________________
આપ્તવાણી-૯
૨૩૫
આપ્તવાણી-૯ પ્રશ્નકર્તા : અમુક માણસો એવા હોય છે કે યેનકેન પ્રકારેય એમને પોતાને જાહેર થવું જ હોય છે, તો માણસની વચમાં.
દાદાશ્રી : એ તો પાંચ-દસ માણસોના ગુરુ થવાની ટેવ છે એને. શિષ્ય થતાં તો આવડતું નથી ને ગુરુ થઈ બેસવું છે ! એટલે પછી કોઈ ઘરાક હાથમાં આવ્યું ને, કે ત્યાં બેસી જાય. પણ તે ય લાલચ માટે, બધું ભોગવવા માટે કોઈ વસ્તુ ભોગવવાની નહીં, એવું નહીં.
અનંત અવતાર આ જ કર્યું છે બળ્યું. તેનાં જ આ લક્ષણ ! આ દુઃખ અને આ અડચણો બધી તેની જ છે, આ જ કર્યું છે !! દડુકી વગાડનાર પાંચ-સાત-દસ જણ જોઈએ, કે ચાલ્યું પછી ગાડું ! એની જવાબદારી શું આવશે એનું ભાન નથી. આ અવતારમાં છૂટે તો ય સારું છે, બહુ સારું છે. પણ આ વાત સમજે તો છૂટે. નહીં તો લાલચ મોક્ષ જવા દે નહીં.
પ્રશ્નકર્તા : પણ આવું દંડુકી વગાડનારાં ભેગાં કરીને જ્ઞાની થઈ જાય, એની જવાબદારી શું આવે ?
દાદાશ્રી : એ તો હડાહડ અગ્નિ ! નર્કગતિ ! એ ભોગવે એટલે પછી પાછો તૈયાર થઈને અહીં આવે, ફરી પાછું એનું એ જ ! લાલચ પડેલી જાય નહીં ને ! ‘જ્ઞાની પુરુષ' હોય ત્યારે બદલાઈ જાય કંઈક.
આપણને લાલચ ના હોય તો પાછળ ફૂદાં ય ભમે નહીં. લાલચ હોય ત્યાં ફૂદાં ભમે. લાલચ નહીં એ દુનિયાનો રાજા ! અને લાલચુ તો લાળો પાડ પાડ કરે, તોય વળે નહીં કશું ય.
લાલચને જીવવાની ને મજબૂત થવાની જગ્યા મળે, તો હવે એ જગ્યા જ આપીએ ત્યારે ને ? એટલે ત્યાં પછી પ્રતિક્રમણ કરવા પડે. ‘ફરી હવે નહીં જવાનું કહીએ. આપણે કહેવું કે, ‘ચંદુભાઈ, ફરી આવું જવાનું નહીં.'
એક ભવ, “જ્ઞાતી'તી આધીનતામાં ! એથી અમે શું કહ્યું કે આ સત્સંગની એકતા છોડશો નહીં. નહિ તો જુદું જવા ફરે. પણ કશુંય નહીં આવડે. લોક ધક્કા મારીને કાઢી મૂકશે ! આવું ના ચાલે. ચાલતું હશે ? બનાવટ કરેલો વાઘ કેટલો દહાડા ચાલે ? વાઘનું ચામડું પહેરીને ફરે તો ચાલે ? એ મૂળિયું જ ઊગે નહીં, એટલા માટે કહી દીધેલું, મૂળિયું જ ના ઊગવું જોઈએ આપણને. એ તો આપણે આ ભવ આધીનતામાં જ કાઢવાનો. આધીનતા છોડશો નહીં. કારણ કે જમાવટ કરે તો માણસો ભેગા થઈ જાય. પણ એમાં પોતાનું અહિત થાય અને પેલાનુંય અહિત થાય.
આપણે ત્યાં એક ભાઈ જુદું કાઢીને બેઠો હતો હ૩. બેચાર જગ્યાએ ‘દાદા'ના નામ પર કરી આવ્યો બધું. મોટી મોટી સભાઓ ભરી આવ્યો ને બધું કરી આવ્યો. પણ મેં કહ્યું, ‘અલ્યા, માર ખાઈશ છેવટે, કેટલા દહાડા ઓઢેલું ચાલશે ?” પાછો, આમ પાછો ય ફરી જાય. આમ આડો ના થઈ જાય. પણ લાલચ પેસી જાય, તે ‘કંઈક કરી આવું' કહેશે. એ પાછો જમાવી દે એવો હતો. એક ફેરો તો હજારો માણસ ભેગાં કર્યા હતાં. કારણ કે મોઢે જરા આકારવાળો હોય, ભવ્યતા સારી ! પણ એને મેં ચેતવી દીધો, સહેજ પણ ‘દાદા'ની આધીનતા તું છોડીશ તો નર્કે જઈશ. તું શબ્દો કંઈથી લાવવાનો હતો ? આ શબ્દ મારા કહેવા પડશે લોકોને. મારા કહેલા શબ્દો ચાલશે, પણ નવે નવાં કહેવા જઈશ તો નર્ક જઈશ !”
એટલે મારે ચેતવવા પડે. આવી યે લાલચ હોય ‘દાદાથી સ્વતંત્ર થવા ! અલ્યા, આમાંય સ્વતંત્ર થવું છે ? સ્વતંત્ર તો થઈ ગયા, કંઈ
પોતાની છૂટવાની મજબૂત ભાવના, ‘સ્ટ્રોંગ” ભાવના હોય, પણ પેલી લાલચ ને એ બધું આંતર્યા કરે ને ! પણ પોતાના ખ્યાલમાં રાખે ને, કે ક્યારે ઉડાડી મૂકું ? જેમ દુશ્મનોને ખ્યાલમાં રાખે ને, એવું. તો આનો નિવેડો આવશે. નહીં તો નિવેડો ના આવે.
પ્રશ્નકર્તા : આ લાલચ એ ભયંકર રોગ છે !
દાદાશ્રી : એ ઘણાં કાળનો રોગ છે તે કેમ કરીને મારું માનતા થાય ! તે પછી આંબે કેરી હાલી કે મહીં હાલ્ય હડહડાટ !! આંબે કેરી હાલવી જોઈએ, એટલે અહીં યે અંદર કેરી હાલે !