________________
આપ્તવાણી-૯
૨૧૭ એનો સ્વાદ ગમે. હાથેય અડાડીએ તો આમ સરસ લાગે, તેય ગમે. માટે આપણે શું કહીએ છીએ કે જલેબી ખાવ. કારણ કે આ ઇન્દ્રિયો કબૂલ કરતી હોય તો ખાવ. પણ આ વિષયમાં તો ઇન્દ્રિયો સોડે ને, તો ત્રણ દહાડા સુધી ખાવાનું ના ભાવે.
લાલચને તો કોઈ બઈ વિષય ના આપે ને, તો એને “બા” કહે, એવા બેભાન માણસો છે ! મારું શું કહેવાનું કે આત્મસુખ ચાખ્યા પછી પેલા સુખની જરૂર જ ક્યાં રહી ?!
બાકી, વિષય એટલે નર્યો ગંદવાડો, ગંદવાડો ને ગંદવાડો ! આ તો ઢાંક્યો ગંદવાડો !! આ ચાદર ખસેડી નાખે ને, આ પોટલું છોડે ને, ચાદર છોડી નાખે ને, તો ખબર પડે. બધું ભોપાળો ! એ સમજણ યાદ નહીં રહેવાથી, એનું ભાન નહીં રહેવાથી જ આ વેષ છે ને ! ને લાલચુ તો શું કરે ? પેલીને અહીં હાથે પરું નીકળ્યું હોય, ને તે આ બહુ લાલચે ચઢ્યો હોય ને પેલી કહે, ‘ચાટી જા.” તો એ ચાટી જાય. કૂતરાં ય જે ચાટે નહીં, એને આ ચાટી જાય. એ લાલચુ કહેવાય. તોય એને અહમ્ ના જાગે. અહમ્ જાગે નહીં કે, ‘આ કેમ થાય ? મેલ પૈડ, મારે નથી જોઈતું.’ આ લાલચ તો મારી નાખે માણસને. કાયદો છે કે ડુંગળી બહુ ખાનાર હોય ને, એને ડુંગળીનો અહીં ઢગલો હોય ને, તોય ગંધ ના આવે. અને ડુંગળી ખાતો ના હોય ને, તો ત્રીજા રૂમમાં બે ડુંગળીનાં કાંકરા પડ્યા હોય તો અહીં એને ગંધાય, એટલે લાલચને બેભાનપણું આવી રીતે થઈ જાય.
વિષય એટલે તો પાશવતા ! વિષય એ તો પાશવતાની નિશાની કહેવાય. એ કંઈ મનુષ્યપણાની નિશાની છે ?! વિષય તો એક-બે છોકરાં થાય એટલાં પૂરતું જ હોય. પછી વિષય હોતો હશે માણસને ?
એનાથી જ અથડામણ ! પ્રશ્નકર્તા : વિષયની લાલચમાં પોતે સફળ ન થાય ત્યારે શંકા ને એ બધું પછી કરે છે ને ?
દાદાશ્રી : સફળ ના થાય એટલે બધુંય કરે. શંકાઓ કરે, કુશંકાઓ કરે બધી. બધી જાતના વેશ કરે એ પછી. યા અલ્લાહ પરવરદિગાર થાય
૨ ૧૮
આપ્તવાણી-૯ પછી ! એક લાલચ હી થાય પછી. પણ એ જ એને પાછું ફજેત કરે તે જુદું. એના કબજામાં ગયા એટલે ફજેત કર્યા વગર રહે નહીં ને !
| ‘વાઈફ' જોડે મન-વચન-કાયાથી કોઈ સંબંધ જ નથી અને ધણીપણું કરે, એ ના થવું જોઈએ. ધણીપણું તો ક્યારે કહેવાય ? મનવચન-કાયાથી પાશવતાનો સંબંધ હોય ત્યાં સુધી ધણીપણું કહેવાય.
પ્રશ્નકર્તા : પણ વિષય હોય તો જ ધણીપણું કરતો હોય ને ?
દાદાશ્રી : ધણીપણું એટલે શું કે દબડાવીને ભોગવવું. પણ પછી આવતા ભવનો હિસાબ આવી જાય ને ?!
પ્રશ્નકર્તા : એ શું થાય ?
દાદાશ્રી : વેર બંધાય ! કોઈ આત્મા દબાયેલો રહેતો હશે ઘડીવાર ?
બહુ અથડામણ થાય ને, પછી કહેશે, “મોટું તોબરો જેવું લઈને શું ફરો છો ? તે તોબરો પછી વધારે ચઢે. પછી એ રીસ રાખે. પેલી કહે, મારા ઘાટમાં આવે ત્યારે હું એનું તેલ કાઢીશ.” તે રીસ રાખ્યા વગર રહે નહીં ને ! આ જીવમાત્ર રીસ રાખે, તમે છંછેડો એટલી વાર ! કોઈ કોઈનો દબાયેલો નથી. કોઈ કોઈને લેવાદેવા નથી. આ તો બધું ભ્રાંતિથી મારું દેખાય છે, મારું-તારું !
આ તો નાછુટકે સમાજની આબરૂને લીધે આમ ધણીના દબાયેલા રહે. પણ પછી આવતે ભવ તેલ કાઢી નાખે. અરે, સાપણ થઈને કેડે હલ !
તે લાલચમાંથી લાચારીમાં ! એક સ્ત્રી એના ધણીને ચાર વખત સાષ્ટાંગ કરાવડાવે ત્યારે એક વખત એડવા દે ! ત્યારે એના કરતાં આ દરિયામાં સમાધિ લેતો હોય તે શું ખોટું ? શા સારું આ ચાર વખત સાષ્ટાંગ ?!
પ્રશ્નકર્તા : આમાં સ્ત્રી શાથી આવું કરે છે ? દાદાશ્રી : એ એક પ્રકારનો અહંકાર છે.