________________
આપ્તવાણી-૯
૧૯૧
પણ કલ્યાણ ના થાય. સહેજ મમતા હોય ત્યાં કલ્યાણ ના થાય. અને મમતા ના હોય ત્યાં ભગવાન પ્રગટ થઈ જાય. મમતાને લીધે જ અહંકાર ઊભો રહ્યો છે.
પ્રશ્નકર્તા : પણ એવું થાય કે મમતાને કારણે અહંકાર થાય ને અહંકારને લીધે રાગ થાય ?
દાદાશ્રી : ના. મમતાને લઈને જ આ બધું ઊભું રહ્યું છે. ‘આય’ શેને લઈને ઊભું રહ્યું છે ? ‘માય’ને લઈને. નહીં તો ‘આય’ એ પરમાત્મા છે. ‘માય એટલે મમતા. ‘આય’ અને ‘માય’ એનું ‘સેપરેશન’ થઈ જાય તો રહ્યું શું ? ‘આય.’ અને એ જ પરમાત્મા છે.
પ્રશ્નકર્તા : આ નિર્મમત્વ જો બધાંને થાય તો બધાં જ્ઞાનીઓ થઈ જાય ને ?
દાદાશ્રી : હા. નિર્મમત્વ થાય તો એ જ્ઞાની જ થયો ને, પછી ! કારણ કે તીર્થંકરો જેટલા થયેલા એ બધા નિર્મમત્વ ! ત્યાં મમત્વ ઊભું ના હોય.
પ્રશ્નકર્તા : આ મમત્વ થાય છે એ શેના આધારે થાય છે ? દાદાશ્રી : લાલચના આધારે, કોઈપણ લાલચને લીધે.
પ્રશ્નકર્તા : એ બધું ગયા જન્મમાં કરેલું હોય એને લીધે હોય કે ? દાદાશ્રી : એ તો તમે આ ‘જ્ઞાન’માં આવ્યા પછી સમજ્યા કે આ ગયા જન્મનું કરેલું. સંસારના લોકોને તો સમજણ પડે જ નહીં ને ! એ લાલચ છે એમની. ઉઘાડી, ખુલ્લી લાલચ દેખાય અને લાલચ હોય ત્યાં મમતા રહે જ, અવશ્ય. અમને લાલચ પહેલેથી નહોતી, માન બહુ હતું. પ્રશ્નકર્તા : તો આ જે અહંકાર ઊભો છે, એ લાલચ અને મમતાને લીધે જ ઊભો છે ?
દાદાશ્રી : ‘માય’ને લીધે ‘આય’ ઊભો રહ્યો છે. નહીં તો ‘આય’ ‘ક્લીઅર’ થાય તો પરમાત્મા જ છે. ‘આય’ જ્યાં સુધી ‘માય’ સાથે છે
૧૯૨
આપ્તવાણી-૯
ત્યાં સુધી અહંકાર છે. જેનું ‘માય’ ગયું તેનો અહંકાર ગયો, તે પરમાત્મા થયો ! દીવા જેવી વાત છે.
એ જ લક્ષણ મમતાનાં !
મમતા તો એનું નામ કહેવાય કે જેમાં જીવ ભરાઈ જાય. જેમ આપણે કહીએ કે ‘આ મારું' એટલે એની મહીં જીવ ભરાયો પાછો ને એ ભાંગી જાય તો શું કરે ? આ પ્યાલા ફૂટી જાય આપણા તો ઉપાધિ ! અરે, ઘણા ખરા આવડા આવડા બાબા હોય તે આવે ત્યારે હું તેમને ચા પીને મૂકી રાખ્યો હોય કે કપ દેખાડી કહ્યું, “બાબા આ ચાનો પ્યાલો નાખી દે બહાર.' ત્યારે બાબો શું કહે ? કે ‘નખાતું હશે ?’ એમ કરીને બાબો ખભા ચઢાવે. આમાં મમતાની સમજ નથી પડતી ? તે પહેલાં, એ ખભા શું કામ ચઢાવે છે ? પછી બાબાને કહ્યું કે, દાદાજીનો બૂટ નાખી દે.’ ત્યારે એ કહે, ‘ના નખાય.' જુઓ આ સમજણવાળા બહુ ચોક્કસ છે. આ તો અહંકારને લઈને બધું ઊંધું થઈ ગયું છે. હમ્ હમ્ હમ્ હમ્ !!
પ્રશ્નકર્તા : આ અહંકાર જ્ઞાન દ્વારા મટતો હશે ને ?
દાદાશ્રી : અહંકાર એટલે અજ્ઞાનતા ! અહંકારનો અર્થ જ અજ્ઞાનતા !! અને જ્ઞાન એટલે નિર્અહંકારતા. એટલે જ્ઞાનથી કોઈ અહંકાર ના મટે એવું નથી. જ્ઞાન જ નિર્અહંકારતા અને અજ્ઞાન એટલે અહંકારતા, આ બે જ સ્ટેશન છે !
મમતાતો વિસ્તાર !
બાકી જગત તો મમતાના છોડવાને જ પાણી પા પા કરે છે. જગત
આખું શું કરે છે ? મમતાનાં છોડવાને ઉછેરે છે કે ‘આ અમારું, આ અમારું, આ અમારું,' ત્યારે એને પૂછીએ કે, ‘કયું તારું નહીં ?” ત્યારે કહે, આ હોય અમારું, આ અમારા ભાઈનું.' પછી થોડાં વર્ષ પછી પાછો કહે છે, ‘ભાઈએ અમારું દબાવ્યું છે.' અરે, કેટલું દબાવ્યું છે ? ત્યારે કહે, ‘આટલું, દોઢ હાથ દબાવી દીધું.' તે પાછો કોર્ટમાં જાય. વકીલને કહે કે, ‘સાહેબ, આટલું બધું દબાવી દીધું.’ તે પાછો એ ‘છેલ્લે સ્ટેશને' જતો રહે, ને પછી છોકરો હઉ લઢે. અને છોકરો હઉ કહે કે