________________
આપ્તવાણી-૯
૨૪૭
દાદાશ્રી : ના. જુદા નહોતા રહ્યા ત્યારે તો આ દશા થઈ હતી ને ! ત્યારે જ ઊંઘ ના આવે ને !! જુદા રહ્યા હોત તો બેસાડી ના દઈએ એને ?!
પણ અહંકાર એકલો જ પોષાયા કરે. કપટ નહીં, મમતા તો બિલકુલેય નહીં. મમતા ખરી, પણ બહુ જૂજ. અહંકારની જ મમતા, પૈસાની મમતા નહીં. એટલે કશું આવડતું નહોતું ને અહંકાર પાર વગરનો હતો. એક આટલું આવડે, કોઈને ‘હેલ્પ’ કરવાનું !
ખાતદાતીતો અહંકાર ! એટલે આ માન મને બહુ. જાણે શું યે હું મોટો ! કારણ કે ક્ષત્રિય કુળમાં જન્મેલા. પટેલ એટલે ક્ષત્રિય. એટલે પેલી પૈઠણ (દહેજ) બધા આપે ને ! તે જન્મતાં જ મોટી વાતો કરે કે આ આટલો ચેક આવવાનો ને આટલા આવવાનાં. મોટા ચેકવાળો વર આવ્યો ! અને તેવા ગુણો ય ખરા પાછાં. એ પૈઠણ એમ ને એમ આપતાં નથી. એવા ગુણો હોય, કુળના ગુણ હોય એને લીધે આપે અને એકલું કુળેય ના ચાલે. જાતિ અને કુળ બને જોઈએ, ત્યારે પૈસા આપે. નહીં તો આપે કે ?! એકલો કુળવાળો કેવો હોય ? “નોબલ’ હોય. ‘નોબલ’ હોય એટલે કુળવાનના અમુક સારા ગુણો હોય. ત્યારે એ કોઈને છેતરતો ન હોય ને કોઈ લુચ્ચાઈ ન કરતો હોય. એ કુળવાન અને જાતવાન બે હોય તો એ પૈઠણ આપવા લાયક ગણાય. જાતવાન એટલે શું ? “નોબલ’ પણ હોય અને આમ કોઈને છેતરતો ના હોય. છેતરવાના કોઈ ગુણ એનામાં હોય નહીં.
હવે ‘નોબલ' કોને કહેવો ? જે જતાં ય વે'રાય ને આવતાં ય કરવતી વેરાય. એટલે લેતી વખતે પોતે વે’રાય, સામો એને છેતરે. અને દેતી વખતે પોતે છેતરાય, એમ કરીને કે બિચારાને દુઃખ થશે, માટે આપવાનું છે, તેના કરતાં થોડું વધારે આપો. એટલે બેઉ બાજુ વે’રાય. એનું નામ ખાનદાન કહેવાય, એ ‘નોબલ’ કહેવાય.
અને આ ખાનદાનીનો અહંકાર હશે, તેનો વાંધો નથી. એ અહંકાર ખાનદાની સાચવે છે. હા, નહીં તો અહંકાર ના હોય તો ખાનદાની ઊડી જાય, નાદારી કાઢે.
૨૪૮
આપ્તવાણી-૯ અમારા મોટાભાઈ અહીં આગળ વડોદરે રહે. તે હું વડોદરે આવું ત્યારે આજુબાજુવાળા કોઈ કહેશે, ‘અમારું ગંજી પહેરણ લાવજો, અમારું આ લાવજો, અમારી બે ચડીઓ લેતા આવજો.' મિત્રો બધા કહે ને ?! અને મારો સ્વભાવ કેવો ? જેની લારી આગળ ઊભો રહ્યો અને પૂછયું એટલે એને ત્યાંથી જ લેવાનું. પછી વધતું-ઓછું હોય તો ય નભાવી લેવાનું. કારણ કે એને દુઃખ ના થાય એટલા માટે એને ત્યાંથી જ લેવાનું. એટલે હું મારો સ્વભાવ સમજું. અને જે લોકોએ વસ્તુઓ મંગાવેલી, તે લોકો સાત જગ્યાએ પૂછી પૂછીને, બધાંને અપમાન કરી કરીને પણ લઈ આવે. એટલે હું જાણું કે આ લોકો મારા કરતાં બે આને ફેર લાવે એવા છે. અને મારી પાસે મંગાવ્યું તો મારા બે આના વધારે જવાના છે. એટલે હું બે આના એ અને એક આનો વધારાનો, એમ કરીને ત્રણ આના બાદ કરીને હું પેલાને રકમ કહું. બાર આના આપ્યા હોય તો ‘નવ આના મેં આપ્યા છે” એવું એને કહું. એટલે એ એમ ના કહે કે “મારામાંથી કમિશન કાઢી ગયા. હું તો દશ આને લાવતો હતો ને મારે તમને બાર આના આપવા પડ્યા. માટે તમે બે આના કાઢી લીધા.' એવું લોક મારી ઉપર ‘કમિશન'નો આરોપ ન કરે એટલા માટે આ ત્રણ આના ઓછા લઉં, ત્રણ આના કાઢી નાખું. હા, નહીં તો કહેશે, ‘બે આના કમિશન કાઢી લીધું ” લે ! અલ્યા, નથી કાર્યો ‘કમિશન’. ‘કમિશન' કાઢવાનું હું શીખ્યો નથી મારી જાતે.
અમે નથી લીધું ‘કમિશન', આખી જિન્દગીમાં નથી કર્યું. સામા માણસે કહ્યું હોય કે, ‘ત્યાંથી મને જરા આટલું કામ કરી આપો ને !” એટલે શું કે પચ્ચીસ હજારનો માલ હોય, તે અપાવી દેવાનો હોય. તેમાં આપણે ત્રણસો-ચારસો ‘કમિશન’ ખાઈ જઈએ તો ? સામો માણસ એવું જાણતો હતો કે આ “કમિશન' ખાશે ? ને એટલા માટે એણે તમને આપ્યું છે ? નહીં. એટલે એણે આપણને સોંપ્યું અને એમાં આ વિશ્વાસઘાત ?! આવું શોભે નહીં આપણને !
પ્રશ્નકર્તા: પણ આ બધું તો ‘નેચરલ' છે ને ?
દાદાશ્રી : શું નેચરલ ?! પૈસા ખવાતા હશે ? પૈસા ખવાય નહીં. એ તો ખાનદાની છે. હવે અજ્ઞાનદશામાં ય જો ખાનદાનીનો અહંકાર નહીં