________________
આપ્તવાણી-૯
૨૩૮
આપ્તવાણી-૯
પરતંત્ર છો ? કંઈ મારા દબાયેલા હોય તો વાત જુદી છે. પેલા ગુરુમાં દબાયેલા હોઈએ, તે ત્યાં વખતે સ્વતંત્ર થવા ફરો તો વાત જુદી છે. અહીં કંઈ દબાયેલા નહીં, કશું નહીં, અને હું તો કહું છું કે, હું તો બધાનો શિષ્ય છું.” પછી ભાંજગડ શેને માટે ? પણ ટેવ પડેલી અનાદિની,
સ્વતંત્રમાં મજા આવે, ‘ઈન્ટરેસ્ટ’ આવે. મેલ પૂળો ઇન્ટરેસ્ટને ! મહીં પડી રહે ને આમાં, આ સત્સંગમાં ને સત્સંગમાં !!
પ્રશ્નકર્તા : પણ દાદા, સ્વતંત્રતા કરતાં ‘હું કંઈક જાણું છું એવું દેખાડવાની ઇચ્છા હોય.
દાદાશ્રી : એ જ ભાંજગડ છે ને ! ‘હું જાણું છું’ એ તો બધું, જાણતો કશુંય ના હોય.
હવે એક ભવ આધીનતાથી કાઢવો. પ્રશ્નકર્તા : આધીનતાથી તો સારું ને, કંઈ ઉપાધિ તો નહીં.
દાદાશ્રી : હા, ઉપાધિ નહીં. બધા આધીનતાથી જ કાઢે. પણ કો'કનું મહીં મૂળિયું વાંકું હોય તે વેષ ભજવીને ઊભો રહે પાછો, જુદી દંડુકી વગાડે !
આધીતતા પણ ઉપર તહીં મને કેટલાક લોકો એમ કહે છે કે, ‘તમે થોડીઘણી ચાવીઓ જુદી તમારી પાસે રાખી મૂકતા નથી ?” મેં કહ્યું. શેનાં હારુ હું ચાવીઓ રાખી મૂકું ? મારે ગુરુ તરીકે રહેવું હોય અને રોફ બજાવવો હોય એવો, તો ચાવીઓ રહેવા દઉં. પણ મારે રોફે ય નથી બજાવવો અને ગુરુ તરીકે રહેવું ય નથી. અમારે તો તું જ ગુરુ હવે. ગુરુ તરીકે રહેવું હોય ને, તે પોતાનું પૂરેપૂરું જ્ઞાન આપે નહીં. કારણ કે શિષ્યને થોડું થોડું આપતો જાય એટલે શિષ્ય જતો ના રહે, અને એનું ગાડું ચાલ્યા કરે.
અને અહીં તો બધાંને છૂટ છે. અહીં તો મારી પાસે રહે છે ને, એમને કહી દઉં કે તમારે જ્યારે ભાગી જવું હોય ત્યારે ભાગી જજો. હું ના નહીં કહું. તમે મને મુશ્કેલીમાં મુકશો તો ય હું તમને ના નહીં કહું.
તમારે જ્યારે ભાગી જવું હોય ત્યારે ભાગી જજો. શું વાંધો પછી ? અને હું ક્યાં આમને માથે વીંઢાળું ? એવું તો આ ગુરુઓ કરે કે જેમને બીજી લાલચો હોય.
જેને કંઈ લાલચ નથી એને ખુદાયે પૂછે નહીં. કારણ કે ખુદા પૂછે કે “તુમ કહાં ગયે થે ?” તો એ ખુદા ફસાય ! કોને પૂછયું સાહેબ, તમે આ ?! ભૂલ કરી આ !! જેને કોઈપણ પ્રકારની લાલચ નથી એમને પૂછવાનો અધિકાર નથી. ખુદાને પણ પૂછવાનો અધિકાર નથી. લાલચ છોડો. લાલચમાં બધુંય આવી જાય.
હેતુ, પૂર્ણકામતો ઘટે તમે જોયેલી લાલચ ? પ્રશ્નકર્તા : અરે, આપણે જ લાલચુ હતા ને ! દાદાશ્રી : એમ ?! શી બાબતમાં ?
પ્રશ્નકર્તા : અરે, ગમે તે બાબતમાં, સત્સંગની બાબતમાં લાલચુ જ હતા ને !
દાદાશ્રી : આ મારી જોડે લાલચુ એ લાલચુ કહેવાતા નથી. બીજી બધી બાબતોમાં લાલચુ કહેવાય. આ લાલચ ના કહેવાય. મારી જોડે તો આ સ્વાર્થેય ના કહેવાય. મારી જોડે તમે જે સ્વાર્થ રાખો, એનું નામ જ પરમાર્થ !
પ્રશ્નકર્તા : હું અહીં આવ્યો અને ખેંચાઈને આવ્યો છું. પણ જ્ઞાન મેળવવાની લાલચથી જ આવ્યો છું ને !
દાદાશ્રી : એ લાલચ સારામાં સારી ! એ ઉત્તમમાં ઉત્તમ લાલચ !! આ લાલચ તો ના રાખેને, તેને અમે કહીએ કે, ‘જરા કચાશ છે તમારામાં, પાકા નથી.’ લાલચ તો આની રાખવા જેવી છે. બાકી, સંસારમાં કોઈ ચીજની લાલચ રાખવા જેવી છે નહીં. લાલચ તો આની રાખવા જેવી છે. તમે રાખી એ ઉત્તમ કામ કર્યું.
પ્રશ્નકર્તા : પણ આ જ્ઞાનની લાલચ કહેવાય ?