________________
૨૩૯
આપ્તવાણી-૯
દાદાશ્રી : લાલચ તો શું હેતુ માટે છે, એ જોવાય છે. કારણ કે લાલચ તો બહુ સરસ કામ કરે છે, જો હેતુ સારો હોય તો.
પ્રશ્નકર્તા : આ શુભ હેતુની લાલચ છે, એમ ગણાય ને ?
દાદાશ્રી : શુભ હેતુ નહીં, આ પૂર્ણકામની લાલચ ! શુભ હેતુ તો, હમણે દાન શીખ્યા કે ફલાણું શીખ્યા એમાં શુભ હેતુ છે જ. પછી પાછો અશુભ હેતુ આવશે. પણ જ્યાં શુદ્ધ હેતુ છે કે જ્યાં પૂર્ણકામ થવાનું છે, પછી કોઈ કામ બાકી ના રહે એવું પૂર્ણકામસ્વરૂપ હોય, એ શુદ્ધ હેતુ છે !
૨૪૦
આપ્તવાણી-૯ આવે છે. તું નવા બે શબ્દ બોલ. શબ્દો નવા હોવા જોઈએ કે ‘ડીઝાઈનવાળા હોવા જોઈએ કે ‘પ્રેક્ટિકલ' હોવા જોઈએ, એવું હોવું જોઈએ. તો કંઈ માણસમાં ફેરફાર થાય. નહીં તો એ તો આગે સે ચલી આઈ, એને શું કરવાનું ? એ ‘સીમીલી’ તો હું વાંચત તો મને ય જડત !
તેથી કૃપાળુદેવે કહ્યું ને, કે શાસ્ત્રમાં નથી, સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે એવી જેની વાણી છે તો એ “જ્ઞાની” કહેવાય ! નહીં તો પછી એને ‘જ્ઞાની” કહેવાય જ નહીં ને !!
શાસ્ત્રમાં નથી, સાંભળવામાં નથી... પ્રશ્નકર્તા ઃ હવે જ્ઞાની વગર આવા ફોડ કોણ પાડી શકે ? બાકી, જગતમાંથી છૂટવું હોય તે કેટલું બધું જોખમી છે !
દાદાશ્રી : આવું ભાન જ ના હોય ને ! ખરેખર તો, હું બંધાયેલો છું કે નહીં એવું જાણે તો ય બહુ સારું. પણ બંધાયેલો છે એટલે એ જાણે કે “આ બધાય લોક કરે છે ને !' એટલે એને બહાનું જડ્યું. અલ્યા, બધા કૂવામાં પડ્યા હોય તો તારે હઉ કૂવામાં પડવું ?!
પણ લાલચ છૂટી કે એની સુંગધી આવે ! પ્રશ્નકર્તા : અધ્યાત્મમાં લાલચુ શબ્દ કોઈ દિવસ સાંભળ્યો નથી.
દાદાશ્રી : કોઈ છૂટું પાડે જ નહીં ને ! કોણ છૂટું પાડે ? આ તો આપણે વિગતવાર સમજાવીએ. એ તો શાસ્ત્રો જે વાંચેલા હોય, તે ચાર પ્રકાર બોલે કે ક્રોધ-માન-માયા-લોભ ! ત્યારે કોઈ કહેશે, “એ તો સાહેબ, શાસ્ત્રમાં છે. કંઈ નવું બતાવો ને !' એટલે એ આગે સે ચલી આઈ. તે શાસ્ત્ર જ્યારે થયું હશે ને, ત્યારથી તેમાં લખ્યું છે ‘બળેલી દોરડીમાં સાપની ભ્રાંતિ થઈ, એવી રીતે આ જગત ભ્રાંતિવાળું દેખાય છે !” તે હજુ યે એ શબ્દ ફેરફાર કરનારો કોઈ નીકળ્યો નહીં. એ ને એ જ શબ્દથી ચાલે છે ગાડું ! “સીમીલી' જ આ. બીજી ‘સીમીલી’ આવડે નહીં. મહા મહા મોટા મનુષ્યોએ પણ આની આ જ ‘સીમીલી' આપી. અને બીજી. છીપમાં છે તે ચાંદીની ભ્રાંતિ થઈ. ત્યારે આ બે શબ્દો તો પહેલેથી ચાલ્યા