________________
આપ્તવાણી-૯
૨૦૫
માન્યતા જ વળગાડે મમતા !
બાકી સંસારની કોઈ ચીજ નડતી નથી. સંસારમાં નડવા જેવું છે જ શું ? જ્યાં પોતાનું છે નહીં ! અને આ તો પોતાનું માનેલું હતું. પોતાનું છે જ નહીં, એવું આપણે ‘ડિસિશન’ લીધેલું છે ને ! ને પોતાનું છે તે માનેલું છે. તે માનેલું એટલે કેવું ? કે આપણે માની લીધું હોય કે આ બેંક આપણી છે. તે પછી આપણે ત્યાં એક દહાડો જઈએ અને મેનેજરને કહીએ કે, ‘ભઈ, બેંક અમારી છે. તમે હવે ખાલી કરો.” ત્યારે એ શું કહે ? એટલે એ માનેલું તે બધું જેલમાં ઘલાવશે. એવું માનીએ જ શું કરવા તે ? અને માનેલું શું કામનું ? ‘ડિસિશન'વાળું હોવું જોઈએ, “એકઝેક્ટ’ હોવું જોઈએ. માનેલું તો પછી ફજેતી થાય, ને ઊલટું જેલમાં ઘલાવડાવે.
આ તો આપણે મમતા કરી તેથી બંધાયું. બાકી, આપણી વસ્તુ કોઈ છે નહીં. દેહ પણ આપણો નથી. જો આપણો હોત તો આપણને યારી આપે. પણ આ તો જતી વખતે જુઓ ને, કેટલી ઉપાધિ કરીને દેહ જાય છે અને આપણને ઘર ખાલી કરી દેવું પડે છે. અને કોઈ અવતારમાં મમતા વગર મર્યા ? કાકા થઈને મરી ગયા, મામા થઈને મરી ગયા, આ જ કર્યું છે ને ! મમતા વગર જો મરો તો ત્યાં આગળ પ્રવેશ છે. અને મમતા સાથે મરો તો અહીં છે જ તમારું, અનંત અવતાર મર્યા, પણ પેલી મમતા તો ગઈ નહીં ને ! એ તો રહી. હજી તો મમતા જ ગઈ નથી ને ! આ મમતા સાચી નથી એવું જ્ઞાન થયું, પણ મમતા હજુ ગઈ નથી. ‘આ મમતા સાચી નથી” એવું જ્ઞાન થવું, એય બહુ અઘરું છે, બહુ મોટામાં મોટું અઘરું છે.
જે મમતાવાળો, તે “પોતે' હોય ! અને મેં મમતા વગરના તમને કર્યો તો ય બોલતા નથી તમે. તમને મમતા વગરના કયાં તોય તમે એમ કહેતા નથી કે હું યે મમતા વગરનો છું.
૨૦૬
આપ્તવાણી-૯ ચંદુભાઈની, તે આપણે વહેંચી નાખી. અને ‘ચંદુભાઈ” મમતાવાળા છે, તેનો વાંધો નથી, ‘આપણી’ મમતા ગઈ છે. સહિયારી દુકાન વહેંચી નાંખી. તે મમતા કોને ભાગે ગઈ ? ‘ચંદુભાઈને ભાગ ગઈ. આપણે ભાગ ના આવી. એટલે ઉકેલ આવ્યો.
આ સંગ્રહસ્થાન છે. હોટલ આવી હોય તો આપણે ય ચા પીએ છીએ અને લોકો ય ચા પીએ છે. પણ લોકો આ સંગ્રહસ્થાનમાં શું કરે છે ? ‘પેલી ચા સરસ હતી, આ બરોબર નથી. પેલી કડક હતી, આ કડક નથી.' જ્યારે આપણે એવું તેવું નથી કરતા. જે આવ્યું તેનો નિકાલ !
ડ્રામેટિક મમતા, ડ્રામા પૂરતી ! છતાં ભગવાને મમતા ના રાખવાનું કહ્યું નથી. મમતા રાખ, પણ નાટકી મમતા રાખ, નાટકમાં મમતા નથી રાખતા બધા ?! ભર્તુહરિ રાજા આવ્યા, પિંગળા રાણી આવી, ભર્તુહરિ રડે, પણ બધું નાટકી. એટલે એમાં બંધન જ નહીં. નાટક કરો બધું. ખાવ, પીઓ, બધું પણ નાટકી ! અમે નાટક જ કરીએ છીએ ને ?
પ્રશ્નકર્તા : આ કાળમાં નાટકી મમતાવાળો મળે ?
દાદાશ્રી : નાટકી મમતા તો હોય નહીં ને ! બાકી અમે નાટક જ કરીએ છીએ ને ! અમે કેવી હીરાબાની ખબર રાખીએ છીએ. અને પંદર દહાડે એક ફેરો હીરાબા છે તે ભાણાભાઈને કહે, ‘આજે કહેજો જમવા આવે દાદા.” એટલે અમારે જવું જ પડે. ગમે એટલું કામ હોય તો બધું કાઢી નાખવું પડે. એમને રાજી રાખવા પડે. એ ચિઢાય તો આપણી આબરૂ ગઈ. આ થોડી ઘણી આબરૂ રહી છે તે જતી રહે. પણ એ ચિઢાય એવું મેં રાખ્યું જ નથી. એટલે અમે હીરાબાને ત્યાં જઈને જમી આવીએ છીએ. હીરાબા કહે, કાલે જમવા આવજો.’ તો પાછા અમે ત્યાં જઈએ છીએ. બધા લોકો કહે, ‘દાદા, આજ જમવા આવ્યા હતા.” પણ કેવું નાટક કર્યું ! હીરાબા એ ના જાણે કે આ નાટક કરે છે, તોય હું કહું કે ‘તમારા વગર મને ગમતું નથી.’ એ ના જાણે કે આ નાટક કરે છે, આ તો તમને કહું છું.
પ્રશ્નકર્તા : પણ મમતા એમ કેમ નીકળે ?
દાદાશ્રી : તમારે આ “જ્ઞાન” પછી મમતા ગઈ છે. હવે એને ક્યાં કાઢવી છે પાછી ? બેની સહિયારી દુકાન હતી, ‘તમારી’ ને