________________
આપ્તવાણી-૯
૧૮૫
દાદાશ્રી : એ એવો અહંકાર હશે, એ જાતનો !
પ્રશ્નકર્તા ઃ અમે કેવી રીતે એવું રાખીએ ? હવે અમારી પાસે તો આ જ્ઞાન છે.
દાદાશ્રી : તમને તો “માર ખાવો છે” એવું નક્કી કરો, ત્યાર પછી રહે. નહીં તો ય મારે જ છે ને ! જગતમાં કોણ માર ખાધા વગર રહે છે ? એના કરતાં આ સીધા જ માર ખાવ ને !
પ્રશ્નકર્તા : એ બરાબર છે. ને આ તો મારેય પડે ને પોતાનું ય બગડે.
દાદાશ્રી : ના, હવે આ તો મહીં બળતરા બંધ થાય ને માર ખાવાનો. અને પેલું તો બળતરા, માર, બધું સાથે. મારે તો, દેહ છે ત્યાં સુધી પડ્યા જ કરવાનો. જો કે અમને તો આ “જ્ઞાની” થયા પછી માર નથી પડ્યો. અમને તો “જ્ઞાન” થયા પછી ‘આ કોના કર્મનો ઉદય છે ને કેવી રીતે આવ્યું, આમાં આપણો ભાગ હશે ત્યારે જ મારે ને !' બધું દેખાયને ! નહીં તો ય હવે મને નથી આવ્યું આવું. એટલે મેં તો પહેલાં માર ખાઈ લીધેલા છે. આવા કેટલાક હોય ? દુનિયામાં એની ગણતરી હોય ને ? છોકરાંને “ફાધર’ લઢતા હોય, એનેય ‘વેલ્ડીંગ’ કરી આપ્યું હોય. તે પછી એક થઈ ગયા પછી આપણો હિસાબ ત્યાં ચાલે નહીં.
પ્રશ્નકર્તા : એમાં એવું બને કે આપણે ‘વેલ્ડીંગ’ કરવા જઈએ ને પેલો એ વાતને સહમત ના થાય ને ઉપરથી આપણને જ બાટકે કે “તમે જ આવા છો, પેલાનો ખોટો પક્ષ કરો છો ને આમ કરો છો !”
દાદાશ્રી : ના, એવું નથી. મારી પાસે એવું કહેવા જેવું હતું જ નહીં ને ! હું તો, અજ્ઞાનદશા હતી તો ય કો'કને સળી કરવા જેવું જ રાખતો ન્હોતો. અરે, આંગળી કરવા જેવું ય નહોતો રાખતો. માટે એવું ના બને. એ તો બેઉ ઉપકાર ભાવમાં જાય તે વખતે. પછી ચા-પાણી બધુંય કરે. અને ત્યાર પછી બે ખરેખરા ભેગા થઈ જાય, ત્યાર પછી વાંધો આવે.
‘વેલ્ડીંગ', એક કળા ! પ્રશ્નકર્તા : પણ અમને ‘વેલ્ડીંગ’ કરતાં ના આવડે તો ઊંધુય થાય.
૧૮૬
આપ્તવાણી-૯ - દાદાશ્રી : એ તો તમે એ લાયકાત ધરાવતા નથી. મારે એવું નહીં બનેલું. એ લાયકાત જરા કાચી હોય તો જ એવું બને. બાકી, અમારે એવું બને નહીં. બધાં ‘એકસેપ્ટ’ જ કરે. હું કહું કે આવું છે, તો તે બધાં ‘એકસેપ્ટ’ કરી દે. આ તમારે તો કચાશ દશામાં છે.
કેટલીક વખત પોતાનામાં એવા કચાશવાળા ગુણો હોય અને સામાને શાંત કરવા જાય, સામાનું તૂટેલું સાંધવા જાય, એટલે પછી પોતે બીજાની જોડે તૂટી જાય, એ બધી કાચી દશાઓ. હું તો તૂટું જ નહીં. કોઈ દહાડો તૂટયો જ નથી કોઈની જોડે. કચાશ હોય ત્યાં સુધી પેલાને ઊગે જ નહીં ને ! એટલે સામો માણસ તોડીને મજબૂત કરે તો વાત જુદી છે. પણ હું ના તોડું. હું બીડી ના પીતો હોઉં ને પેલાને કહ્યું કે “એય બીડી ના પીવાય’ એટલે પેલો ‘એકસેપ્ટ” કરી દે. એવી શક્તિ હોવી જોઈએ ને ! તમારે કો'કની જોડે મિત્રાચારીમાં તૂટી જતું હોય અને તમે લોકોનું સાંધવા નીકળો, તો તમારી મહીં શક્તિ જ કામ ના કરે ને !
પ્રશ્નકર્તા : કોઈ વખત ‘વેલ્ડીંગ’ કરતાં ના ફાવ્યું તો શું કરવું ?
દાદાશ્રી : લાયકાત ના હોયને પછી આપણે છોડીએ કરીએ એ કામનું નહીં ને ! બને એટલું કરવું અને ના થાય તો છોડી દેવાનું. મનમાં ભાવ રાખવાના કે આ ‘વેલ્ડીંગ” થાય તો સારું. આમ પદ્ધતિસર ‘વેડીંગ ના થાય તો ભાવ રાખવાના. પણ ભાવ તો તૂટવા ના દેવો જોઈએ. ‘વિખુટા પડી જાય તો સારું એવું તો હોવું જ ના જોઈએ ને ! એ ભેગાં છે તે જ દુ:ખમાં છે ને ! એય મનમાં તો એમ કે ‘આ ક્યાં ભાંજગડમાં ફસાયા !” અને એને પાછાં આપણે વિખૂટા પાડવા જઈએ ! એ ના હોવું જોઈએ.
પ્રશ્નકર્તા : પણ એ ઘડીએ દાદા, સમતા ના રહે. તે ઘડીએ એમ થઈ જાય કે “આ આવું કરે છે ?”
દાદાશ્રી : એ કચાશ એટલી બધી ! એ કચાશ ને ! એ એવું જ કરે એમના ટાઈમે. સાપને દૂધ પાઈને મોટો કરીએ, ઉછેરીએ, પછી એકાદ ધોલ એને મારી જુઓ જોઈએ ! ‘મેં આટલા દહાડા દૂધ પાયેલું છે, એક ધોલ મારું.’ તો શું કરે છે ?!
પ્રશ્નકર્તા : હવે, જેનું ‘વેલ્ડીંગ’ કરીએ એ પછી સામો થાય એટલે