________________
આપ્તવાણી-૯
૧૮૩
૧૮૪
આપ્તવાણી-૯
રૂપિયા કેમ નથી આપી દેતા ?’ આ તો બઈએય કશું કહે નહીં.
આ એક દાખલો તમને સમજાયો ? એના પરથી બીજા દાખલા બનતા હશે ?
વેલ્ડીંગ' કરતારાતે.... અને લોકો શું કરે ? કે એક ફેરો માર ખાય એટલે પછી ‘વેલ્ડીંગ’ કરવાનું છોડી દે, ફાચર જ પાડ પાડ કરે. એટલે એનો રોફ તો રહે ઠેઠ સુધી !
ફાચર ના પાડે એવા માણસો ઘણાં હોય છે. પણ ફાચર પડેલી સાંધી આપે નહીં, અને એય પોતાના રોફ માટે. બાકી, પોતે ફાચર પાડનાર, એવા માણસો ખરાં. પણ એવા જૂજ માણસો હોય. પણ ફીચર પડેલી હોય તેમાં પોતાનો લાભ છે, એટલે એ ફાચર પાડેલી સાંધી આપે નહીં પછી. અને મારા જેવી તો ભૂલ (!) કો'ક જ કરતા હશે ! તે મેં બધે જ કરેલું. એક જગ્યાએ નહીં, બધે જ સાંધી આપેલું. કારણ કે મારો ધંધો જ સાંધવાનો, તોડવાનો નહીં ને !
પ્રશ્નકર્તા : આ ‘વેલ્ડીંગ’ તો દાદા, બહુ મોટું વિજ્ઞાન છે !
દાદાશ્રી : હા, વિજ્ઞાન બહુ મોટું છે. પણ જગતને માફક આવે નહીંને ! જગત તો, બે જણ ભેગા થઈ ગયા એટલે ભઈ કહેશે, “એ આવા છે.' ત્યારે પેલોય કહેવા લાગે, ‘હા, એવા છે.”
મારી વાત સમજણ પડવી જોઈએ ને ?!
અમારા કુટુંબમાં પણ એવું થયેલું. ‘વેલ્ડીંગ’ કરે એટલે માર પડે, અને ‘વેલ્ડીંગ” ના કરે તો ‘આવો કાકા, આવો કાકા’ કરે. પણ એ મારથી બધાંએ વૈરાગ આપ્યો ને ?! પછી આપણને સરવાળે શું આવે છે ? વૈરાગ આવે. નહીં તો વૈરાગ તે આવે જ નહીં ને ! આ જગત જોડે શી રીતે વૈરાગ આવે ?! તમને આવે વૈરાગ થોડો ઘણો ? અને આ ‘વેલ્ડીંગ’ કરવામાં તો હંમેશાં માર જ ખાવો પડશે, જો ‘વેલ્ડીંગ” કરશો તો, ‘વેલ્ડીંગ’ કરનારો માર જ ખાય, આ દુનિયામાં. અને તે પણ પછી વૈરાગ આવે કે આ બેઉના સુખને માટે ‘વેલ્ડીંગ’ કયુને, તો ય આપણને જ માર પડ્યો ?! તે એટલો બધો અમે માર ખાધો છે, કે પાર વગરનો માર ખાધો છે.
ભાવ”માં પાછું ના પડાય. પ્રશ્નકર્તા : મારી પ્રકૃતિમાં ‘વેલ્ડીંગ’ કરવાનું શરૂઆતમાં હતું. પછી માર પડ્યો એટલે ‘વેલ્ડીંગ’ કરવાનું બંધ થઈ ગયું.
દાદાશ્રી : બંધ થઈ જાય ને ! જગત બધાને એવું. ખાનદાનને ઘેર ઉછરેલો માણસ હોય તેને ‘વેલ્ડીંગ’ કરવાનો મૂળ ભાવ ઉત્પન્ન થાય. પછી માર ખાય એટલે છૂટી જાય. એ તો સહન ના કરી શકે ને ! માર પડશે એમાં તો. જો જો માર ખાવાની શક્તિ હોય તો જ આમાં ઊતરવું.
પ્રશ્નકર્તા : આમેય ક્યાં નથી માર પડતો. આત્માનું બગાડીને માર સહન કરવો, એનાં કરતાં આત્માનું જ ના સુધારીએ ?
દાદાશ્રી : કારણ કે આત્મા તો અંદર સમજી જ જાય છે કે “આ મને ગધેડો કહે છે ને આમ કહે છે ને તેમ કહે છે.” એનાં ફળેય મળે છે. અને ‘વેલ્ડીંગ કરે છે તેય આત્મા સમજી જાય છે. એ આત્મપક્ષી થયા, અને પુદ્ગલમાં માર પડે છે.
પ્રશ્નકર્તા: પણ એ રીતે વૈરાગ ઊંચો આવતો હોય તો વાંધો નથી.
દાદાશ્રી : વૈરાગ તો બહુ ઊંચો આવે. પણ જો પેલા માણસનો આપણને અભાવે થઈ જાય તો શું થાય ? આપણા મનમાં જો એહકાર જાગે કે “જો હું આમનું સારું કરવા ગયો ને એ લોકો આવા ” અહીં માણસને પેલો અભાવ ઉત્પન્ન થઈ જાય, તો શું થાય ?
પ્રશ્નકર્તા : એ બીજો ખાડો. આ ખાડાને બદલે બીજો ખાડો.
દાદાશ્રી : બીજો ખાડો પાછો ઊભો કરે. એ બધું અમે નહીં કરેલું. અમારો અહંકાર ભારે હતો, પણ આ નહીં કરેલું. અડચણ વેઠીને પણ આ નહીં કરેલું.
પહેલેથી જ સૂઝ, ‘વેલ્ડીંગ'તી ! પ્રશ્નકર્તા ઃ અહંકારેય ના જાગે અને ‘વેલ્ડીંગે'ય થાય, માર પડે તો ય પોતાને વાંધો ના આવે. એ તમે કઈ રીતે રાખેલું ?