાંડવાળી ચા પીને, છાનોમાનો. સ્વાદિષ્ટ તો રહે. ખરું કે ખોટું ?
પ્રશ્નકર્તા : હવે માન ગમે તો કેવું કહેવાય ?
માતમાં કપટ : માતની વિકૃતિ ! પ્રશ્નકર્તા : આ માન ચાખે, એ પછી જાગૃતિને ‘ડાઉન’ ના કરે,
દાદા ?
દાદાશ્રી : જાગૃતિ ઓછી થાય જ ને ! હવે માનમાં કપટ હોય ત્યાં જાગૃતિ ઉત્પન્ન ના થાય. માનમાં કપટ હોય ત્યાં માન દેખાય જ નહીં.
sic
દાદાશ્રી : એ ગમે, તો એનો વાંધો નથી, ગમે તો ખરું ને ! પણ છોને, માન ગમે. કશો વાંધો નહીં. કોઈ કહેશે કે, “એ માનનો મારાથી નિકાલ થતો નથી.” તો હું કહું કે, ‘હવે આ ભવમાં નિકાલ નહીં થાય, તો આવતે ભવ નિકાલ કરીશું.’ પણ માન ખા નિરાંતે !
માત ચાખો, પણ... એટલે માનની ઇચ્છા ના હોવી જોઈએ. માન આપેલું હોય ને તમારી થાળીમાં આવે તો ખાવ નિરાંતે. અને ધીમે રહીને, આતે રહીને ખાવ, રોફથી ખાવ. પણ એની ઇચ્છા ના હોવી જોઈએ.
પ્રશ્નકર્તા : પણ એ માન વટાવે, એમાં એને કંઈ વાંધો ના આવે?
દાદાશ્રી : માન વટાવે એમાં શું વાંધો ? માને તો વટાય, તે તો ખર્ચાઈ ગયું. ફરી હવે ઊભું નથી થતું ને ? માન તો ચાખો. હું કહું છું ને, ચાખો. પછી કંઈ ત્યાં આગળ ચાખવાનું છે ? ત્યાં સિદ્ધગતિમાં કંઈ માન મળવાનું છે ? અહીં મળે એટલું ચાખો નિરાંતે. પણ ટેવ ના પાડી દેશો, “હેબિટ્યુએટેડ” ના થશો.
પ્રશ્નકર્તા : માન છે તે સહજ મળે તો ચાખવાનો વાંધો નથી. પણ એ પછી વિકત થવા માંડે ને એની ઇચ્છા થાય એવું બને ને, પછી ?
દાદાશ્રી : એવું તેવું થાય, પણ તે ઇચ્છા તો હોવી જ ના જોઈએ. અને ઇચ્છા થાય તે નુકસાનકારક છે.
પ્રશ્નકર્તા તો એ માનની વિકૃતિ પછી કઈ કઈ અને કેટલે સુધીની હોઈ શકે ?
દાદાશ્રી : બહુ જાત જાતની વિકૃતિઓ હોય. માનની વિકૃતિઓ તો બહુ જ હોય. અને તે માનની વિકૃતિ જ માણસને પાછો પાડે છે. એટલે માન ચાખવાને માટે વાંધો નથી. કોઈ તમને કહે ‘આવો, પધારો સાહેબ, આમ છે, તેમ છે.' એ માન તમે બધું નિરાંતે ચાખો-કરો. પણ તેનો તમને કેફ ના ચઢી જવો જોઈએ. હા, ચાખો નિરાંતે, અને અંદર સંતોષ થશે. પણ જો કેફ ચઢ્યો તો, એ થઈ ગયું કદરૂપું ! બાકી, માન હોય ત્યાં સુધી માણસ કદરૂપો દેખાય અને કદરૂપો થાય એટલે કોઈને આકર્ષણ ના થાય. કદરૂપો દેખાય કે ના દેખાય ? મોઢા ઉપર રૂપ હોય,