________________
૧૭૮
આપ્તવાણી-૯
આપ્તવાણી-૯
૧૭૭ કુદરતની એક જાતની ‘ગિફટ’ છે. તેના આધારે સંસારમાં કેમ કરવું ને કેમ નહીં, એ બધું ચલાવ્યા કરે.
પ્રશ્નકર્તા ઃ સૂઝમાં બુદ્ધિ આવે નહીં ? દાદાશ્રી : ના. બુદ્ધિ તો નફો ને ખોટ જ દેખાડે. બીજું કશું દેખાડે
નહીં.
પ્રશ્નકર્તા : તો પ્રજ્ઞા અને સુઝમાં શો ફેર ?
દાદાશ્રી : સૂઝ તો દરેકને હોય, જાનવરોનેય હોય. નાનું બચ્ચું હોય ને, તે એની સૂઝ પ્રમાણે ફર્યા કરે. કુરકુરિયું હોય તો યે એને સૂઝ હોય, પ્રજ્ઞા ના હોય. પ્રજ્ઞા એ તો જ્ઞાનનો પ્રકાશ થયા પછી ઉત્પન્ન થનારી વસ્તુ છે.
પ્રશ્નકર્તા : સૂઝથી જે કામ થાય એ સારાં ગણાય ને ? દાદાશ્રી : સૂઝ પ્રમાણે કામ કરે ને, તે કામ બહુ સારાં થાય. પ્રશ્નકર્તા : “કોમનસેન્સ’ અને પ્રજ્ઞામાં શો ફેર ?
દાદાશ્રી : “કોમનસેન્સ’ એ હમેશાં સંસાર ઉકેલી આપે, સંસારનાં તાળાં બધાં ઉકેલી આપે. પણ મોક્ષનું તાળું એકય ના ઉકેલી શકે. અને ‘જ્ઞાન’ મળ્યા સિવાય પ્રજ્ઞા ઉત્પન્ન થાય નહીં. અગર તો સમક્તિ થયું હોય તો પ્રજ્ઞાની શરૂઆત થાય.
બધાં “તાળાં'ની ચાવી ‘એક’ ! હવે આ ‘જ્ઞાન’ મળ્યા પછી તમારે શુદ્ધ વ્યવહાર માટે શું જોઈએ ? ‘કોમનસેન્સ’ ‘કમ્પ્લીટ’ જોઈએ. સ્થિરતા એવી જોઈએ, ગંભીરતા એટલી જોઈએ. બધા ગુણ ઉત્પન્ન થવા જોઈએ ને ! એ કાચું પડે એટલે ચાલે નહીં ને બહાર લોકો ‘એકસેપ્ટ’ કરે ય નહીં ને !! તાળું વસાઈ ગયું હોય તો ચાવી લગાડવી પડે ને ? એક જ ચાવીથી બધાં તાળાં ઊઘડે, એવી ચાવી જોઈએ. કંઈ ઝૂમખાં રાખે ના પાલવે !
એટલે ‘કોમનસેન્સ' છે તે વ્યવહાર શુદ્ધ રાખવા માટે છે. અને
શુદ્ધ નિશ્ચય ક્યારે રહેશે ? શુદ્ધ વ્યવહાર હશે ત્યારે. ને શુદ્ધ વ્યવહાર ક્યારે આવશે ? “કોમનસેન્સ’ ‘એવરીવ્હેઅર એપ્લીકેબલ’ હશે ત્યારે.
સંસારમાં શીખો આટલું જ ! અત્યાર સુધી એકય માણસ અમને ‘ડીસએડજસ્ટ’ થયો નથી. જ્યારે આ લોકોને ઘરનાં ચાર માણસોયે “એડજસ્ટ’ થતાં નથી. અમારું જોઈને ય તમને આ ‘એડજસ્ટ’ થવાનું આવડે કે ના આવડે ? એવું થઈ શકે કે ના થઈ શકે ? આપણે જેવું જોઈએ એવું તો આપણને આવડે ? આ જગતનો નિયમ શો છે ? કે જેવું તમે જોશો એટલું તો આવડે જ. એમાં કંઈ શિખવવાપણું રહેતું નથી. ક્યું ના આવડે ? કે હું તમને આમ જે ઉપદેશ આપ્યા કરું છુંને, તે આવડે નહીં. પણ મારું વર્તન તમે જોશો તો સહેજે આવડી જાય.
સંસારમાં બીજું કશું ના આવડે, પણ ‘એડજસ્ટ’ થતાં આવડવું જોઈએ. બીજું કશું ભલે ના આવડે, કંઈ વાંધો નથી. ધંધો કરતાં ઓછો આવડે તો યે વાંધો નથી, પણ ‘એડજસ્ટ’ થતાં આવડવું જોઈએ. એટલે વસ્તુસ્થિતિમાં ‘એડજસ્ટ” થતાં શીખવું જોઈએ. આ કાળમાં ‘એડજસ્ટ' થતાં ના આવડે તો માર્યો જઈશ.
ફરિયાદ ? તહીં, ‘એડજસ્ટ' ! એવું છે ને, ઘરમાંય “એડજસ્ટ’ થતાં આવડવું જોઈએ. આપણે સત્સંગમાંથી મોડા ઘેર જઈએ તો ઘરવાળાં શું કહેશે ?” થોડુંઘણું ‘ટાઈમસર’ તો આવવું જોઈએને ?” તે આપણે વહેલા ઘેર જઈએ એ શું ખોટું ? પેલો બળદે ય ચાલે નહીં, તો એને ઘોંચ મારે. એના કરતાં એ આગળ હૈડતો હોય તો પેલો ઘોંચ ના મારે ને ! નહીં તો પેલો ઘોંચ મારે, ને આને ઠંડવું પડે. ઠંડવું તો છે જ ને ? તમે જોયેલું એવું? પેલું પાછળ ખીલાવાળું હોય તે મારે. મૂંગું પ્રાણી શું કરે ? કોને ફરિયાદ કરે છે !
આ લોકોને જો ઘોંચ મારી હોય તો તેમને બીજાં બચાવવા નીકળે. પેલું મૂંગું પ્રાણી કોને ફરિયાદ કરે ? હવે આમને કેમ આવું માર ખાવાનું થયું ? કારણ કે પહેલાં બહુ ફરિયાદો કરી હતી, તેનાં આ પરિણામ