________________
૨૩)
આપ્તવાણી-૯
આપ્તવાણી-૯
૨૨૯ પ્રશ્નકર્તા: તો પછી આ જ્ઞાન જેવું જોઈએ એવું ફળ આપ્યું નથી, ત્યારે જ આમ થાય ને ?
દાદાશ્રી : નહીં. લાલચુ છે એટલે “જ્ઞાન” જ ફળ ના આપે. મૂળમાંથી જ, ગ્રંથિ જ લાલચુ ! એ લાલચ ‘જ્ઞાન'ની અસર ના કરવા દે. તેથી શાસ્ત્રકારોએ કહ્યું ને, લાલચુ ઊતરતાં ઊતરતાં નર્કગતિમાં જાય. લાલચુ તો કોઈ ચીજ બાકી ના રાખે.
પ્રશ્નકર્તા : એવું થાય કે “જ્ઞાન” લીધા પછી, લાલચોનો પણ જ્ઞાતાદ્રષ્ટા રહી શકે ?
દાદાશ્રી : ના. પણ ત્યાર હો કંઈક લાલચ આવે ને, તો પાછો ત્યાં જાય. જ્યાં એમનો ‘સ્લીપિંગ પાથ’ છે કે, જ્યાં લપસવાની જગ્યા છે ને, ત્યાં આગળ એ લોકોને જાગૃતિ રહેતી નથી. અમુક જગ્યાએ તો બહુ સરસ જાગૃતિ રાખે. પણ જ્યાં સ્લીપિંગ, એની જે લપસવાની જગ્યાઓ છે ને, ત્યાં આગળ જાગૃતિ નથી રહેતી.
‘જ્ઞાની’ પાસે ફરે તો ફરી જાય વખતે ! એ તો મન-વચનકાયાથી બહુ મજબૂત થઈને, શુદ્ધ ચિત્તે વાત કરે ને, તો કશું થાય, તો ફરી જાય. નહીં તો ના ફરે. પણ લાલચ તો શુદ્ધ ચિત્ત જ ના થવા દે. નિર્ણય રહે નહીં ને ! લાલચ પોતાના નિર્ણયને તોડી નાખે.
પ્રશ્નકર્તા : પણ એને કોઈ વખત એવું મનમાં આવે કે મારે આમાંથી નીકળવું છે ?
દાદાશ્રી : એ હોય, હોય ! પણ લાલચ એવી વસ્તુ છે ને, એ પહેલું લાલચ જાય તો જ પછી નીકળાય.
પ્રશ્નકર્તા : “જ્ઞાની પુરુષ'ની આજ્ઞામાં રહે તો એનો અંત આવશે
પ્રશ્નકર્તા : પણ દાદા, શુદ્ધાત્મા પદ મળ્યું છે. ત્યારે એ તો જોયા જ કરે ને ?
દાદાશ્રી : પણ તે લપસવાની જગ્યાએ ના જુએ. બીજા બધામાં જુએ અને લપસ્યો એ તો મહીં એને લાલચ છે તેથી જ ને !
પ્રશ્નકર્તા : તે ઘડીએ આજ્ઞામાં ના રહ્યો તો લપસવાનું થાય ?
દાદાશ્રી : લાલચ છે એટલે ત્યાં આગળ આજ્ઞામાં રહી શકે જ નહીં ને ! લાલચ હોય ત્યાં આત્મા એકાકાર થઈ જાય. એટલે એને તો બહુ પુરુષાર્થ કરવાની જરૂર છે.
પ્રશ્નકર્તા : ફરી ‘જ્ઞાન'માં બેસે તો લાલચ નીકળે ?
દાદાશ્રી : ના નીકળે. ‘જ્ઞાનમાં બેસવાથી કંઈ ઓછું નીકળે છે? આ તો પોતે આજ્ઞામાં રહેવાનો પ્રયત્ન કરે, તે નિરંતર આજ્ઞામાં રહેવું જ છે. એવું નક્કી કરે ને આજ્ઞાભંગ થાય તો પ્રતિક્રમણ કરે, ત્યારે દહાડો વળે.
દાદાશ્રી : લાલચનો અંત લાવે તો આવે. લાલચને ઉખાડશે તો આવશે. એટલે એના સામે પ્રયોગ કરે કે આજ્ઞા પૂરી પાળવી છે ને ના પળાઈ તો પ્રતિક્રમણ કરવાં છે, એવું. પછી ઘરવાળાં બધાં માણસો જોડે ‘રેગ્યુલર' થઈ જવું જોઈએ. ‘સમભાવે નિકાલ” આજ્ઞા પાળે એટલે પછી રેગ્યુલર’ થાય ને ? પછી ‘રિયલ-રિલેટિવ' જોવું જોઈએ.
પણ તો ય આપણે પૂછી જોઈએ કે આજ્ઞાપૂર્વક એકેય દહાડો જોયું છે કે ? એ આજ્ઞાપૂર્વક જોઈ રહ્યો હોય તો આવું પરિણામ ના આવે ને ? જોયાનું પરિણામ તરત આવે. આ તો બધું બુદ્ધિનું, કશી ‘હેલ્પ' ના કરે. એ વાતો ય બધી બુદ્ધિની કરવાનાં.
પ્રશ્નકર્તા : એટલે બુદ્ધિથી જ આખી આજ્ઞાને ‘એડજસ્ટ’ કરે ? દાદાશ્રી : હા, જ્ઞાનથી નહીં. બુદ્ધિથી ‘એડજસ્ટ’ કરે. પ્રશ્નકર્તા : તો પછી એનું પરિણામ કેવું આવે ?
દાદાશ્રી : કશુંય નહીં. બુદ્ધિથી તો નાશ થઈ જાય બધું ! બુદ્ધિ વિનાશી, અને એનાથી આ જે જે થયું એ બધું વિનાશી હોય.
પ્રશ્નકર્તા : ના, પણ તો જ્ઞાનથી કેવી રીતે હોય એ ? જ્ઞાનથી