________________
૨૩૨
આપ્તવાણી-૯
૨૩૧ આજ્ઞા પાળવી અને બુદ્ધિથી આજ્ઞા પાળવી એમાં ફેર શો ?
દાદાશ્રી : જ્ઞાનથી આજ્ઞા પાળે એટલે બધે પરિણામ પામેલું હોય, અને બુદ્ધિથી આજ્ઞા પાળે એટલે પરિણામ પામે નહીં કશું.
પ્રશ્નકર્તા : પરિણામ પામે ત્યાં શું હોય ? દાદાશ્રી : સમભાવે નિકાલ થાય એટલે બધે રાગે પડી જાય. પ્રશ્નકર્તા : એટલે પરિણામ આવે બહાર ?
દાદાશ્રી : ચોક્કસ આવે, પાસ જ થાય. આ તો આપણે જોઈએ ને, તો કશું કોઈ દહાડો ય રાગે નથી પડ્યું. એક દહાડો ય નહીં, એક કલાકે ય નહીં ને !
પ્રશ્નકર્તા એટલે આ બધું ઊંધું હતું કે ‘હું આજ્ઞા પાળું છું, હું બધું પામી ગયો છું' ?!
દાદાશ્રી : ઊંધું જ ને, ત્યારે બીજું શું ?! બુદ્ધિનો જ ખેલ બધો. બધાંને જે કંઈ કહે, બધાંની જોડે વાતો કરે તે ય બુદ્ધિની જ વાતો ! એ સ્પર્શે નહીં, ને સામો શું કે જાણે કે ઓહો, શું થઈ ગયા ! એટલે મારે સામાને કહેવું પડે કે ભઈ, કશુંય નથી ત્યાં આગળ !
નહીંતર પરિણામ તો બધાં માલમ પડે, સુગંધી આવવા માંડે.
પ્રશ્નકર્તા : એટલે બહાર પરિણામ ના આવતું હોય તો ત્યાં સુધી બુદ્ધિથી જ પાળી રહ્યો છે એમ ગણાય ? બીજા ‘મહાત્મા’ઓને માટે પૂછું
આપ્તવાણી-૯ જેવું જ બધું, એમાં ફેરફાર ના દેખાય. પણ ખરે ટાઈમે ખસી જાય ને બીજાને ખરે ટાઈમે ખસે નહીં.
પ્રશ્નકર્તા : બુદ્ધિનું જ્ઞાન એટલે આ જ્ઞાનને બુદ્ધિથી સમજેલો હશે ?
દાદાશ્રી : એને બુદ્ધિજ્ઞાન પ્રગટ થયું હોય. કારણ કે આ લાલચની જે ખરાબી રહી ને, એટલે જ્ઞાન ઊભું ના થાય ને ! મહામુશ્કેલી બિચારાંને ! ઘણોય પસ્તાય, પણ શું થાય ? કોઈ મિનિટ સુખ પડે નહીં.
પ્રશ્નકર્તા : હવે જે બધી ભૂલો કરી હોય, એ બધી ભૂલોનું પ્રતિક્રમણ ‘જ્ઞાની'ની પાસે કરી લે અને પાછો નિશ્ચય કરીને ‘જ્ઞાની'એ બતાવ્યું એ પ્રમાણે ચાલે તો ?
દાદાશ્રી : પણ હજુ ભૂલ દેખાતી નથી, તો શી રીતે પ્રતિક્રમણ કરે તે ? એ તો જેમ જેમ અમારા કહ્યા પ્રમાણે આગળ વધતા જશે, તેમ તેમ ભૂલો દેખાતી જશે. આ તો હજુ ભૂલો થઈ છે તે ય દેખાતી નથી.
એટલે આ આજ્ઞા પાળવાની શરૂઆત કરે, પછી ઘરમાં, બીજાં બધાં આજુબાજુ બધાંને સંભાળે, એમ કરતાં કરતાં બધી ભૂલો દેખાતી જશે. અને એ ભૂલો દેખાશે, અમુક હદ સુધી આવશે, તો અમે ય રસ્તો કરી આપીશું પછી આગળ ! આ તો બધી શક્તિ પાછી લાલચને મળે છે, એટલે એમાં ને એમાં શક્તિ પેસી જાય. આ અમારી મુકેલી શક્તિ પેલી લાલચમાં વપરાઈ જાય. એ તો અમારે જવાબદારી આવે. થોડોઘણો ઉકેલ આવ્યા પછી અમને એમ લાગે, ખાતરી થાય, તો અમે પાછળ શક્તિ મુકીએ. નહીં તો એ શક્તિ પછી આમાં વપરાઈ જાય. તો એ શક્તિના આધારે પાછું આમાં મલિદા મળે.
એટલે એ તો અમુક હદ સુધીનો સંયમ આવે, એવું આપણને આમ લાગે તો શક્તિ આપેલી કામની. નહીં તો આ શક્તિ આપી આપીને જ આવું થયું છે ને ! એવું હું સમજી ગયો છું.
પ્રશ્નકર્તા પણ જે રીતે લાભ હોય, એ રીતે આપ કંઈ કહો ને ! દાદાશ્રી : હા, એ તો એ રીતે કહીએ. પણ આ કહ્યું એટલું જો
દાદાશ્રી : ના, બીજાને નહીં. બીજાને તો કશું અડે નહીં, બિચારાને ! એ તો લાલચવાળાને માટે, લાલચુ હોય તેને ત્યાં મૂળ જ્ઞાન પામેલું ના હોય !
લાલચને આપણું ‘જ્ઞાન’ આખુંય હાજર રહે છે, પણ બુદ્ધિનું જ જ્ઞાન રહે છે. એટલે ખરે ટાઈમે ઊડી જાય. બુદ્ધિનું જ્ઞાન એટલે ખરે ટાઈમે ઊભું ના રહે, ખરે ટાઈમે એ ખસી જાય. આમ દેખાય ‘આ’ના