________________
આપ્તવાણી-૯
૨૦૭
ભોગવટો, પણ મમતા વગર ! આ તમે અહીં બે દિવસ માટે રહેવા આવ્યા, તે આ પલંગ, ખુરશી, ગાદલાં બધી ચીજ ભોગવવાની ખરી. ભોગવવાનો વાંધો નથી, પણ મમતારહિત ભોગવવાનું. એનું નામ જ ભોગવટો કહેવાય. એટલે તમે આ મમતારહિત ભોગવટો કરો કે આ તો મારું ન્હોય. હવે ઘરધણીનેય આ બધું એનું નથી, એ જો સમજાય તો પછી એને મમતારહિત ભોગવટો કેવો સુંદર હોય ! તેથી પછી આમ સરસ ટિપોય હોય ને કોઈક છોકરું ઉપર કહ્યું અને ટિપોય બેસી ગઈ, તો એને મહીં બેસી ના જાય.
એટલે આ બધું ‘જ્ઞાની પુરુષ' પાસે સમજવાની જરૂર છે. નહીં તો અનંત અવતારથી ભટકે છે, ભટકવામાં બાકી રાખ્યું નથી. પણ સેન્ટ્રલ સ્ટેશન આવ્યું નથી. અહીં ‘જ્ઞાની પુરુષ' મળ્યા એટલે છેલ્વે સ્ટેશન આવી ગયું.
તેને મોક્ષ મળે ! હવે આ ‘સેન્ટ્રલ’ સ્ટેશન જ છે. અહીંથી ફરી આગળ જવાનું નહીં, ફરી મુસાફરી કરવાની નહીં. કશી ઉપાધિ નહીં. આધિ નહીં, વ્યાધિ નહીં, કશું નહીં, નહીં તો આ દરેક સ્ટેશને તો ભટકવાનું જ છે ને ! ને ભટક ભટક જ કરે છે, આમથી આમ ભટકે ને આમથી આમ ભટકે છે. કારણ કે એને આ લાલચો છે ‘આ જોઈએ છે, તે જોઈએ છે.” ભગવાન તો કહે છે કે, ‘તારી લાલચ પૂરી થાય તો મારી પાસે આવ, મારા આશ્રયે આવી જા. તો તું ને હું એક જ છીએ.” પણ એને પોતાને આ લાલચો છે ને લાલચો છે તેથી ભટકામણ ઊભી રહી છે.
બાકી આ જગતમાં લાલચ ના રાખે એ મોક્ષ એની મેળે ખોળી જ કાઢે. જો લાલચ બંધાય નહીં, તો મોક્ષ ખોળી જ કાઢે. આ તો લાલચથી જ આ જગત બધું ભટકયા કરે છે, અને લાલચથી ભયંકર દુઃખો ભોગવે છે.
એક ભાઈ અહીં આવેલા. એમને મેં કહ્યું, ‘લાલચ છે કે ?” ત્યારે એ કહે છે, ‘લાલચ બિલકુલ રાખી નથી.’ મેં કહ્યું, ‘બહુ સરસ
૨૦૮
આપ્તવાણી-૯ એડજસ્ટમેન્ટ કહેવાય.’ જેણે લાલચ જિંદગીમાંય કરેલી નથી, ત્યારે એ ભગવાન સુધી પહોંચી શકે.
લાલચમાં, નિયમ પણ નહીં ! પ્રશ્નકર્તા : લાલચ એક પ્રકારની હોય કે અનેક પ્રકારની હોય ?
દાદાશ્રી : એક પ્રકારની લાલચ હોય તેનો વાંધો નહીં. એને એક પ્રકારનો લોભી કહેવાય છે.
પ્રશ્નકર્તા : પણ આ લાલચ આપ જે કહો છો, એ એક પ્રકારની હોય ? દાદાશ્રી : ના, બધી જાતની લાલચ. જ્યાંથી ને ત્યાંથી સુખ જોઈએ. પ્રશ્નકર્તા : ભ્રાંતિનું સુખ ?
દાદાશ્રી : હા, તે જ તો, બીજું શું ? નિયમ ના હોય કોઈ. વિષય એકલાની લાલચ હોય તો વાંધો નથી. એ લોભ કહેવાય. બીજા બધામાં લાલચ નથી ને ? ના. જ્યારે લાલચુ માણસને બધી લાલચ હોય, તમામ પ્રકારની લાલચ હોય.
લાલચ તો ધ્યેય ચૂકાવે ! કૂતરાને એક પૂરી દેખાડીએને, એમાં તો એની બધી ‘ફેમીલી'ને પણ ભૂલી જાય. છોકરાં, કુરકુરિયાં, બધાંયને ભૂલી જાય અને આખું પોતાનું સ્થાન છે, જે લત્તામાં રહેતો હોય તેય ભૂલી જાય અને ક્યાંય જઈને ઊભો રહે છે. લાલચની હારુ પૂંછડી પટપટાવતો હોય, એક પૂરીને માટે ! લાલચ, જેનો હું ‘સ્ટ્રોંગ’ વિરોધી છું. લોકોમાં હું લાલચ દેખું ત્યારે મને થાય, આવી લાલચ બધી ?! ‘ઓપન પોઈઝન’ છે ! મળી આવે એ ખાવું. પણ લાલચ ના હોવી જોઈએ.
પ્રશ્નકર્તા : લાલચ વગર રહેવાથી મળી પણ રહે છે.
દાદાશ્રી : એટલે આ લાલચને જ આ ભાંજગડ છે. નહીં તો બધું મળી રહે, ઘેર બેઠાં મળે. આ અમે કશી ઇચ્છા પણ નથી કરતાં તોય