________________
૧૮૦
આપ્તવાણી-૯
આપ્તવાણી-૯
૧૭૯ આવ્યા. તે દહાડે સત્તામાં આવ્યો ત્યારે ફરિયાદો કર કર કરી. હવે સત્તા નથી એટલે ફરિયાદ કર્યા વગર રહેવાનું. એટલે હવે ‘પ્લસ-માઈનસ' કરી નાખો. એના કરતાં ફરિયાદી જ ના થવું શું ખોટું ? ફરિયાદી થઈએ તો આરોપી થવાનો વખત આવે ને ? આપણે તો આરોપીયે થવું નથી ને ફરિયાદીયે થવું નથી. સામો ગાળ ભાંડી ગયો એને જમા કરી દેવાનું. ફરિયાદી થવાનું જ નહીં ને ! તમને કેમ લાગે છે ? ફરિયાદી થવું સારું ? પણ એના કરતાં પહેલેથી જ ‘એડજસ્ટ' થઈ જઈએ તે શું ખોટું ?!
‘ડાઉન' સાથે “લેવલીંગ' પ્રશ્નકર્તા : આપણે અમુક ‘લેવલ’ ઉપર આવી ગયા અને બીજાં એ ‘લેવલ” ઉપર નથી. હવે એની સાથે કામ તો કરવાનું છે જ. એટલે ઘણી વખત ત્યાં પછી મેળ ખાતો નથી.
દાદાશ્રી : એ મેળ તો ના પડે ને ! એ મેળ પડે નહીં, પણ આપણે એને “એડજસ્ટ’ થવાનું છે. તેથી જ મેં કહ્યું ને કે ત્યાં ‘સમભાવે નિકાલ કરજો.
અહંકાર હોય ને જાગૃતિ હોય તેને મતભેદ પડ્યા કરે. એટલે જેને અહંકાર જાગ્રત થયો હોય તેણે સવારના પહોરમાં પાંચ વખત બોલવું જોઈએ કે આપણે બધાં એક જ છીએ અને આપણામાં જુદાઈ નથી.” એ પાંચ વખત બોલે અને એવું નક્કી કરે, એટલે આખો દહાડો એટલું રહે. પછી બીજે દહાડે પાછું ફરી બોલવું પડે, નહીં તો પાછું પેલું ‘ચાર્જ કર્યું હતું તે ઊતરી જાય ! ઘરમાં ત્રણ માણસ હોય તે ત્રણેય માણસે આ પ્રમાણે બોલવું જોઈએ.
પ્રશ્નકર્તા : જેને જેને મતભેદો છે એ બધાં આ મુદ્દા પર એકમત કેવી રીતે થાય ? એમાંય મતભેદ પડે તો ?
દાદાશ્રી : ના, ના. એમ નહીં. એ તો એમાં આપણે કહીએ ને, કે જો મતભેદ આપણે ટાળવો હોય, મતભેદ તમને ના ગમતો હોય તો આપણે બધાં ભેગાં થઈને ‘દાદા'ના કહ્યા પ્રમાણે કરીએ. ત્યારે કહેશે કે શું કરીએ ? તો કહેવું કે, ‘દાદાજીએ કહ્યું છે કે “આપણે બધા એક જ છીએ, આપણામાં કંઈ જુદાઈ નથી” એવું પાંચ વખત બોલો.' આવું પાંચ વખત બોલો તો એનું “ચાર્જ’ ચોવીસ કલાક ચાલે એવું છે, એ “ચાર્જ) ચોવીસ કલાક રહે એવું છે. પાછું બીજે દહાડે બોલવું પડે. નહીં તો પછી ‘પાવર” ઊતરી જાય. આમ કરતું કરતું રાગે પડી જાય.
કાચા કાઢતા તા થવાય !
એવું છે ને, આપણને વધુ ‘લાઈટ' હોય તો એને ‘ડીમ’ કરી શકાય. પણ ‘ડીમ’ લાઈટવાળાને વધુ ન કરી શકાય. આપણું વધુ લાઈટ છે ને, એટલે ‘ડીમ લાઈટ' કરીને એની જોડે બેસવું. તમારે ‘લાઈટ’ વધી જાય તો આ ભાઈ જોડે કેવી રીતે કામ લેવું, એ ફિટ કરી દો છો ને ? એવું બધે ‘ફિટ' કરી દેવાનું. આપણે ‘ફિટ કરી દેવાનું છે, બધી અનંતશક્તિ છે ! તમે ‘દાદા'નું નામ દઈને કહો કે “હે દાદાજી, મને ફિટ થજો' તો ‘ફિટ થઈ જાય તરત. અને આપણા ભાવમાં નક્કી છે કે કોઈને કિંચિતમાત્ર દુઃખ ના હો. એવું આપણે નક્કી કરેલું હોય તો તેને દુઃખ થાય જ નહીં. એટલે આપણે નક્કી કરવું જોઈએ.
અભેદતા આમ સધાય ! એક જણ મને કહે છે કે, “ઘરમાં અમારે મતભેદ રહે છે તો તે કેવી રીતે જાય ? તેનો ઉપાય બતાવો.’ તેને કહ્યું, ‘મોટી ઉંમરવાળા મતભેદવાળા હોય છે. જ્યારે નાનાં છોકરાંને તો મતભેદ હોતો નથી. જેને
બાકી જગત તો બહુ જુદી જાતનું છે. ઘરમાં આપણે મતભેદ ટાળવો હોય તો ય બહારથી લોક ફાચર મારી જાય.
મને કોઈ કહે કે ‘ફલાણાભાઈ આવા છે' તો હું તેને જ પહેલો પકડું કે ‘તું મને આમ કહેવા જ કેમ આવ્યો ? એ મને કહે, તું કહેવા આવ્યો માટે તું જ ગુનેગાર છે.” એવા માણસ, જે કહેવા આવેને, તેની પર તો ચોકડી જ મૂકી દેવી. વગરકામનું આપણા પૂછયા વગર જે કંઈ પણ કહેવામાં આવે છે તેના પર આપણે ચોકડી મૂકી દેવી. એવા માણસને તો મેં ચોકડી જ મૂકેલી હોય. એ ઘાલમેલિયા કહેવાય. ઘાલમેલિયાને તો અડવા જ ના દઈએ. મારી પાસે તો કોઈ માણસે કશી ઘાલમેલ કરી નથી. વખતે એવી વાત મને કરવા આવ્યો હોય તો એનાથી