________________
આપ્તવાણી-૯
૨૦૩
બિચારો ? પણ પછી આવી સમજણ પડી એટલે ખુશ થઈ ગયો. ન્હોય ઓળખાણ ! આ તો ‘મારી, મારી’ કરીને ચોંટ્યું છે આ બધું. આ ‘ન્હોય મારી, ન્હોય મારી’ કરે કે ઊડી જશે. એની અમે ગેરેન્ટી આપીએ છીએ.
કોઈ પણ વસ્તુ ‘મારી’ કરીને કર્યું હોય તે ઉખાડવી હોય તો ‘ન્હોય મારી’ કહીએ કે ઊખડી જશે. અને ત્યાં ફરી ચોંટાડવું હોય તો ‘ન્હોય મારી’ કરતાં હોય તેને બદલે ‘મારી, મારી’ કરો કે ચોંટશે. સમજ પડીને ? આમાં ગુંદરની જરૂર નહીં પડે. ગુંદર વગર ટિકિટ ચોંટે એવી છે આ.
મમતા વગેરેય બધું પ્રાપ્ત !
આ તો મમતા નામનું ભૂત પેસી ગયું છે. એ તો હું કાઢી આપું તો જાય. અમે એના ભૂવા હોઈએ. મમતા, ડાકણ છે, તેના અમે ભૂવા હોઈએ એટલે કાઢી આપીએ. એટલે મમતા વગર તું ચાલ, તો કેટલું બધું માન મળશે ! પણ કોઈએ મમતા છોડી નથી. હું એને પૂછું છું કે ‘તારે શું શું જોઈએ ? શેની શેની ભૂખ છે ?” ત્યારે એ કહે છે, ‘માનની બહુ ભૂખ છે.’ બીજી શેની ભૂખ ? ત્યારે એ કહે છે, ‘થોડાંક આ ખાવાપીવાના સુખ મળે,' ત્યારે અલ્યા, મમતા છોડને, તો બધી જ ચીજ તને સામે મળશે.’ ત્યારે એ કહે છે, ‘એ છોડું તો મારે જતું રહે, છે તે જ જતું રહે.’
એટલે પછી મમતા ના છોડે.
લાલયતાં પરિણામે ફસામણ !
ઘડામાં હાથ ઘાલતી વખતે વાંદરાં આમ કરીને હાથ જોસથી ઘાલે છે, લાલચનાં માર્યાં. ‘મહીંથી ચણા કાઢી લઉં' કહેશે. તે જોસથી હાથ દાબીને ઘાલે છે. અને પછી ચણાનો મુઠ્ઠો વાળ્યો. હવે જોસથી હાથ ઘાલ્યો તે ફરી નીકળે તો ખરો જોસથી, પણ મુઠ્ઠો વાળેલો એનું શું થાય ? તે પછી મુઠ્ઠો વાળીને ખેંચે છે ને ! પછી હાથ ના નીકળે એટલે ચીસાચીસ, ચીસાચીસ, ચીસાચીસ ! હવે એ શાથી નથી છોડી દેતું ? એને જ્ઞાન છે કે ‘મેં હાથ ઘાલ્યો છે તો હું કાઢી શકું એમ છું. તો કેમ આ નીકળતો નથી ? માટે કોઈએ મને પકડયો છે મહીંથી.' પણ એ છોડતું જ નથી, બળ્યું. મુઠી જ છોડતું નથી. અને બહાર ચીચીઆરી, બૂમાબૂમ. છૂટવા માટે પ્રયત્ન કરે,
આપ્તવાણી-૯ આખી માટલીને ઊઠાવ ઊઠાવ કરવા જાય. પણ ઊઠાવાય જ નહીંને ! પેલી, આજુબાજુ માટી દબાવી દીધેલીને ! જોર કરીને ઉઠાવે ખરો, પણ પાછું માટલીને એ બે સાથે પકડાઈ જાય. પછી એ વાંદરાને લોક પકડી લે છે. વાંદરા પકડાઈ જાય છે. તે આપણા લોક પણ કારીગર છે ને ! કારણ કે એમાં રહીને આવ્યા છે આ. એમનાં પિતરાઈઓને ઓળખે છે આ લોકો. પણ જો પકડી લે છે ને ! વાત તો સમજવી પડશે ને ?
એવો સ્વભાવ, છતાં સૂક્ષ્મ અવલોક્ત !
પછી, આપણે ત્યાં પહેલાં આવડી નાની માટલીઓમાં દહીં કરતાં હતાં. બિલાડીને દહીં-દૂધ ખાવાની ટેવ હોયને, તે બિલાડી શું કરે ? એ મોઢું ઘાલે ચાખવા હારું, કારણ કે એને સુગંધી આવી. સુગંધી આવી
એટલે સમજી ગઈ કે મહીં છે. અને હવે છોડે એ બીજો. અને કોઈ છે નહીં આજુબાજુ. જોસથી મોઢું ઘાલતી વખતે સ્ટ્રેન્થ થાય, પણ પાછું ખેંચવું એ સ્ટ્રેન્થ ના થાય. એટલે પછી માટલી લઈને ફર્યા કરે. મેં જોયેલી એવી બિલાડીને. ધન્ય છે. લોક દહીં ખાય, પણ તેં તો શીખંડ ખાધો !
૨૦૪
તમે આવું નહીં જોયેલું ? હું તો ટીખળી હતો. તે મને આવું જડી આવે. ના હોય તો કોઈક મને દેખાડવા આવે ‘હેંડો મારે ત્યાં.....’ ટીખળી હતો તો ! તમારે ટીખળી થવું પડે એના માટે. ના થવું પડે ? મારું કહેવાનું કે ટીખળી સ્વભાવ ને, તેથી આ જડેલું બધું.
પ્રશ્નકર્તા : અમે બધા માટલીઓ લઈને જ ફરીએ છીએ ને ?
દાદાશ્રી : અરે, ફરે જ છે ને, પણ ! હું જોઉં છું ને ? ઘણાની તો મેં માટલીઓ ફોડી નાખેલી. ત્યારે શું કરે બિચારો ?! કંઈ લઈને ફર્યા
કરે ! આંખે દેખાય નહીં.
પ્રશ્નકર્તા : તમે એવા કેટલા માણસની માટલી ફોડી ?
દાદાશ્રી : એ તો નંબર નહીં કહું. પણ ફોડી છે ખરી મેં માટલી. અને એ દેખતા થયાં ને, હવે. ‘હવે ફરી નહીં ઘાલું’ એવો એને અનુભવ થઈ ગયો. એ અનુભવ થયા પછી એ ના ઘાલે.