________________
આપ્તવાણી-૯
આપ્તવાણી-૯
૨૧૯ પ્રશ્નકર્તા: પણ એને પછી શું ફળ મળે?
દાદાશ્રી : કશો ફાયદો નહીં. પણ આમ અહંકાર કે “જોયું ને, આ કેવો સીધો કરી નાખ્યો !” અને પેલો બિચારો લાલચથી કરેય એવું ! પણ સ્ત્રીને પછી ફળ ભોગવવું તો પડે ને ?
પ્રશ્નકર્તા : એમાં સ્ત્રીપણાને બચાવ કરે છે પોતે ?
દાદાશ્રી : ના. સ્ત્રીપણાનો બચાવ નહીં, એ અહંકાર જ રોફ મારે છે. તે પેલાને માંકડાની પેઠ નચાવે. પછી એનાં ‘રીએકશન’ તો આવે ને ? પેલો ય વેર રાખે પછી કે હું તારા લાગમાં આવ્યો, ત્યારે તે મારો વિષ કર્યો ને મારી આબરૂ લીધી. તું લાગમાં આવે એટલી વાર છે !” તે પછી લઈ લે આબરૂ, ઘડીવારમાં ધૂળધાણી કરી નાખે પછી.
લાલપુતો સ્પર્શ બગાડે સંસ્કાર ! નાના છોકરા છોકરી હોય છે, એને લાલચુ માણસથી આમ અડાય પણ નહીં. નહીં તો એ લાલચુ માણસનો હાથ અડે ને, તો એ નાની છોકરીના સંસ્કાર ખરાબ પડી જાય. નાનો છોકરો હોય તો ય એના સંસ્કાર ખરાબ પડી જાય. માટે એ હાથ ના અડે તો સારું. કારણ કે એ લાલચુ ગલીપચી સારું તો બોલાવે એને, હમણે સામે કાળાં દેખાતાં છોકરાં હોય, ના ગમે તેવાં હોય તો એ બોલાવે નહીં. આ તો ગુલાબનાં ફૂલ જેવી એટલે એને બોલાવે. તે ય ગલીપચી સારુ. એ ગલીપચી, એમાં કંઈ ઓછો વિષય છે ? પણ ના અડે ત્યાં સુધી ઉત્તમ ! કારણ કે લાલચનું મન તો ત્યાં જ જાય પાછું. આકર્ષણ કંઈ વિષયનું એકલાનું જ હોય ? જો કે અહીંય વિષય વસ્તુનો છે નહીં, પણ આકર્ષણ હોય. એનાં કરતાં અપવિત્ર ના થાય એ સારું.
૨૨૦
પ્રશ્નકર્તા : લાલચ એટલે દેખતાં જ ગલગલિયાં થઈ જાય ?
દાદાશ્રી : ગલગલિયાં તો ખરેખરાં થાય. પણ આ લાલચ છે એવું ઓળખાય તોય સારું !
કોઈને દેખે તો તરત એ લાલચુના મનમાં એમ થાય કે “ચાલો, આજે જોડે જઈને ખાઈશું.’ એ લાલચ તે ઘડીએ આપણે શું કરવું જોઈએ ? મેં તો હમણાં જ ખાધું હતું. હવે નહીં ફાવે.’ સ્વમાન જેવું હોવું જોઈએ ને ? લોક તો આપણને ખવડાવે, પણ મનમાં રહે ને ! ઓછું કંઈ મનના ચોપડામાં ભેંસાઈ જાય છે ? એટલે પેલો ભેગો થાય કે વિચાર તો આવે ને, કે આ ખવડાવે તો સારું ? પણ એ વિચારને ફેરવવા એ આપણું કામ ! ફેરવવો એ આપણો પુરુષાર્થ કહેવાય. એને નહીં ફેરવવાના જોખમદાર આપણે. જે વિચાર ફેરવ્યા, એ વિચારના આપણે જોખમદાર નહીં. અને વિચાર ના ફેરવ્યા તો એ વિચારના આપણે જોખમદાર થયા !
પ્રશ્નકર્તા : હવે ખાવાની ચોખ્ખી ના પાડી દીધી, તો એ પેલાના ભાવને તરછોડ મારી ના કહેવાય ?
દાદાશ્રી : શાની તરછોડ કહેવાય ? એ તો કોઈ કહેશે કે ‘હેંડો, બહાર દારૂ પીવા.' તો ? એમાં શાની તરછોડ ? આવા પોલાં બહાનાં શું કરવા ખોળો છો ? એ કહે તો આપણે જઈએ ને ના ખાવું હોય તો આપણે આમ લઈને આમથી આમ નાખી દઈએ. બધુય આવડે. આમ ચાંપ દબાવીને ચલાવી લેવાનું. કંઈ ના આવડે એવું ઓછું છે ?
એક જ વસ્તુ ખાતા હોય તો ય પણ વાંધો નહીં ને ! એને બીજી કોઈ લાલચ નહીં ને !! એટલી એક જ લાલચમાં રમ્યા કરે, બસ. એક ઉપર આવી જાય તો ય વાંધો નહીં ને ! આ લાલચુ તો જેની ને તેની લાલચમાં પડ્યા હોય ! એટલે પછી એણે જ્યાં જ્યાં ચોર પેસી જાય ને, ત્યાં ત્યાં વાડ ઘાલી દેવી પડે. લાલચ તો બહુ ઝેરી વસ્તુ છે. લાલચ તો એક ‘લિમિટ’ પૂરતી હોય, એકાદ. એનો વાંધો નહીં.
લાલય વહોરે જોખમો જ ! પ્રશ્નકર્તા : કોઈ એક લાલચ કે જે ‘એકસ્ટ્રીમ’ છે, એ જ એને
એ જ પુરુષાર્થ ! બાકી લાલચ કંઈ એકલા વિષયની હોય છે ? બધી લાલચ ! ખાવાની-પીવાની બધી લાલચો જ છે ને ! કંઈ પણ ખાવાનો વાંધો નહીં, પણ લાલચ ના હોવી જોઈએ.