________________
આપ્તવાણી-૯
હોય તો ખાનદાનીની નાદારી નીકળશે. આપણે તો ખાનદાન ! ખાનદાન માણસથી ખોટું કશું થાય જ નહીં. કશું ખોટું ના કરવું, એનું નામ ખાનદાન. કંઈપણ લોકનિંદ્ય કાર્ય નહીં કરવું, એનું નામ ખાનદાન. ખાનદાન હોય, એનાથી કોઈ લોકનિંદ્ય કાર્ય થતું નથી. લોક નિંદા કરે એવું કાર્ય ખાનદાનમાં ના હોય અને લોક નિંદા કરે તોય એ કહે કે ‘અમે ખાનદાન’, તો એ જૂઠું ખાનદાન કહેવાય. કોઈ ‘એક્સેપ્ટ’ કરે જ નહીં ને ! લોક નિંદા કરે અને ખાનદાન કહેવાય, એ બે ગુણાકાર મળે જ નહીં ને !
૨૪૯
હવે જે કામ કરીએ અને કહી દઈએ કે ‘મેં કર્યું’, તો ખાનદાની જતી રહે. ખાનદાન તો બેઉ બાજુ ઘસાય, આવતાં ય ઘસાય અને જતાં ય ઘસાય. ને કરવતી જેવો માણસ તો બેઉ બાજુ વે'રે, આપતાં ય વે’રે ને લેતાં ય વેરે !
માતતી ભૂખ !
હવે નાનપણમાં હરેક બાબતમાં જેને માન મળેલું હોય, તેને માનની ભૂખ મોટી ઉંમરમાં હોય નહીં. નાનપણમાં માનની ભૂખ મટેલી હોય તો માનની પડેલી ના હોય. અપમાનની તરછોડ વાગે તો માણસ ખલાસ થઈ જાય. નાનપણમાં બે-પાંચ-દસ વખત અપમાન જો થઈ જાય ને માન મળતું ના હોય ને માનનો તરછોડાયેલો હોય, ત્યારે માનનું જ એણે નિયાણું કર્યું હોય. તે મોટી ઉંમરમાં બહુ માની થાય, સખત માની થાય. નાનપણમાં જ એણે નક્કી કર્યું હોય કે મારે હવે આ બધાની ‘આગળ’ જવું છે. એટલે પછી એ હેન્ડલ મારીને ‘આ બધાથી આગળ આવું ત્યારે જ ખરો', કહેશે ને એ આગળ આવે પણ ખરો ! હા, તન તોડીને મહેનત બધું જ કરે, પણ આગળ જાય. અને નાનપણમાં માન મળ્યું હોય, તે વધારે આગળ જાય નહીં.
હવે માન બહુ મળે તો માનની ભૂખ મટી જાય. ‘આઉટ ઑફ પ્રમાણ' માન મળ્યા જ કરે, તો પછી માનની ભૂખ મટી જાય. પછી એને માન ના ગમે. અમને ઓછું માન આપતા હશે લોક ? એવું માન તમને મળે તો ભૂખ મટી જાય પછી.
૨૫૦
માતતા ‘સ્વાદ'માં લોભ છૂટે !
આપ્તવાણી-૯
તમને માન ગમે છે ?
પ્રશ્નકર્તા : દાદા, આ જે અત્યાર સુધી અપમાનના ભયને લીધે જે સંકુચિતતા હતી અગર તો માનની હાનિ થશે, એથી પેલું ‘ડીપ્રેશન’ રહે, અને કોઈ પ્રક્રિયામાં પોતે ભાગ પણ ના લે, આઘા ખસી જાય. તે આ માન મળે એટલે મુક્તતા આવતી ગઈ.
દાદાશ્રી : નહીં, આ લોભગ્રંથિ છે. તેથી એને માન મળે ને જે સ્વાદ આવ્યો એટલે પેલી ગ્રંથિ તૂટવા માંડી. લોભગ્રંથિ તૂટે. માનનો સ્વાદ ચાખવાનો મળ્યો એથી લોભની ગ્રંથિ તૂટે, હડહડાટ !
હવે માનની ગાંઠ હોય ને, તે માન એને ફેરવ ફેરવ કરે. જ્યાં માન મળતું હોય, ત્યાં એને કહે કે “તમારા નામની એક તક્તી મૂકાવી દઈશું.’ તો કહેશે, ‘પચાસ હજાર લખજો.' માન મળે ત્યારે લોભ છોડી દે. જ્યારે લોભિયો લાખ માન મળે તો યે લોભ છોડે નહીં. એવા લોભિયા તો આ કાળમાં શોધવાય મુશ્કેલ છે. આ કાળમાં એવા લોભિયા છે જ નહીં. લોભિયા તો ત્રીજા ને ચોથા આરામાં હતા. બહુ જબરજસ્ત લોભિયા. આ કાળમાં તો નથી માનનું ઠેકાણું ને નથી લોભનું ઠેકાણું.
માત, માતતી ભીખ
‘કંઈ જ જોઈતું નથી’, એનું બધું કામ થાય છે. વસ્તુ સામે આવી પડે તો ય નથી જોઈતી. તમારે તો જોઈએ છે ને ? શું શું જોઈએ છે ?
પ્રશ્નકર્તા : આમ ખબર પડે કે હજુ માન જોઈએ.
દાદાશ્રી : માન જોઈએ તેનો વાંધો નહીં. પણ માનના સારુ ઉપયોગ રહ્યા કરે ? કે માન કેમ કરીને મળે, એવું ? પ્રશ્નકર્તા : ના, એવો ઉપયોગ ના રહે. દાદાશ્રી : પછી માન ના મળે તો ?
પ્રશ્નકર્તા : તો કંઈ વાંધો નહીં.