________________
આપ્તવાણી-૯
૨૨૩
પ્રશ્નકર્તા : આપ અટકણ કહો છો એ અને લાલચ, એ બે એક જ પરિણામી વસ્તુ છે ?
દાદાશ્રી : અટકણ જુદી વસ્તુ છે. અટકણ તો નીકળી શકે છે. અટકણો બધી હોય જ દરેક માણસને, પણ નીકળી શકે. આપણાં અહીં અટકણવાળા બધાં બહુ છે ને ! છતાં નિરંતર એ મારી આજ્ઞામાં જ રહે એવાં યે છે. અટકણનો વાંધો નહીં. અટકણ તો ભાંગે કોઈક દહાડો. પણ આ લાલચુ તો આજ્ઞામાં જ ના રહી શકે ને ! કારણ કે લાલચની જગ્યા આવે ને, ત્યાં એ પોતે જ ભમી જાય. જાગૃતિ ત્યાં આગળ રહે નહીં. લાલચતી ગ્રંથિ !
પ્રશ્નકર્તા : એ લાલચો જન્મજાત વસ્તુ છે કે સંગથી ઉત્પન્ન થયેલી
છે ?
દાદાશ્રી : જન્મ્યો ત્યારથી જ એ ગ્રંથિ બધી આવી પડેલી છે.
પ્રશ્નકર્તા : તો આ લાલચ છે એ આ જન્મની છે કે આગલા જન્મની છે ?
દાદાશ્રી : એ તો આગળના જ જન્મની છે ને ! પણ આ જન્મમાં ય હજુ તો ભમી જાય છે. એટલે તે ઘડીએ ભમી ના જાય ત્યારે લાલચ છૂટી પડે. પણ ભમી ના જાય એવું બને નહીં ને !
લાલચ તો બહુ ખરાબમાં ખરાબ ચીજ છે. હવે મરી જાય તો જ લાલચ જાય. પણ એ લાલચનું બીજ હોય, તેથી ફરી એને લીધે બીજે અવતાર પાછી લાલચ ઊભી થાય. બાકી, લાલચ જાય નહીં. લાલચ તો માણસને મારી નાખે, પણ જાય નહીં. લાલચ તો અજ્ઞાનતાની નિશાની છે. એવો નિશ્ચય છોડાવે લાલચો !
એટલે ‘કોઈ વસ્તુ ના ખપે' એવું નક્કી કર્યું, ત્યારથી લાલચ શબ્દ જ ઊડી જાય. નહીં તો લાલચ જ જોખમ ને ! ક્રિયા એ જોખમ નથી, લાલચ જોખમ છે. ‘કોઈ પણ વસ્તુ ના ખપે', પછી આપણે લઈએ એ
૨૨૪
આપ્તવાણી-૯
વાત જુદી છે. બાકી, આપણને લાલચ હોય નહીં. લાલચ તો નર્કે લઈ જાય અને જ્ઞાન પચવા ના દે.
પ્રશ્નકર્તા : આ ‘જ્ઞાન’ પછી પણ આ લાલચો બધી રહેવાની
ખરી ?
દાદાશ્રી : કો'કને રહે.
પ્રશ્નકર્તા : એને આ લાલચોમાંથી છૂટવું હોય તો તે શી રીતે છૂટે ? દાદાશ્રી : એ જો એનો નિશ્ચય કરે તો બધું છૂટે. લાલચથી છૂટવું તો જોઈએ જ ને. પોતાનાં હિતને માટે છે ને ! નિશ્ચય કર્યા પછી, છૂટ્યા પછી પેલી બાજુ સુખ જ લાગશે. એ તો વધારે સુખ લાગશે, નિરાંત લાગશે ઊલટી. આ તો એને ભય છે કે આ સુખ મારું જતું રહે. પણ એ છૂટ્યા પછી તો વધારે સુખ લાગશે.
પ્રશ્નકર્તા : પણ એ ભય નીકળે નહીં ત્યાં સુધી પેલો લાભ થાય નહીં ને ? પેલો ભય છે એને એટલે આ બાજુ નિશ્ચય ત્યાં સુધી થવા ના દે ને, એને ?
દાદાશ્રી : એટલે ભયને લઈને એની લાલચ છૂટે નહીં, ને એને ભય છે કે ‘આ સુખ મારું જતું રહેશે.' અરે, જતું રહેવા દેને, અહીંથી. તો જ પેલું આવશે.
અહંકારે કરીતે ય કઢાય !
પ્રશ્નકર્તા : એક રીતે તો આ લાલચ એ પણ કર્મનો ઉદય જ છે ને ? દાદાશ્રી : હા, કર્મનો ઉદય છે. પણ આ કર્મનો ઉદય ખોટો છે ને ? પ્રશ્નકર્તા : તો પછી લાલચો ઉત્પન્ન થવાનું કારણ શું ? દાદાશ્રી : એવા સંજોગો મળી આવે ત્યારે લાલચો ઊભી થાય.
પ્રશ્નકર્તા : જે વસ્તુ પ્રત્યે લાલચ હોય એ વસ્તુનો તિરસ્કાર થશે ત્યારે લાલચ છૂટી જશે ?