________________
આપ્તવાણી-૯
૨૨૭ પ્રશ્નકર્તા : એટલે રૂઝાવાની ઘણી દિશા હોય એની પાસે !
દાદાશ્રી : હા, છતાં જો કદી એ શુદ્ધાત્મામાં રહે, આજ્ઞા પાળે, ને એક બાજુ વસ્તુઓ બધી છોડી દે તો રાગે પડી જાય. પણ આ તો એને પોતાને ય ખબર ના પડે કે મને લાલચ છે. ભાન જ ના હોય ને, એવું. એવું ભાન હોય તો તો પોતે છૂટો ના થઈ જાય ? આ તો અમે દેખાડીએ, ત્યારે એને કંઈ દેખાય. એ તો એમ જ જાણે કે આ હું ‘સમભાવે નિકાલ કરું છું. લોકનિંદ્ય કામો આચરવા અને સમભાવે નિકાલ કરવો, એ બેનું સામસામી બનતું હશે ? પોતાની સ્ત્રી સાથે વાંધો નથી. પણ લોકનિંઘ કામો આચરવાં અને આજ્ઞા પાળું છું એમ માને, આને આજ્ઞાનો દુરુપયોગ કર્યો કહેવાય. બળ્યો ‘લાસ્ટ’ દુરુપયોગ - સો ફેરા દુરુપયોગ બોલીએ એવો દુરુપયોગ કર્યો કહેવાય. દુરુપયોગ તો આ સાધારણ માણસો ય કરે છે અને એ લાલચુ તો આપઘાતી, પોતાનો ઘાત જ કરી રહ્યો છે. જો પુણ્યશાળી હોય તો ચેતી જાય. નહીં તો ના ચેતે. ચેતે ય શી રીતે ? કારણ કે એમાં ‘ઇન્ટરેસ્ટ’ પડતો હોય એને પાછો, એટલે ત્યાં પાછો ભમી જાય.
એટલે બીજ ગયું નથી. બીજ તો હમણે પાણી પડ્યું કે ફૂટ્યું ! સંજોગો બાઝયા નથી એટલે. સંજોગ બાઝે કે તરત ફૂટે. આપણે જાણીએ કે અહીં પુરાવા કશું રહ્યું નથી, એકલી વાડ જ દેખાય, ગાંઠો બાંઠો, છોડવા, કશું છે જ નહીં, પણ ગાંઠો હોય અંદર. તે પાણી પડ્યું કે ફૂટ્યું ! એટલે કોઈ અભિપ્રાય ના અપાય કે એને કશું ઓછું થયું છે. એવું થાય જ નહીં ઓછું. શી રીતે થાય છે ? એટલે બધાનો છેડો આવશે, પણ લાલચુનો છેડો નહીં આવે.
કુસંગતો પાસ ! અનંત અવતારથી આનું જ બગડેલું છે. પોતાની જિંદગી જ ધૂળધાણી થાય અને બીજાનીયે, જોડેવાળાનીયે ધૂળધાણી થાય.
આ બધો તાલ કુસંગોથી બેસી ગયેલો. હવે એક ફેરો તાલ બેઠા પછી ગાંઠો જાય નહીં ને ! તે આવડી આવડી મોટી ગાંઠો થયેલી હોય. આવડી નાની ગાંઠો હોય તો જતી રહે. આવડું મોટું લોહચુંબક હોય તો
૨૨૮
આપ્તવાણી-૯ એ ટાંકણીને ખેંચે. પણ મોટા લોખંડને ખેંચવા જઈએ તો ? લોહચુંબકેય ખેંચાઈ જાય. લોહચુંબકને પકડી રાખીએ તો આપણો હાથ હઉ ખેંચી જાય. એવું આ તો બધું કુસંગનું છે.
એથી શાસ્ત્રકારોએ કહ્યું, કે ઝેર ખાઈને મરવું સારું, પણ કુસંગનો પાસ ના જોઈએ !
એનાં આવરણ ભારે ! કોઈ લાલચ એને ના હોય એવું નહીં. એટલે એવા તો અહીં આવે ત્યારથી હું એને ચોપડું કે, ‘પાંસરો રહેજે. અનંત અવતારથી માર ખાધો, પણ તોય લાલચ જતી નથી. અહીં આવ્યા પછી તારું ઠેકાણું ના પડે, તો શું કામનું ?”
અમારી ‘જ્ઞાની પુરુષ'ની વાણી વીતરાગ વાણી હોય, એટલે વીતરાગતાના ચાબખા હોય. એ વાગે બહુ, અસર બહુ કરે. પણ દેખાય નહીં.
પણ આ મુખ્ય ગુણ જે લાલચ કામ કરી રહ્યો છે, એ તો ‘જ્ઞાની'નાં વાક્યને ય ખઈ જાય, વાટીને ખઈ જાય ! લાલચ !! એ લાલચરૂપી અહંકાર છે ને, એ તૂટતો નથી એ લોકોનો !! “જ્ઞાન” આપીએ છીએ ત્યારે આ અહંકાર તૂટતો નથી, આ ભાગ જીવતો રહે છે. તેથી પછી આ વેષ વધે છે.
આજ્ઞાપાલત જ અંતિમ ઉપાય ! પ્રશ્નકર્તા : આ “જ્ઞાન” લીધાં પછી આ લાલચ ભાગ એનો ગયો ના હોય ?
દાદાશ્રી : એ લાલચ જીવતી રહે.
પ્રશ્નકર્તા : એટલે એનો અર્થ એવો કે એને “જ્ઞાન’ પરિણામ નથી પામ્યું ?
દાદાશ્રી : અમુક ભાગ પરિણામ પામ્યું, પણ બીજી લાલચ જીવતી
રહી.