________________
આપ્તવાણી-૯
૨૩૩
કદી કરે ને, આ ઘરનાં બધાં માણસો જોડે એમ તેમ થોડો ફેરફાર થવા માંડ્યો તો એની સાથે લક્ષ્મી કે પછી એને ખૂટશે નહીં.
એટલે પહેલાં તો ભૂલની પ્રતીતિ બેસવી જોઈએ. પછી એને ખાતરી થાય ત્યાર પછી ભૂલ ભાંગવા માંડે અને પછી પુરુષાર્થ માંડવો પડે એક બાજુ. આ ભૂલ એવી નથી કે પુરુષાર્થ વગર ચાલી જાય. જબરજસ્ત પુરુષાર્થ માંડવો પડે. પછી વીસ શક્તિ ઉત્પન્ન થઈ, એટલે વીસ પાછી ફરી શક્તિ વાપરી એટલે ચાળીસની શક્તિ ઉત્પન્ન થાય, ફાયદો થાય. એમ કરતાં કરતાં શક્તિ જબરજસ્ત વધી જાય.
પ્રશ્નકર્તા : એ પોતે ભાવના કરે કે આજ્ઞા પાળવી જ છે તો એનું પરિણામ આવે કે નહીં ?
દાદાશ્રી : આજ્ઞા તો પાળવી જ જોઈએ ને ! અને સમભાવે નિકાલ કરવો જ જોઈએ. પછી ઘરવાળા બધાં કહે, “ના, દાદાજી અમારા તરફની કોઈ ફરિયાદ નથી.’ મહિનામાં પરિણામ આવ્યા વગર રહે છે ? સાચું હંમેશાં પરિણામ લાવે અને જુઠું ય પરિણામવાળું હોય. અમે તો એટલે કહીએ કે આ ઘરનાનો પહેલો નિકાલ લાવો, રસ્તો લાવો.
પરિણામ લાવે તો જ એને લાભ છે ને ! થોડું પરિણામ આવેને, એટલે દસ પરિણામી જાય ત્યારે વીસની શક્તિ ઉત્પન્ન થાય. ફરી પાછું વીસ પરિણામી જશે તો તો ચાળીસની શક્તિ વધે. પછી પોતાને માલમ પડે ને, કે આ શક્તિ વધી છે મારી ?! નહીં તો આ તો ‘ડીઝોલ્વ થયેલી શક્તિ છે.
૨૩૪
આપ્તવાણી-૯ વસ્તુથી દૂર રહે ?
દાદાશ્રી : હા, અને પછી ઘરના દરેક માણસની સાથે “એડજસ્ટ’ થઈ શકે. સમભાવે નિકાલ કરવાની એ આજ્ઞા મુખ્ય છે ને ! અને ઘરનાં બધાનામાં શુદ્ધાત્મા જોવા જોઈએ ને ?! પણ આ તો કશુંય યાદ નહીં, ભાન જ નહીં ને, એ જાતનું !
રસ્તો આ છે કે ‘દાદા'ની આજ્ઞામાં રહેવું એવો નિશ્ચય કરીને બીજે દહાડેથી શરૂ કરી દે અને જેટલી આજ્ઞામાં ના રહેવાય એટલાનાં પ્રતિક્રમણ કરવાનાં. અને ઘરનાં દરેક માણસને સંતોષ આપવો, સમભાવે નિકાલ કરીને. તો ય એ ઘરનાં બધાં કૂદાકૂદ કરે તો આપણે જોઈ રહેવાનું. આપણો પાછલો હિસાબ છે તેથી કૂદાકૂદ કરે. હજુ તો આજે જ નક્કી કર્યું. એટલે ઘરનાં બધાંને પ્રેમથી જીતો. એ તો પછી પોતાને ય ખબર પડે કે હવે રાગે પડવા માંડ્યું છે. છતાં ઘરનાં માણસો અભિપ્રાય આપે ત્યારે જ માનવા જેવું. છેવટે તો એનાં પક્ષમાં જ હોય ઘરનાં માણસો.
પછી ‘વાઈફ' પર ધણીપણું ના કરવું જોઈએ. ધણી છે નહીં, ને ધણીપણું કરો છો ! નામના, કહેવાતા ધણી છે. તેમાં પાછું ધણીપણું કરો છો ! સાચા ધણી હોય તો વાંધો નહીં. હવે નથી ધણી, ત્યાં આગળ આપણે ધણીપણું કરીએ તો ઊલટી મુશ્કેલી ઊભી થાય ને ?! એટલે પોતે ધણીપણું ના બજાવવું જોઈએ. હવે એ બઈ આપણી ઉપર ધણીપણું બજાવે તો આપણે હસવું કે “ઓહોહો ! તમે ય છે તે, ઉધાર કરેલું જમે કરાવ્યું ખરું’ એમ કહીએ. એ તો સારું જ ને, આ જમે કરાવે તે ?!
‘દાદા'ની નિરંતર આજ્ઞામાં રહેવાય તો વાંધો નથી. આજ્ઞામાં રહેવાય નહીં તો ફરી પ્રતિક્રમણ કરવું.
પૂજાવાની લાલચ ! આ તો કેવું કે એ લાલચ ક્યારે ઊગી નીકળે એ કહેવાય નહીં. પાંચ-સાત જણ જ જો મળ્યા હોય તો બહુ થઈ ગયું ને ! આખા મુંબઈ શહેરમાં ખબર આપી દે કે આ જ્ઞાની આવ્યા છે, ટોળકી ઊભી થઈ કે બધું તૈયાર કરી નાખે. વાળ ના હોય તો પેલા વેચાતા લઈ આવીને કરશે.
આ તો અત્યાર સુધી આજ્ઞામાં તો એક મિનિટે ય રહેતો નથી. આજ્ઞામાં રહેતો હોય તો ઘરનાં માણસને દુઃખ થાય ? કેવો સમભાવે નિકાલ કરીને બધાંનો પ્રેમ જીતી લે ! આ તો આજ્ઞામાં રહેતો જ નથી આજ્ઞા શું છે તે જાણતો જ નથી. ખાલી બુદ્ધિથી જાણે કે આ શબ્દોથી જાણે, પણ ભાવાર્થ ના જાણે. નહીં તો આજ્ઞામાં રહેનારને થોડો-ઘણો મતભેદ હોય, બાકી ભાંજગડ ના હોય. ઘરનાં માણસ એનાથી કંટાળે નહીં.
પ્રશ્નકર્તા : એટલે ઉપાયમાં તો શુદ્ધાત્મામાં રહે, પ્રતિક્રમણ કરે,