________________
આપ્તવાણી-૯ ફસાવે છે ?
દાદાશ્રી : હા, એવું બને ને ! કોર્ટમાં જોખમદારીવાળી તારીખ હોય તો ય પણ લાલચની જગ્યા આવી ગઈ, લાલચ પ્રાપ્ત થાય એવી જગ્યા મળી ગઈ, તો એ કોર્ટેય છોડી દે. એટલે જોખમ બધું ોરે.
પ્રશ્નકર્તા : એ માણસને બહુ બેજવાબદાર માણસ કહી શકાય ?
દાદાશ્રી : બેજવાબદાર ના કહેવાય, પણ બહુ વધારે જવાબદારીવાળો કહેવાય ! લાલચમાં જ શૂરો હોય એટલે બહુ જવાબદારી હોરે.
લાલયતી નજર જ ભોગમાં પણ લાલચુ એટલે સબ બંદરકે માલિક. એ તો પછી બધાય બંદર પર એની ‘સ્ટીમર' ઊભી રહે. અને જે પોતાનો માલ હોય, એનો વેપારી પોતાનો ભેગો થાય એવો કાયદો છે !
પ્રશ્નકર્તા : પણ એ તો નજર જ ત્યાં હોય ને ?
દાદાશ્રી : ના. નજર ઉપરથી નહીં. કાયદો જ એવો છે. કારણ કે આપણે મોઢેથી દવા પીએ ને, તે ક્યાં જશે ? જ્યાં આગળ દુ:ખે છે ત્યાં જ જાય. આ મોઢેથી, જ્યાં દુ:ખે છે ત્યાં આગળ દવા શી રીતે ગઈ ? એ કાયદા છે, આકર્ષણ છે ત્યાં. એટલે આપણે શું કહીએ છીએ ? દર્દ દવાને આકર્ષણ કરે છે, નહીં કે દવા દર્દને સપડાવે છે.
એટલે દર્દ જ દવાને આકર્ષણ કરે છે. બજારમાં કોઈ જગ્યાએ શીશી ના મળતી હોય, તે શીશી અહીં આવીને ઊભી રહે. અને પછી કહે, “આ દવા કોઈ જગ્યાએ મળતી નહોતી. આ એક જ મળી. હતી એક જ એની પાસે.” મેં કહ્યું, ‘હા, હું સમજી ગયો. તારા કહેવા સિવાય હું સમજી ગયો !”
આતી લાલચ શી છે ? પ્રશ્નકર્તા : એવું ખરું કે લાલચને નોકરી-ધંધો કરવાનું મન ના થાય, લાલચને લીધે ?
દાદાશ્રી : એ મળે ય નહીં ને મન પણ ના થાય.
૨૨૨
આપ્તવાણી-૯ હવે લોક તો નવી નવી લાલચ દેખાડે ત્યારે મનમાં થાય કે આ કેળું લઈ જઉં કે લૂમ લઈ જઉં ?! જ્યારે કંઈક ખરી મહેનત કરીને કમાવી લાવ્યો હોય, પણ એ કમાણી જવાની થાય ત્યારે આવું લાલચવાળું આપણને ભેગું થાય. લોક તો લાલચો દેખાડે, પણ પોતાને લાલચ ઊભી થઈ કે મુશ્કેલીમાં મૂકાઈ જાય. બાકી, આપણે તો એવો ધંધો કરીએ કે જે આપણને ‘હેલ્પ’ આપે. આપણી પ્રકૃતિમાં જે ધંધા છે એટલા જ ધંધા કરીએ તો જ આપણને વળે. પણ પ્રકૃતિમાં ખાલી આભાસ માત્ર દેખાતા હોય એવા ધંધાઓ કરવા જઈએ ને, તેમાં જ માર્યા જાય ! પ્રકૃતિમાં પણ આભાસ જેવા ધંધા હોય. કોઈકે કહ્યું કે તરત મહીં લાલચના માર્યા ચોંટી પડવાનું મન થાય. એ બધું આભાસ જેવું કહેવાય. અમને એવું બનેલું. અમે આ બધા આભાસી ધંધા જોયેલા.
આ સંસારની આશા રાખીએ, લાલચ રાખીએ કે ના રાખીએ તો કે તેનું તે જ ફળ આવવાનું છે. આની લાલચ શી તે ? નાશવંત ચીજો છે. તમે ઠોકર મારશો તો યે એ પાછું આવશે. અને નહીં તો તમે ‘આવ, આવ' કરશો તો યે નહીં આવે. કારણ કે એ બધું ‘મિકેનિકલ' છે !
સ્વચ્છંદ, અટકણ ને લાલચ ! આ તો હજુ લાલચ રહી ગઈ છે ને, એ લાલચ મારી નાખે પોતાને ! એટલે અમે ચેતવણી આપ આપ કરીએ કે ચેતો, ચેતો. બાકી, બહુ મજબૂત માણસ હોય, પણ આગળ આવી શકે નહીં ને !
પ્રશ્નકર્તા : પણ એ તો લાલચ નીકળી જાય તો પછી આગળ આવી શકે ને ?
દાદાશ્રી : પણ લાલચ જ ના નીકળે, બળી ! એ લાલચને કાઢતાં તો બહુ ટાઈમ જાય એ તો..
પ્રશ્નકર્તા : સ્વછંદી અને લાલચમાં શું ફેર ?
દાદાશ્રી : સ્વછંદીનો વાંધો નહીં. સ્વછંદી તો હોય, પણ લાલચનો બહુ વાંધો.