________________
આપ્તવાણી-૯
તેનો નિકાલ કરે, પણ ખોળે નહીં.
કોઈ ભવમાં લાલચ ગઈ નથી, તેથી જ આ બધું દુઃખને ! અને દુઃખે ય અનંત અવતાર મળે, સુખ કોઈ કાળે ના મળે. લાલચ એ દુઃખનું જ કારણ છે. સુખનો ધરાવો યે ના આવે કોઈ દહાડો ય. આ એક અવતારની લાલચ હોય નહીં માણસને, કેટલાય અવતારની લાલચ હોય. પણ હવે આ એક અવતારમાં એ લાલચ તોડી નાખે તો પાંસરું થઈ જાય. એટલે લાલચ ગુણ જ્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી જોખમ તૂટે નહીં.
૨૧૫
આપણું ‘જ્ઞાન’ શું કહે છે ? જગતમાં ભોગવવા જેવું છે શું ? તું અમથો આની મહીં ફાંફા મારે છે. ભોગવવા જેવો તો આત્મા છે !
પ્રશ્નકર્તા : એમાં સુખ જે રહેલું છે એવું બીજે ક્યાંયે સુખ છે જ
નહીં.
દાદાશ્રી : બીજે સુખ હોતું હશે ?! બધું કલ્પિત છે એ સુખ તો. આપણે સુખ કલ્પીએ તો સુખ લાગે.
એક જણ કહે છે, મને જલેબી બહુ ભાવે છે અને એક જણ કહે, મને જલેબી દેખું છું ને ચીતરી ચઢે છે. એટલે એ સુખ કલ્પેલાં બધાં.
જગત આખું સોનાનો સ્વીકાર કરે અને ‘જ્ઞાની પુરુષ' એનો સ્વીકાર ના કરે અગર તો જૈનના સાધુઓ ય સોનાનો સ્વીકાર ના કરે. જગતના લોકોએ વિષયમાં સુખ કહ્યું. વિષય એટલે નર્યો ગંદવાડો, એમાં સુખ તે હોતું હશે ?
વિષયતી લાલય, કેવી હીત દશા !
પ્રશ્નકર્તા : હવે આ વિષયમાં સુખ લીધું, એના પરિણામે પેલા ઝઘડા ને ક્લેશ બધું થાય ને ?
દાદાશ્રી : બધું આ વિષયમાંથી જ ઊભું થયું છે અને સુખ કશુંય નહીં પાછું. સવારના પહોરમાં દિવેલ પીધા જેવું મોઢું હોય. જાણે દિવેલ પીધેલું ના હોય ?!
આપ્તવાણી-૯
પ્રશ્નકર્તા : એ તો કંપારી છૂટે કે આટલાં બધા દુઃખો આ લોકો સહન કરે છે આટલા સુખને માટે !
૨૧૬
દાદાશ્રી : એ જ લાલચ છે ને, આ વિષય ભોગવવાની ! પછી એ તો નર્કગતિનું દુઃખ ત્યાં ભોગવે ને, ત્યારે ખબર પડે કે શું સ્વાદ ચાખવાનો છે આમાં !! ને વિષયની લાલચ એ તો જાનવર જ કહી દો ને ! વિષયમાં ઘૃણા ઉત્પન્ન થાય તો જ વિષય બંધ થાય. નહીં તો વિષય શી રીતે બંધ થાય ? તેથી કૃપાળુદેવે કહ્યું કે, થૂંકવાનું યે ના ગમે.
પ્રશ્નકર્તા : આ બધી વસ્તુઓમાં દોષ ઊભો થાય, તે જાગૃતિ ન હોવાથી જ ઊભો થાય ને ?
દાદાશ્રી : લાલચ હોય તો જાગૃતિ રહે નહીં. મૂળ લાલચ જ હોય
છે.
પ્રશ્નકર્તા : તો પછી લાલચ કાઢવા શું પુરુષાર્થ કરે ? મારે વિષય ન જોઈએ, એવું ?
દાદાશ્રી : એ તો વાત સમજે એક વાર, વિષયને જો સારી રીતે સમજી લે તો ! એ વિષય તો આંખને ના ગમે એવો છે, કાનને સાંભળવાનો ના ગમે એવો છે, નાકને સોડવાનો ના ગમે એવો છે, જીભને ચાટવાનો ના ગમે એવો છે. પાંચેય ઇન્દ્રિય નાખુશ થઈ જાય, પાંચેય ઇન્દ્રિયોને ગમે નહીં, એમ બધી જ રીતે ફોડ પાડીને સમજવું પડે. મનનેય ગમતું નથી, બુદ્ધિનેય ગમતું નથી, અહંકારનેય ગમતું નથી, છતાંય શી રીતે ચોંટ્યો છે તે જ સમજાતું નથી.
પ્રશ્નકર્તા : એમાં ક્ષણિક સુખ દેખાતું હોય ને !
દાદાશ્રી : ના. ક્ષણિક સુખનો સવાલ નથી. પણ આ બધાં લૌકિક
રીતે જ ચોંટેલા છે ને !
જેમાં કોઈ ઇન્દ્રિયો કબૂલ કરતી નથી. જલેબીનો વાંધો નથી. જલેબી વિષય છે પણ એનો વાંધો નથી. એ આંખને દેખવી ગમે. એને ભાંગીએ તો સંભળાય. એટલે કાનને ગમે. નાકને સુગંધી ગમે. જીભનેય