________________
૨૬૪
આપ્તવાણી-૯
આપ્તવાણી-૯
૨૬૩ ગર્વ અને ગારવતા, એ બધું પોતાની ભાષાથી સમજે ને ? અભિમાનને ગર્વ કહે એવાં લોક છે આપણાં. અહંકાર કોને કહેવો, અભિમાન કોને કહેવું, માન કોને કહેવું, ગર્વ કોને કહેવો, તુમાખીવાળો કોને કહેવો ?
પ્રશ્નકર્તા : ખુમારીવાળો કોને કહેવો ?
દાદાશ્રી : ખુમારીવાળો, એ બધાં જાતજાતનાં અભિમાન છે ને ! પછી કયો શબ્દ ? ઘમંડી ! ઘમંડ તો કશોય માલ ના હોય ને કહેશે, “અરે, વકીલના બાપને હરાવી પાડું.” એટલે આપણે સમજીએ કે ઘમંડી છે એ. જાતજાતનાં લોક બધાં, માલ બધો જાતજાતનો ! પછી મચ્છરાયેલો કહે, વળી આનામાં ઘેમરાજી બહુ છે, એમેય કહે. તે આ બધામાં ‘ડિફરન્સ” છે, તેને લઈને નામ જુદું જુદું પાડેલું. મચ્છરાળો તો થોડોક મચ્છર જેવો જ હોય. ચટકો મારે એ, તો લ્હાય બળે.
પ્રશ્નકર્તા : પણ આ બધાં અભિમાન, ઘમંડ, એ માણસની અમુક ઉંમર પછી આવે ને ? બાળકમાં એવું કંઈ બહું હોતું નથી.
દાદાશ્રી : બાળકમાં બિલકુલેય ના હોય. જેમ બુદ્ધિ વધે, તેમ આ બધું તોફાન વધતું જાય.
એટલે આ બધા શબ્દોના પર્યાય બહુ મોટા છે. પર્યાય સમજવો બહુ મુશ્કેલ વસ્તુ છે. એ તો “જ્ઞાની પુરુષ' પાસે જાણવા મળે.
પ્રશ્નકર્તા : એ બધાંના જુદા જુદા ફોડ પાડો ને !
દાદાશ્રી : આ પેલો મજૂર જતો હોય, એટલે આપણે કહીએ, ‘અલ્યા, શું તારું નામ ?” ત્યારે એ કહે, ‘લલવો.' હવે એ પોતાને લલ્લુભાઈ નથી કહેતો, એટલે આપણે જાણીએ કે એ અહંકારી એકલો જ છે.
અને આપણે કોઈકને પૂછીએ કે, “શું નામ ?” ત્યારે એ કહે કે, ‘લલ્લુભાઈ.’ એટલે આપણે જાણીએ કે આ માની હઉ છે જોડે.
અને બીજો કોઈક જતો હોય એટલે આપણે કહીએ, “કોણ છો તમે ?” ત્યારે એ કહે, ‘હું લલ્લુભાઈ વકીલ. ના ઓળખ્યો મને ?” એટલે અભિમાની હઉ કહેવાય.
એટલે આ બધાં એનાં લક્ષણ !
અહંકાર, પછી એ મમતા સ્વરૂપની સાથે થયો એટલે અભિમાન ઊભું થયું. કંઈ પણ મમતા, ગમે તે જાતની ! એટલે કોઈ પણ પ્રકારની મમતા સહિત છે એ અભિમાન થયું. જયારે અહંકાર એકલો હોય, મમતા વગર હોય, તો એ અહંકાર કહેવાય.
પ્રશ્નકર્તા : પછી તુંડમિજાજી રહ્યું ને ? એની ડેફિનેશન’ શું કહેવાય ?
દાદાશ્રી : તુંડમિજાજ ! નહીં સમજણનો આંકડો, નહીં લક્ષ્મીનો આંકડો, તો ય મિજાજ પાર વગરનો. પૈણવાનું ના મળતું હોય તો ય પાછો મિજાજ ! અલ્યા, પણવાનું નથી મળતું તો ય શાનો મિજાજ કર્યા કરે છે તે ? એ તુંડમિજાજ કહેવાય ને, પછી.
પછી તુમાખીવાળો. તે આજથી પોણો સો વર્ષ ઉપર કલેકટરો, પોલીસો, ડી.એસ.પી.ઓ., એ બધાની તુમાખી હતી, જાણે ભગવાન હોય એટલી તુમાખી રાખતા હતા. અને મોટા મોટા શેઠિયાઓને મારે-ઝુડે. મોટા મોટા શેઠિયાઓને હંટરથી ફટકારે. જો તુમાખી, તુમાખી !! હમણાં થોડાક જ વખત પર મેં જોયેલી બધી. અમારો ધંધો કંટાક્ટનો ને, એટલે બધા ઓફિસરો પાસે જવાનું, તે તુમાખીવાળા જોયેલા ત્યાં. આ ટ્રેનમાં કલેક્ટરના સામે ફર્સ્ટકલાસમાં બેસાય નહીં. આમ ચોખ્ખા હતા. શિસ્તની બહાર ના ચાલે. પણ ત્યારે તુમાખી પાર વગરની હતી. કેવી તુમાખી ! લોકોને હડધૂત, હડધૂત કરી મૂકે. અમારા કામ પર એક્ઝિક્યુટીવ એન્જિનિયર આવે ને, તે ધમધમાટ કરાવી દે અને ધારે એમ કરી નાખે. કારણ કે પાવર છે ને, એની પાસે.
અમે જોયેલી આ તુમાખી બધી. તે મને અત્યારે હસવું આવે છે, આ મોટા મોટા કલેક્ટરોને જોઈને. પહેલાં શું તુમાખી રાખતા હતા, જાણે ભગવાન આવ્યા હોય એવું. અને અત્યારે તો કલેક્ટર ચપ્પલ પહેરીને નીકળ્યો હોય ને એના પગ ઉપર આપણો બૂટ પડે તો ‘પ્લીઝ, પ્લીઝ કરે. પહેલાં તો આવું બન્યું હોય ને, તો હંટરથી ફટકારે. તેય સ્ટેશન ઉપર ને સ્ટેશન ઉપર જ ફટકારે. જ્યારે હવે તો ‘પ્લીઝ, પ્લીઝ' કરે. આ માર