________________
૧૮૨
આપ્તવાણી-૯ પ્રશ્નકર્તા : આપ કહો છો કે “જ્ઞાન નહોતું ત્યારે ‘વેલ્ડીંગ’ કરવાથી બહુ અડચણ આવી, એ કેવી રીતે ?
દાદાશ્રી : ખૂબ જ અડચણ આવેલી. મારો સ્વભાવ પહેલેથી, નાનપણમાંથી કેવો ? ‘વેલ્ડીંગ’ કરવાનો. કોઈ જગ્યાએ વિખવાદ ઊભો થયો હોય તો ‘વેલ્ડીંગ’ કરીએ અમે. ‘વેલ્ડીંગ’ તો ઊંચામાં ઊંચો ગુણ છે. એના માટે તો કોઈ કશી ભાંજગડ જ ના ઊઠાવે ને !
‘વેલ્ડીંગ કરવાથી અમને બહુ અડચણ પડેલી. છતાંય એ અડચણ વેઠીનેય પણ ‘વેલીંગ’ કર કર કરેલું.
પ્રશ્નકર્તા : તમે બે જણનું સાધવા જાવ તો એકને ફાવે નહીં, એવું
બને ?
આપ્તવાણી-૯
૧૮૧ એવી વાત થાય પણ નહીં. ખરી રીતે ધર્મ સંબંધમાં કોઈનીયે વાત સાંભળવી નહીં. હું તો સંસાર સંબંધીયે કોઈની વાત ના સાંભળે ને ! કોઈ કહે કે, “હીરાબા આવું બોલતાં હતાં.’ તો હું કહું કે, ‘તારે મને કેમ કહેવું પડ્યું ? એ મને કહે, આનાથી તને શું ફાયદો ?”
આપણા સત્સંગમાંય જે ઘાલમેલિયા હોય તેને તો ખોળી કાઢવા જોઈએ, અને એનાથી બધાને ચેતવવા જોઈએ. આપણને એના જોડે કંઈ રાગ-દ્વેષ નથી, પણ બધાંને ચેતવા માટે કરવું પડે.
આપણને તો કોઈ કહેવા જ શું આવે છે તેમાંય આ કેટલાક તો એવાં હોય, જાણે હિતેચ્છુ થઈને વાત કરે. કોઈનું કહેતો હોય તો આપણે તેનું સાંભળીએ જ નહીં. એવું કહેનારને જ પકડતાં આવડવું જોઈએ કે અમને કેમ કહેવા આવ્યો છે ? તને શું દલાલી મળે છે ? તને શો ફાયદો થાય છે, તે તું આ મને કહેવા આવ્યો છે ?”
ખરી રીતે કોઈનુંયે એવું કશું સંભળાય જ નહીં. પણ આજે માણસનાં મન કાચાં પડી જાય છે. બાકી આવી તોડફોડની વાત હોય, ‘સેબોટેજ'ની વાત હોય તો કોઈનીયે વાત સાંભળીએ જ નહીં. કારણ કે એની વાત આપણે સાંભળીએ એટલે આપણું મન પેલા માટે બગડે, ને એની અસર પાછી સામા પર પડે. પણ માણસનું સમજવાનું ગજું નહીં. વખતે પેલો “ઇનડિરેક્ટ' કહેતો હોય ત્યાં એ પોતે ‘ડિરેક્ટ’ લઈ લે !
અને આપણા લીધે સામાને સહેજ પણ ડખો થાય એવું બોલવું એ મોટામાં મોટો ગુનો છે. છતાંય લોક તો બોલે જ છે ને ! ઊલટું એવું બોલ્યા હોય તો યે દાબી દેવું જોઈએ, એનું નામ માણસ કહેવાય. કોઈ જગ્યાએ કોઈ માણસ ઉકળાટમાં બોલી ગયા હોય તો યે એને આપણે દાબી દેવું જોઈએ.
દાદાશ્રી : ના, એવું નહીં. ‘વેલ્ડીંગ’ તો અમે એવી રીતે કરીએ કે બેઉને ફાવે તે ઘડીયે. અને બેઉન ના ફાવતું હોય તો ‘વેલીંગ” થાય પણ નહીં. ‘વેલ્ડીંગ કરવું, એ તો એવી સિદ્ધિ હોય છે માણસમાં. ‘વેલ્ડીંગ” તો, બેઉના સાંધા ભેગા કરી આપીએ ને તરત ‘વેલીંગ' કરી આપીએ. પણ એ ‘વેલ્ડીંગ’ પછી પાછળ મને બહુ નુકસાન થયેલું. દરેક વખતે નુકસાન, નુકસાન ને નુકસાન !
પ્રશ્નકર્તા : કઈ રીતે ? એનો દાખલો આપો ને !
દાદાશ્રી : આ બે ભાઈઓ આમ ચાર પાંચ વખતથી લઢતા હોય, સામસામી બહુ ઘર્ષણ થઈ જતું હોય, તો પછી હું શું કરું ? બેઉને ‘વેલ્ડીંગ’ કરી આપું. હવે મારી કિંમત ‘ફ્રેન્ડ' તરીકે ક્યાં સુધી વધારે હોય ? એ વઢતા હોય ત્યાં સુધી, બેઉની આગળ વધારે હોય. અને ‘વેલ્ડીંગ’ કરી આપું એટલે ઘણી જગ્યાએ તો મારા પૈસા હઉ ગયા છે. જો ‘વેલ્ડીંગ ના કર્યું હોત તો મેં આપેલા પૈસા મારા હાથમાં આવત. હવે, ‘વેલ્ડીંગ’ કર્યું, એકના એક જ થઈને ! પણ એ તો એકના એક જ, હું જુદો. પણ કુદરત એ જુએ છે ને ! તે હિસાબ મેં ચાલુ રાખેલો. બાકી મને આવા કડવા અનુભવ થઈ ગયેલા. પણ આપણે તો કુદરત ઉપર છોડી દીધેલું ને ! ‘વેલીંગ’ કરવાથી રૂપિયા હઉ મારા ગયેલા. જો ‘વેલીંગ'ના કર્યું હોત તો રૂપિયા આવી જાત. પેલી બઈ કહેત, ‘એમના
વેલ્ડીંગ', સૂક્ષ્મ સંધાણ ! અમારે તો પહેલેથી જ, જ્ઞાન થતાં પહેલાંય આવી ફાચરની વાત કહેતો હોય તો સાંભળીએ જ નહીં. ઊલટું કોઈનું તૂટતું હોય તો સાંધી આપીએ, ‘વેલ્ડીંગ’ કરી આપીએ. પણ જ્ઞાન નહોતું ને એટલે આ ‘વેલ્ડીંગ’ કરવાથી અમને અડચણ બહુ પડેલી.