________________
આપ્તવાણી-૯
૧૯૭ નથી એ વસ્તુઓ તમારી સાથે આવવાની નથી. માટે નથી જે તમારી, તેને મમતા કરીને શો અર્થ છે ? તે મિનિંગલેસ છે ને !
પ્રશ્નકર્તા : પણ શરીરમાં તે કેટલીક મમતા રહે ?
દાદાશ્રી : શરીરમાં તો બહુ ચીજો છે. આ તો બત્રીસ દાંત છે. આ જીભ ને બધું જુઓ ને, આમ આખો દહાડો કામ કરે છે, પણ જો કચરાય છે કોઈ દહાડો ?! એટલે આટલી દેહ પૂરતી મમતા વધારેને, તો બહુ થઈ ગયું.
પ્રશ્નકર્તા : આટલી મમતા રહે તો શું ફાયદો ?
દાદાશ્રી : આ દેહની મમતા રાખોને, એટલે આ દેહનું ‘એડજસ્ટમેન્ટ’ હોય છે, દરેકની વ્યવસ્થા હોય છે, એના નિયમ હોય છે, કે આંખને શું શું જોઈએ છે, તે બધું એને મળી આવે. કાનને શું જોઈએ છે, પેટને શું જોઈએ છે, બધાને જોઈતી વસ્તુઓ મળી આવે.
પ્રશ્નકર્તા : એકલી શરીર પર મમતા આવી ગઈ તો ?
દાદાશ્રી : શરીર પર બધી મમતા આવી ગઈ એટલે નિરાંતે ચાર ગોદડા પાથરીને સૂઈ જવાનું. પણ આ તો નિરાંતે સૂતાય નથી.
પ્રશ્નકર્તા : પણ લોકોને મમતા તો બધી વિસ્તૃત હોય ને ?!
દાદાશ્રી : પણ વિસ્તાર કરે છે તે કોના બાપની દિવાળી ! આ દરેકને ઇચ્છા તો હોય જ ને ?! આ ખેડૂત છે, તે દરેક ખેડૂતને કેટલી જમીન કરવાની ઇચ્છા હશે ? અને જમીન તો ગણતરીબંધ જ છે ને ? અને લોકોની જમીન માટેની ઇચ્છા પાર વગરની છે. પેલો કહેશે ‘મારે પાંચસો વીઘા જોઈએ.” બીજો કહેશે ‘મારે સો વીઘા જોઈએ.” ત્રીજો કહેશે મારે સો વીઘા જોઈએ.’ એ ગુણાકાર જ શી રીતે મળે ? આનો ગુણાકર મળે નહીં, તે લોકોનો માર ખાઈ ખાઈને દમ નીકળી જાય.
૧૯૮
આપ્તવાણી-૯ તે બંગલો વેચવાની વાત નીકળી ત્યારે એ રડવા માંડ્યો. એ કહે છે, “આ બંગલો વેચશો નહીં, ગમે એમ.” છતાંય પૈસાની અડચણને લઈને બંગલો વેચવો પડ્યો, ને દસ્તાવેજ થયા પછી એ બંગલો બળી ગયો. તો કોઈએ પેલાને પૂછ્યું કે, “અલ્યા, તારો પેલો બંગલો બળી ગયો ?” ત્યારે એ કહે છે, ‘મારે શું લેવાદેવા ?’ ‘પણ અલ્યા, એ તારો બંગલો હતો ને !' ત્યારે એ કહે છે, “પણ એ વેચી દીધો.’
હવે આવો સરસ બંગલો કે જેમાં એ રહેતો હતો, ને બીજે દહાડે એની મમતા કેમ ઊડી ગઈ ?
પ્રશ્નકર્તા : બંગલો વેચાઈ ગયો તેથી ? દાદાશ્રી : પણ એની મમતા કેમ ઊડી ગઈ ? પ્રશ્નકર્તા : પોતાની મમતા છોડી દીધી એટલે ગઈ.
દાદાશ્રી : છોડી તો નથી દીધી, પણ ફરજિયાત છોડી દેવી પડી ને ! બીજે દહાડે બંગલાને આગ લાગે તો એ ઊલટો હસે, કે ચાલો નિરાંત થઈ ! એટલે એક જ દહાડામાં ‘મારાપણું' જતું રહ્યું ? અને એને બદલામાં શું આપ્યું ? કાગળિયાં આપ્યાં ?! અલ્યા, ‘મારાપણું” કાગળિયાથી જાય છે ?! હા, જતું રહ્યું, તે જોયું ને ! અને કાગળિયાં જતાં રહે કે ના જતાં રહે ? એય જતાં રહે. જો કાગળિયાંથી ‘મારાપણું” જતું રહે છે, તો આપણે એ સમજણથી કાઢીએ તો શું ખોટું ? જે કાગળિયાંથી જતું રહે એને સમજણથી કાઢીએ એ શું ખોટું ?! અને સમજણથી નીકળે કે ના નીકળે ? પછી ઘર બળી જાય તોયે રડે નહીં ને ?!.
પ્રશ્નકર્તા : પણ કોર્ટ એ દસ્તાવેજ ‘અનવેલિડ’ કરે તો પાછો રડવા માંડે.
દાદાશ્રી : હા, તો પાછો રડવા માંડે. પ્રશ્નકર્તા : આજ સુધી તો મમતા ના ઊડી, એવું કેમ ?
દાદાશ્રી : એ તો એનો રસ્તો જાણ્યા સિવાય ના ઊડે ને ! અને છેવટે એ વીસ લાખનો બાંધેલો બંગલો શું કહે છે ? ‘હે નગીનદાસ શેઠ,
મીટાવો મમતા સમજણથી ! એક માણસને પોતાનો બંગલો છે, બહુ જ ગમે તેવો બંગલો છે.