________________
[૪]
મમતા : લાલચ
કાદવથી છેટા સારા !
આ સંસારને ઘેર બધા પરોણાની માફક આવેલા છે. જેટલા દહાડા રહ્યા એટલા દહાડા પરોણા, પછી ચાલ્યા જવાના. ચાલ્યા જતા નથી દેખાતા ? મમતાવાળા ને ના-મમતાવાળા, બધાય જતાં રહે છે ને ?!
માટે એક મિનિટ બગાડશો નહીં. પાંચ-પચાસ વર્ષ રહેવાનું ત્યાં આપણે એક મિનિટ શું કરવા બગાડીએ ? ડાઘ પડી જાય. લૂગડું અહીં રહે અને ડાઘ આપણને ચોંટે તે ડાઘ આપણી જોડે આવે. તો આપણે શું કરવા ડાઘ પડવા દઈએ ? હવે ડાઘ કંઈ બધે પડતા નથી. ફક્ત કાદવકીચડ હોય ત્યાં આપણે સાચવીને ચાલવું. ધૂળ ઊડે એની આપણે બહુ ફિકર નથી રાખતા. ધૂળ તો એની મેળે ખરી પડે, પણ કાદવ તો ચોંટી જાય. ધૂળ તો આમ કપડાં ખંખેરીએને, તો ઊડી જાય. પણ કાદવ તો ના જાય ને ડાઘ પડી જાય. માટે જ્યાં કાદવકીચડ જેવું છે ત્યાં આપણે છેટાં રહેવું.
નિરપેક્ષ જીવત ભાળ્યા ‘જ્ઞાતીતાં'
સંપૂર્ણ શુદ્ધતા કોઈક ફેરો જ હોય દુનિયામાં, કારણ કે અજ્ઞાનીઓનાં તો જીવન બધાં સાપેક્ષ હોય છે. અને ક્રમિકમાર્ગના જ્ઞાનીઓનાં, તે બધાનાં જીવન પણ સાપેક્ષ હોય. એક ‘અમને’ ભગવાને અપવાદ રાખ્યા છે કે
૧૯૦
આપ્તવાણી-૯
નિરપેક્ષ જીવન ! હા, કોઈ જાતની અપેક્ષા નહીં એવું જીવન !! ત્યાં સંપૂર્ણ શુદ્ધતા હોય. કોઈપણ જાતનો ડાઘ ત્યાં ના હોય.
મમતા નામેય નહી
જગતનાં લોક અપેક્ષા વગર હોય નહીં, કંઈ પણ અપેક્ષા હોય. અને આ ‘જ્ઞાની પુરુષ’ તો નિરપેક્ષ ! એટલે કોઈ પણ પ્રકારનું એમનામાં મમત્વ નહીં કે દેહ મારો છે, કે મન મારું છે, કે ચિત્ત મારું છે, કે આ મારું છે, કે તે મારું છે. એવું કોઈ પણ પ્રકારનું મમત્વ નહીં, તેથી આ
અજાયબી વિજ્ઞાન છે.
અમે સૂરત ગયા હતા. ત્યાં સૂરતના એક ત્યાગી પુરુષ હતા, બહુ જબરજસ્ત ત્યાગવાળા માણસ, બહુ તપસ્વી માણસ. આજુબાજુના લગભગ ઘણા માણસો એમનાં દર્શન કરે એવા એ માણસ. ત્યાં એમણે આ બધા લોકોને શું કહ્યું ? કે, “જુઓ, જુઓ, આ ‘દાદા’ કોણ છે ? મમત્વરહિત પુરુષ જોયા હોય તો આ એકલા જ જોયા. લગભગ બસો માણસોને હું મળ્યો છું, મોટા મોટા માણસોને, સંતોને, પણ એવો મેં એક પણ સંત ના જોયો કે જે કંઈ પણ મમતારહિત હોય. થોડીકેય મમતા હોય એવા મળેલા બધા. જ્યારે આ એક જ પુરુષ, આ દાદા એકલા જ જોયા કે જે મમતારહિત છે. મારી જિંદગીમાં એક જ આ મમતા વગરના પુરુષ જોયા.” હુંયે સમજું કે ધન્ય છે, તમને આટલી પરીક્ષા કરતાં આવડી. કારણ કે હું મારી જાતને જાણું કે મમત્વ તો છે જ નહીં. નાનપણથી જ મમત્વ નહીં ! એટલે મમતા વગરનો પુરુષ જ દુનિયામાં ના હોય. મમતા વગરનો પુરુષ એટલે અહંકારરહિત પુરુષ. જ્યાં મમતા ના હોય ત્યાં અહંકાર ખોળવાનો હોય નહીં.
એટલે ‘જ્ઞાની પુરુષ' તો કેવા હોય ? મમતા વગરના હોય, અહંકાર ને મમતા વગરના હોય ! તે જેમ કુદરત રાખે તેમ રહે. એમનું પોતાપણું ના હોય.
સંપૂર્ણ તિર્મમત્વ ત્યાં પરમાત્મપણું !
જ્યાં પોતાને સ્વાર્થ છે, જ્યાં આગળ કંઈક મમતા છે, ત્યાં કંઈ