________________
૨૨૬
આપ્તવાણી-૯
આપ્તવાણી-૯
૨૨૫ દાદાશ્રી : તિરસ્કાર કે ગમે તે, પણ તે તો વસ્તુનો તિરસ્કાર થાય ત્યારે બીજી વસ્તુની લાલચ ઊગે. અને ચીજો તો બધી બહુ ને ! આ તો જેમ કરિયાણાને ત્યાં બધી જ જાતની ચીજો હોય ને ? એવું આમને, લાલચને ત્યાં બધી જ ચીજો હોય, બધી જ ડબીઓ હોય. એ તો સામટું ફેંકી દે ત્યારે રાગે પડે. નહીં તો એકનો તિરસ્કાર કરે તો બીજું વધારે પેસે. એ તો અહીં સત્સંગમાં બેઠાં બેઠાં કોઈ દહાડો નીકળશે. પણ તે ય એકદમ તો નીકળે નહીં. એ સહેલી વાત નથી.
લાલચ શી રીતે જાય, તેનો રસ્તો નથી. પણ અહંકાર ઊભો કરે ને લાલચને કાઢે, તો લાલચ જાય. એટલે લાલચને અહંકારે કરીને કાઢી નાખવાની. એ તો જબરજસ્ત અહંકાર ઊભો કરે તો વાંધો નથી. ‘દાદા’ પાસે શક્તિઓ માગીને અહંકાર ઊભો કરે અને અહંકારથી એ કાઢી નાખે ત્યારે ! એ ય એમ ને એમ તો નીકળે નહીં ને ! સહજ થયેલું, તે નીકળે કેમ કરીને ? એટલે અહંકારથી કાઢી નાખે ત્યારે જાય. પણ ફરી પાછો એ અહંકાર ધોવો પડે. પણ પહેલી લાલચ કાઢી નાખે, ને પછી અહંકારને ધોવાનો !
એટલે અહંકારે કરીને પણ કાઢી નાખ. એ અહંકાર પછી અમે કાઢી આપીશું. નહીં તો અનંત અવતારનો આ રોગ ક્યારે નીકળે ? એ તો મારા જેવાની હાજરીમાં નીકળ્યું તો નીકળ્યું, નહીં તો રામ તારી માયા !
ત્યારે લાલચ જાય ! પ્રશ્નકર્તા : આ લાલચુને છૂટવા માટે બીજો કોઈ ઉપાય તો ખરો ને ?
દાદાશ્રી : એ તો એ પોતે લાલચ છોડે તો જ જાય. બધી બાબતમાં ઉપરથી છેદ ઊડાડી દે તો જ થાય. નહીં તો આપઘાત સ્વભાવ છે એનો ! લાલચ એટલે પોતે પોતાનો આપઘાત કરવો તે. એનો કોઈ ઉપાય નથી લખેલો.
પ્રશ્નકર્તા : એ બધો છેદ ઊડાડવો હોય તો તે કઈ રીતે ઊડે ?
દાદાશ્રી : નહીં, એ ઊડે જ નહીં. એ તો પોતે પોતાનું બધું બંધ કરી દે, લલચાવનારી ચીજો બધી જ બંધ કરી દે, બાર મહિના સુધી
અપરિચય થઈ જાય, તો પછી ભૂલી જવાય, વિસારે પડી જાય. અપરિચયની જરૂર. લાલચુ માણસ તો રાત્રે બે વાગે ય કો'ક કંઈક દેખાડે તો તૈયાર ! એને ઊંઘવાની યે પડેલી ના હોય.
જેટલી ચીજ લલચાવનારી હોય એ બધી જ બાજુએ મૂકી દે, એને યાદ ના કરે. યાદ આવે તો પ્રતિક્રમણ કરે, તો એ છૂટે. બાકી, શાસ્ત્રકારોએ એનો કંઈ ઉપાય બતાવ્યો નથી. બધાનો ઉપાય હોય, લાલચનો ઉપાય નહીં. લોભનો ઉપાય છે. લોભિયા માણસને તો મોટી ખોટ આવે ને, ત્યારે લોભ ગુણ જતો રહે હડહડાટ !
લાલચ ખાતર તો દુઃખ આપે ! આ તો આખો દહાડો લાલચમાં ને લાલચમાં જ ભમ્યા કરે. લાલચને લીધે બળતરા થાય. તે અહીં સત્સંગમાં આવે એટલો વખત શાંતિ રહે અને એટલા માટે તો અહીંયા આવે. બાકી, આખો દહાડો લાલચમાં જ ભમ્યા કરે.
એની પાસે ‘જ્ઞાનીની કૃપા મે કશું ના કરે. કૃપા યે હારી જાય ત્યાં તો. લાલચુ એટલે દગાખોર. આજ્ઞા જ ના પાળે ને ! કૃપા શી રીતે ઊતરે તે ? અને દુનિયામાં કોઈને ય સુખ ના આપે, બધાંને દુઃખ આપે. એની લાલચ ખાતર એ ગમે તેને દુ:ખ આપે. ને પેલાં બધાં તો એક અવતાર કતલ થાય, પણ બીજે અવતારે ક્યાં કતલ થવાનાં છે ? જેના ભાગ્યમાં હોય, તે એક અવતાર કતલ થાય. બીજે અવતારે કંઈ ઓછું કતલ થવાનું છે ?
આવો દુરુપયોગ થતો નથીને! પ્રશ્નકર્તા : એની લાલચનો એને માર પડે ને ? દાદાશ્રી : બહુ માર પડે. પ્રશ્નકર્તા : તો એ પાછો ના ફરે ?
દાદાશ્રી : માર પડે ત્યારે બીજી લાલચ સાંભરે કે આ પેલું કરી આવીશ હમણે. એટલે રૂઝાઈ જાય.