________________
આપ્તવાણી-૯
૧૮૭ એમ થાય કે “આમ કેમ કરે છે ?” તો તે અહંકારથી જ ‘વેલ્ડીંગ’ થયેલું કહેવાય ને ?
દાદાશ્રી : હા, અહંકારથી જ થયેલું. એની મીઠાશ ખાવા માટે.
પ્રશ્નકર્તા : ભાવમાં હોય કે ‘વેડીંગ’ કરવું, પણ કરાય નહીં. પહેલાં મીઠાશ લાગે, પણ પછી સહન ના થાય એટલે છોડી દે.
દાદાશ્રી : એ તો પછી ભાવ રાખવો. પછી ‘વેલ્ડીંગ’ થાય તો ઠીક છે, નહીં તો ભાવ રાખવો. અને જે થયું એમાં ‘એમનું હતું ને એમને થયું” એવું આપણને હોવું જોઈએ.
‘વેલ્ડીંગ'થી સર્વત્ર આનંદ ! એટલે ‘આ બધા શી રીતે ભેગાં થાય ? ગૂંચ શી રીતે નીકળે ?” એ બધી બહુ વસ્તુ જાણે, એને તો ‘વેડીંગ'નો કરનાર કહેવાય.
પ્રશ્નકર્તા : આપનું જે ‘વેલ્ડીંગ’ છે એ સૂક્ષ્મ લેવલનું હોય છે. લોકોનાં ઘૂળમાં હોય છે.
દાદાશ્રી : હા, ધૂળમાંય બધા બહુ હોય છે એવા.
પ્રશ્નકર્તા : આપનો આ ગુણ મને બહુ ગમ્યો. આપ કેવી રીતે બધાને સમજાવી કરીને ‘વેલ્ડીંગ’ કરો ને છેવટે બધાંય આનંદમાં આવી જાય, એવું કરી આપો છો.
દાદાશ્રી : અને બધા આનંદમાં આવે એટલે એનો પછી મને આનંદ આનંદ રહે. વખતે કોઈનું મોઢું ચઢેલું હોય તો તેને પહેલાં હું પૂછું કે, ‘શું છે તે આમ છે, તેમ છે ? શા દુઃખે મોટું ચઢાવે છે ? મરવાનું તો છે જ, તો જીવતાં શા હારું આનંદમાં નહીં રહેવાનું ?! મરવાનું જ છે, તે દહાડે જોઈ લઈશું. પણ અત્યારે તો આનંદમાં રહેવાનું.’
એ તો વર્ષ - બે વર્ષ દુઃખમાં ના હોય ને પછી પાછાં દુ:ખમાં ને દુ:ખમાં. આ દેહ જ એવો છે પુદ્ગલનો કે દુ:ખ જ લાગે. દેહેય માથું ચઢે ત્યારે ના દુ:ખ લાગે ? ત્યારે જો દેહનું દુ:ખ લાગે છે તો ધણીનું
૧૮૮
આપ્તવાણી-૯ ના લાગે ?! પણ તોય ‘વેલ્ડીંગ’ થઈ ગયા પછી બે ભેગા થઈ જાય છે, તે ખરી મઝા આવે છે !
‘જ્ઞાતી'તી મૌલિક વાતો પ્રશ્નકર્તા: ‘વેલ્ડીંગ’ શબ્દ તો, દાદાની મૌલિક વાત છે !
દાદાશ્રી : ‘વેલીંગ’ શબ્દ જ ‘દાદા’નો છે ! કોઈ કહે કે “મેં બે જણને ‘વેલ્ડીંગ’ કરી આપ્યું” તો એ ‘દાદા’નો જ શબ્દ છે, એ વાત ચોક્કસ થઈ જાય. આ ‘વેલીંગ’ વસ્તુ જ મૌલિક છે. અત્યારે તો ઘણા માણસો આ ‘વેલ્ડીંગ’ શબ્દ શીખ્યા.
પ્રશ્નકર્તા : આ જ કેટલું મોટું વિજ્ઞાન છે ! દાદાશ્રી : ત્યારે આવા તો બધા બહુ વિજ્ઞાન છે મારી પાસે ! પ્રશ્નકર્તા : એ કંઈક કાઢો ને ! દાદાશ્રી : એ તો સંજોગ હોય તો નીકળે ને !!
તોડે બધા, સાંધે વિરલો ! તમે જાણતા નહોતા કે આ ‘દાદા છે તે સાંધેલાને તોડતા નથી એવું? પ્રશ્નકર્તા : એ જાણું છું, ને તૂટેલાને સાંધતા હોય છે એય ખબર છે.
દાદાશ્રી : લોકો તો ફાચર મારવા આવે. પ્રત્યક્ષને અપ્રત્યક્ષ રીતે કેટલાય વાંધા ઊઠાવે. અપ્રત્યક્ષને તો અમે ‘લેટ-ગો’ કરીએ. પણ પ્રત્યક્ષને તો અમે સામું આપી દીધેલું. અમે કોઈનુંય ચાલવા નથી દીધું. છતાં ગુનો હોય તો જ ચાલવાનું છે ને ! અને તે છતાં એમ જો કે ચાલે, તો આપણે જાણીએ કે પાછલો ગુનો હશે, તે ઊકલી ગયો.
આપણે જ્યાં ત્યાંથી ઊકેલવા જ બેઠા છીએ ને ?! હું તો આખી જિંદગી ઉકેલવા જ બેઠો . જે કંઈ હોય તે ઊકેલવા જ બેઠો છું !!