________________
આપ્તવાણી-૯
૨૦૧
હોય. દિવેલ ફરી વળેલું જોવામાં આવે કે ના આવે ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એટલે બધું ખાજો, પીજો. જે તમને અનુકૂળ આવે તે ખાજો. સ્ત્રીઓનો કશો વાંધો નહીં. પૈણશો નહીં ને પૈણો તોય તે વ્યવહારથી પૈણજો. નિશ્ચયનું પૈણશો નહીં. આ લોક તો નિશ્ચયથી પૈણી જાય છે. નિશ્ચયથી નહીં પૈણતા હોય ?
પ્રશ્નકર્તા : હા, પૈણે છે ને !
દાદાશ્રી : હવે એ લોકો પૈણે છે અને તમે ય પૈણો છો. પણ એ લોકો ‘મારી, મારી,’ કર્યા કરે છે. ને તમે ફાઈલનો નિકાલ કરો છો, જ્ઞાન” લીધું છે એટલે. પણ ‘મારી, મારી’ કહેલી કોઈ ચીજ જોડે લઈ જવાય ખરી ? કોઈ લઈ ગયેલા ખરા ?
પ્રશ્નકર્તા : ના, કોઈ હજુ સાથે નથી લઈ ગયું.
દાદાશ્રી : જો જોડે લઈ જવાની શરત ના હોય તો શા સારુ આ ‘હાય, હાય” કર્યા કરતાં હશે લોકો ? એટલે મહીંથી કશું લેશો નહીં, બહુ ગમે તોય. લેશો તો જોખમદારી આવશે. પણ આપણા લોકો ગજવામાં ઘાલી લે છે અને પેલી બાજુ નીકળી જાય. પછી ત્યાં પકડે એટલે જોખમદારી આવે. એટલે આ કશું લેશો નહીં, ભોગવજો બધું ય અને “મારું” કરશો નહીં કોઈ. સંગ્રહસ્થાનમાં ‘મારું' કહેવાતું હશે ? તમને કેવું લાગે છે.
૨૦૨
આપ્તવાણી-૯ એવું હઉ કહે. ત્યારે બોલે એની અસર રહે. હા, દરેક શબ્દની અસર રહે. ‘જોય મારી’ કહે તેની અસર રહે અને ‘મારી’ કહે તેની અસર રહે.
સાયકોલોજિક્લ ઈફેક્ટ જ ! અમારો એક ફ્રેન્ડ હતો, તેને દસ જ વર્ષ લગ્ન રહેલું, પૈણ્યા પછી. અને પછી વાઈફ મરી ગઈ. નાનાં ત્રણ છોકરાં મૂકીને. તે અમારો ફ્રેન્ડ રડતો હતો બહુ. ત્યારે એને આશ્વાસન લોક આપવા જાય ને, તે હું યે આશ્વાસન આપવા ગયેલો. મેં કહ્યું, ‘શું કરવા રડે છે હવે ? એનો શો અર્થ છે તે ?” ત્યારે એ મને કહે છે, ‘પણ આ ત્રણ છોકરાં..... મને તો એના વગર ગમતું નથી.' ત્યારે મેં કહ્યું, “શું કરીશ પણ ? હવે એ પાછી આવશે ?” ત્યારે એ કહે છે, “મને ગમતું નથી એનું શું કરું ?” કહ્યું, ‘અલ્યા, આ તારી વાઈફ વગર તને ગમતું નથી. તો આજથી અગિયાર વર્ષ ઉપર તું અને આ તારી વાઈફ ગાડીમાં મળ્યા હોય તો તું ધક્કો મારે કે ખસ અહીંથી. દસ વર્ષ ઉપર પૈણ્યો હતો, તે પૈણ્યા પહેલા, વર્ષ દહાડા પહેલાં આવું બને કે ના બને ?” ત્યારે એ મને કહે છે, ‘હા, એ તો ઓળખાણ નહીં ને !' મેં કહ્યું, ‘આ તો પૈણ્યાના વર્ષ દહાડા પહેલાં જ મળી હોય તો વઢમ્વઢા કરે.' ત્યારે એ કહે છે, “શું આમાં કહેવા માગો છો ?” મેં કહ્યું, “તું પૈણવા બેઠો ને, ત્યારે શું રોગ પેઠો તને પાછો ? તું પૈણવા બેઠો તે ઘડીએ તે જોઈ એને. ‘આ મારી વાઈફ’ પહેલો આંટો માર્યો. એણે ય આંટો માર્યો કે “આ મારા ધણી'. ત્યાર પહેલાં એવા આંટા મારેલા નહીં. તે આ પૈણ્યા ત્યારથી દશ વર્ષથી આ મમતાના આંટા માર માર કર્યા. “મારી, મારી, મારી, મારી !' એ એટલી બધી માનસિક ‘ઇફેક્ટ’ થઈ ગઈ છે, એટલી બધી સાયકોલોજી” થઈ ગઈ છે. એક જ ફેરો બોલ્યા હોય તો સાયકોલોજી થાય, તો આ તો દશ વર્ષની સાયકોલોજી.” ત્યારે એ મને કહે છે, ‘હા, હા, મને લાગે છે એ સાયકોલોજી થઈ ગઈ છે મને. હવે શી રીતે જાય એ ?” કહ્યું, ‘ોય મારી, ન્હોય મારી, બોલ. જેવી રીતે બંધાયું છે એને છોડી નાખ ને ! આ એનો રસ્તો છે. બીજો કશો રસ્તો નથી.’
આ ખરેખર કોઈ બંધન જ નથી. આ તો ‘સાયકોલોજી ઈફેક્ટ' જ થઈ જાય છે. પછી ત્રણ છોકરાં મૂકીને વાઈફ મરી જાય એટલે રડે. ના રડે
પ્રશ્નકર્તા : સાચી વાત છે.
દાદાશ્રી : ને જ્યાં કકળાટ છે ત્યાં જ મમતાપણું છે. બહાર કોઈની જોડે કકળાટ છે નહીં. પાછો કહે, ‘મારી વહુ નાલાયક છે.’ ત્યારે અલ્યા ‘મારી’ શું કરવા બોલે છે ? ‘મારીપણું' તો ય છોડતો નથી. ના છોડે, નહીં ?
પ્રશ્નકર્તા : આ ‘મારી’ કહેવું અને ‘નાલાયક’ કહેવું એ બે સાથે બોલાય છે એ કોઈને વિચાર જ ના આવે.
દાદાશ્રી : હા, ‘મારી વહુ નાલાયક છે, ડાઈવોર્સ આપવા જેવી છે’