________________
આપ્તવાણી-૯
આટલું દબાવ્યું છે !
હવે આમને અક્કલવાળા કહેવા કે અક્કલના કોથળા કહેવા ? વેચીએ તો કેટલા પૈસા આવે ? ચાર આના ય ના આવે, નહીં ?
૧૯૩
અને એ મમતા તો એટલે સુધી કે ‘હિન્દુસ્તાનનો દેશ અમારો' કહેશે. પછી ગુજરાતમાં શું કહેશે ? ‘ગુજરાત અમારો.' ત્યાં કોઈક ગુજરાતમાં છે તે બધા વાતો કરે કે ‘સૌરાષ્ટ્ર તો તમારું, પણ અમારું ચરોતર બહુ સારું'. તે આખા ચરોતરના માલિક થઈ બેસે ! પછી ચરોતરમાં આણંદવાળા કહે કે ‘અમે આવા.’ ત્યારે આ ભાદરણવાળા કહે છે, ‘અમારા ભાદરણવાળા આવા.’ તે ત્યાં આખા ગામનો માલિક થઈ બેસે. પછી ગામમાં બે ખડકીવાળા બૂમાબૂમ કરતા હોય ત્યારે કહે, ‘તમારી ખડકી આવી ને અમારી ખડકી આવી.' પછી એક જ ખડકીવાળાની
માથાકૂટ ચાલે ત્યારે કહે, ‘તમારું કુટુંબ આવું ને અમારું કુટુંબ આવું.’ કુટુંબવાળાની માથાકૂટ કરે ત્યારે કહે, ‘તમારું ઘર આવું ને અમારું ઘર આવું.’ ક્યાં સુધી, તે ઠેઠ બે ભાઈઓ જોડે ભાંજગડ આવે ત્યારે કહે, ‘તારા કરતાં તો હું જુદો છું.' તે ઠેઠ સુધી આનું આ જ. પછી ત્યાં સાચવવા ઠેઠ સુધી જાય. ગુજરાત આખું, હિન્દુસ્તાન આખું સાચવવા ફરે. આખા હિન્દુસ્તાનમાં પથારો પાથર્યો હોય, એનો અર્થ શું છે તે ?! આ તો પોતાનું કલ્યાણ કર્યું નહીં ને આવા બધા પથારા પાથર પાથર કરે છે.
હવે આ દ્રષ્ટિભેદ કોણ કરાવે છે ? બુદ્ધિ. અને તે એટલે સુધી દ્રષ્ટિભેદ કરાવે છે કે બધા લોકો જોડે અમારે કશું લેવાદેવા નહીં. ‘આ અમારું, આ અમારું ઘર, અમારું છે આ બધું. બીજા કોઈ જોડે અમારે લેવા દેવા નહીં’ એટલું બધું દ્રષ્ટિભેદ કરાવે. આપણે કહીએ, ‘તમારું ઘર, તો ઘરમાં તમારે જુદાઈ નથી ને ?” ત્યારે એ કહે, ‘ના, અમારા ઘરમાં જુદાઈ નથી.’ પણ જ્યારે બે જણ પાછા માંહ્યોમાંહ્ય લઢેને, ત્યારે શું કરે ? ઘરમાં પાછાં બે જણ માંહ્યોમાંહ્ય લઢે કે ના લઢે કોઈ દહાડો ?
પ્રશ્નકર્તા : હા, લઢે જ ને !
દાદાશ્રી : ત્યારે શું કરે પછી ? ‘તમે આવા.’ ને પેલો કહે, ‘તું એવી.’ એવું કરે કે ના કરે ? એમ ભેદ થતો થતો ક્યાં સુધી આવીને
૧૯૪
આપ્તવાણી-૯
ઊભો રહે ? ક્યાં સુધી આવે એનું મૂળ ? પોતાની જાત ઉપર કે ‘હવે હું જ છું. બાકી બીજું કોઈ મારું પોતાનું નથી.’ આવી આ ભેદદ્રષ્ટિ ‘મારું તારું, મારું તારું' કરાવે. આની આ જ હાયવોય, હાયવોય, હાયવોય.
મમતા ‘બાઉન્ડરી’ પૂર્વકતી !
એક ભાઈ કહે છે, ‘મારી મમતા જતી નથી.’ ત્યારે મેં કહ્યું કે, ‘શી રીતે જાય તે ? આ તમારા મકાનની બાઉન્ડરી છે, તે આટલું જ તમારું એવું જાણો છો ને ? કે બીજું આગળ કહો છો આમ ? આટલી જ બાઉન્ડરી, એવી બાઉન્ડરી બતાવો કે ના બતાવો તમે ? તો મમતાની બાઉન્ડરી બતાવશો ? મમતાની બાઉન્ડરી કેટલી ? ઘરની બાઉન્ડરી તો બીજો હઉ બતાવે કે આ તમારું જ છે. એમ મમતા દેખાડવી પડે ને ?
આ સંસારના લોકોએ તો મમતાની ‘બાઉન્ડરી’ જોઈ નથી. દરેક વસ્તુ ‘બાઉન્ડરી’થી શોભે. આ તમારું મકાન છે, હવે એથી બહાર આપણી દ્રષ્ટિ જાય છે કે આ જોડેનું મકાન પણ અમારું છે એવું ? પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : એની ‘બાઉન્ડરી' છે ને ? એમ નથી કહેતા ને, કે આ બધું જ મારું છે ? એટલે મેં શું કહ્યું કે મમતા ભલે રહે, પણ એ ‘બાઉન્ડરી’પૂર્વક હોવી જોઈએ. પણ બાઉન્ડરી કેટલી હોવી જોઈએ ? જેની પર મમતા કરેલી હોય એ વસ્તુ આપણી જોડે આવે, તે મમતાની ‘બાઉન્ડરી’ ! તો મમતાની ‘બાઉન્ડરી’ એટલે શું કે તમે જીવતા હો ત્યાં સુધી તમારું જ રહે, અને ત્યાર પછી તમારું રહે નહીં. આ આંગળીની મમતા રાખવાની કહી ભગવાને કે ‘આ આંગળી મારી છે' કહેજે. પણ આ વીંટીની મમતા રાખવાની ના કહી છે. કેમ કે એ વીંટી તો જતી રહે, અને આપણે જતાં રહીએ પછીયે એ અહીં હોય છે. પછી તો પાછળવાળા લોક વીંટી કાઢી લે કે ના કાઢી લે ? અને વીંટી ના નીકળતી હોય ને, તો આંગળી ભાંગીને પણ કાઢી લે. માટે મમતા ત્યાં નહીં કરવાની.
એટલે આપણા ગયા પછી જેનું અસ્તિત્વ રહે નહીં, એટલી મમતા આપણી. એથી આગળની મમતા જતી રહેવી જોઈએ. એટલે મારું શું