________________
આપ્તવાણી-૯
૧૯૯
૨O
આપ્તવાણી-૯
કાં તો તમે જતા રહેશો ને કાં તો હું જતો રહીશ.’ ત્યારે નગીનદાસ શેઠ કહે છે, ‘તું ક્યાં જતો રહેવાનો છે ?” ત્યારે બંગલો કહે છે. ‘તમારી નાદારી નીકળશે ત્યારે મારે જતા રહેવું પડશે. અને નહીં તોય તમે જતા જ રહેવાના છો. હું તો ઊભો રહીશ.’ હવે બંગલો આવું કહે ત્યારે શરમ ભરેલું લાગે કે ના લાગે ?
એટલે મમતાનો વિસ્તાર કર્યો છે આ લોકોએ, ખોટો વિસ્તાર. મકાનનો કેમ વિસ્તાર નથી કરતા કે “આ મારું આટલું જ છે ?” અને આ મમતાનો વિસ્તાર તો આખી દુનિયા પર કરે છે.
પ્રશ્નકર્તા : પણ જેને મમતાનો વિસ્તાર મોટો અને સંસારની દ્રષ્ટિએ મોટો માણસ કહે છે.
દાદાશ્રી : હા, મોટો માણસ કહે. પણ પણ એને દુઃખેય એટલું જ ને ! આ તો ખોટી બધાએ મમતા વિસ્તારી છે.
“યૂઝિયમ'ની શરતો ! આ મમતા બેસે છે તે ખાલી શેનાથી બેસે છે ? સંસારી સ્વભાવથી. બંધન-સ્વભાવથી મમતા બેસે છે. અને બુદ્ધિએ કંઈ ઓછું કામ કર્યું છે ? બુદ્ધિથી આ બધું જગત રૂપાળુ બમ્ જેવું કર્યું છે ? પણ આમાં ફસાવાની ના કહી છે. તું જો, ફર, ખા, પી, પણ ફસાઈશ નહીં. પણ તો ય આપણા લોક ચોંટી પડે. ના ચોંટીશ. ચાખીને ઊંઘી જા ને !
આ દુનિયા શું છે ? કે મોટામાં મોટું મ્યુઝિયમ ! આ આપણા અહીં બરોડાનું મ્યુઝિયમ છે ને, એવું આ એક મોટું મ્યુઝિયમ છે. તે મ્યુઝિયમમાં ટિકિટ લઈને પેસતી વખતે શું શરત હોય છે ? કે “અંદર જાવ તમે. અંદર જુઓ કરો, ફરો, જેટલા કાળ સુધી બધું જોઈ ના રહો ત્યાં સુધી ફર્યા કરો. ખાવાની ચીજો ખાજો, પીજો. ભલે ચા પીવો. ભૂખ લાગી હોય તો નાસ્તો કરવાનો. ભોગવવાની ચીજ ભોગવજો. પણ કશું લેવાનું નહીં. છેલ્લે દરવાજે બહાર નીકળવાનું થાય તે ઘડીએ કશું લઈને નહીં નીકળતા. નહીં તો ગુનો લાગુ થશે.” તે એમાં પેઠા પછી પાછી ભાંજગડ શી કરવાની ? સંગ્રહસ્થાન જોયા કરવાનું. પણ શેને માટે આ
ધમાલ પાછી ? પાછું બહાર નીકળતી વખતે કશું લઈ જવાનું નહીં. એવા આ સંગ્રહસ્થાનમાં પેઠા છો. ત્યારે એ કહે છે, “સાહેબ, હાથમાં લઈએ ત્યારે ભાંજગડ ને.’ પણ ના, મનમાં ય લઈને ના નીકળતા, અને વાણીમાં ય લઈને ના નીકળતા. કશું લેશો કરશો નહીં. છતાં આ ભોગવવાની છૂટ આપી છે, તો શું ખોટું કહે છે ?
પ્રશ્નકર્તા : બરોબર છે.
દાદાશ્રી : હવે તેવી રીતે નીકળી જવાય કે ના નીકળી જવાય ? પણ લોકો તો ભરભર કરે છે. અરે, કેટલાક તો ગજવામાં હઉ મૂકી લાવે છે. પણ પછી ત્યાં પકડાય. અને મનમાં તો બધા બહુ લોકો લઈ ગયા બધું. ‘પેલી જોઈ હતી એના જેવી તો નહીં.’ ત્યારે પેલી કહેશે, ‘એમના જેવા તો મેં જોયા જ નથી.” અલ્યા શું કરવાના છે ?!
પ્રશ્નકર્તા : પણ એ સંગ્રહસ્થાન જ એવું હોય છે કે બધી લાલચો ઊભી કરે છે.
દાદાશ્રી : સંગ્રહસ્થાન એવું જ હોય છે. પણ જોડે લઈ જવાનું નહીં, એવી શરત, એટલે પછી શું ? તમારા ગામમાં જોડે લઈ જવાનો રિવાજ ખરો ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : તો પછી શા હારું ‘હાય, હાય” આ બધી ?! જોવું જાણવું ! કેરીઓ આવી તે કંઈ નાખી દેવાની છે ? હાફુસની કેરી આવી તો નિરાંતે ખાવી, પંખો ચાલુ કરીને. ‘એરકન્ડિશન” ચાલુ કરો. વાંધો નહીં. પણ જોડે લઈ જવાનું નહીં, ને ‘હાય, હાય” કરવાની નહીં. એટલે જગત આખું સંગ્રહસ્થાન છે. એમાં ખાવ, પીવો નિરાંતે. ‘ટેસ્ટફુલી’ ખાવ. આમ તો ભોગવતા ય નથી. માથા ઉપર તલવાર લટકતી હોય, અને નીચે જમવાનું. બળ્યાં, તારાં જમવાનાં ! મેલ પૂળો અહીંથી. નહીં તો તલવારનો ભય લાગતો હોય તો એને કહીને બેસ કે “જ્યારે પડવું હોય તો પડજે. અહીં જમવા બેઠા છીએ.’ નહીં તો આમ માથે તલવાર અને નીચે જમવાનું, એવી એકેએક માણસની આ દશા છે. અને તે મોઢા પર દિવેલ ફરી વળેલું જ