________________
આપ્તવાણી-૯
૧૭૫ પ્રશ્નકર્તા : ક્યા “સોલ્યુશનથી, કઈ ચાવીઓથી ખૂલે એ ?
દાદાશ્રી : નહીં, એ સ્વાભાવિક એને, એ અનુભવજન્ય હોય. દરેક પ્રસંગોમાંથી અનુભવજન્ય જ્ઞાન પ્રાપ્ત થયું હોય, એ ચાવીઓ હોય. પ્રસંગોમાંથી અનુભવજન્ય જે વસ્તુ હોય ને, તે ચાવીઓના આધારે બધું કામ કરે છે. અને ‘એક્સપર્ટ’ હોય ત્યાં એ છેતરાય, એય છેતરાય.
પ્રશ્નકર્તા : પણ ‘કોમનસેન્સ’વાળો ગૂંચાય નહીં ને ?
દાદાશ્રી : ગૂંચાય નહીં, પણ છેતરાય ખરો. છેતરાઈને પણ પોતે એ ગૂંચ કાઢી નાખે. આ વકીલો ‘એક્સપર્ટ’ હોય, બીજા જાતજાતના ‘એક્સપર્ટ’ હોય. પોતાની લાઈનમાં એ ‘એક્સપર્ટ’ હોય ને, પણ એ છેતરાઈ જાય. જેટલો વધારે વિશ્વાસુ હોય એટલી ‘કોમનસેન્સ’ વધારે ખીલે છેતરાય વધારે એટલે કોમનસેન્સ વધી જાય, નિઃસ્વાર્થપણું વધતું જાય.
પ્રશ્નકર્તા : એક રીતે તો તમે કહો છો કે “કોમનસેન્સ’વાળો કોઈ જગ્યાએ ગૂંચાય નહીં. તો પાછો છેતરાય ખરો ?
૧૭૬
આપ્તવાણી-૯ હવે એની જોડે આપણે સાંધો મેળવવો હોય, તો હવે આમ જો એની નજદીક જાય સાંધો મેળવવા તો પેલો બગડે. એટલે એનાથી દૂર રહીને એની જોડે કામ લે ?
દાદાશ્રી : એ કોઈ કળા કરે, બીજી કળાથી કામ લે. પ્રશ્નકર્તા : તો એને “કોમનસેન્સ’ કહેવાય ? દાદાશ્રી : હા, એય “કોમનસેન્સ’માં ગણાય ને !
પ્રશ્નકર્તા: તો દાદા, એ હિસાબે તમારું ‘કોમનસેન્સ’ બહુ ‘ટોપ’ પર છે.
દાદાશ્રી : અમારી આ જુદી જાતની “કોમનસેન્સ’ કહેવાય. આ તો બધા નિઃસ્વાર્થપણે અનુભવ જ જોયેલા, અનુભવ બધા દેખાય. આ તો સ્વાર્થને લઈને અનુભવ દેખાતા નથી. અનંત અવતારથી સ્ત્રી પૈણે છે, પણ સ્ત્રીનો મોહ જાય છે લોકોને ? અને મારેય બહુ ખાય છે.
પ્રશ્નકર્તા : પણ એમાંથી તારણ નીકળે નહીં. તારણ ના કાઢે ?
દાદાશ્રી : તારણ ના કાઢે. સ્વાર્થથી એ બધું તારણ ના નીકળે. આ સાધુ, આચાર્યો કે જેમણે ભાવના કરેલી હોય છે ને, કે ‘હવે પૈણવું જ નથી.' તે તો તારણ કાઢેલું તેને લીધે.
દાદાશ્રી : એ તો ‘કોમનસેન્સ’ ખીલી ગયા પછી ના ગૂંચાય. ખીલતી વખતે તો ગૂંચાય ને ! છેતરાય ને ? લોકોથી છેતરાઈને જ એ ‘કોમનસેન્સ’ શીખ્યો હોય.
...અને બુદ્ધિ, સૂઝ, પ્રજ્ઞા ! પ્રશ્નકર્તા: ‘કોમનસેન્સ’ જે છે તે બુદ્ધિના આધારે છે કે સૂઝના આધારે છે ?
પ્રશ્નકર્તા : હવે એ જે તારણ કાઢે, એમાં જે પોતાની ભૂલ ખોળે, એમાં ખાલી ચૂળ ભૂલ જ જોઈ શકે ને ?
દાદાશ્રી : ના, ના. સ્થૂળ ભૂલો જોઈ શકે નહીં. પણ સામા માણસ કેવા હોય છે બધા, છેતરનારા , એ બધો એનો અભ્યાસ બહુ હોય.
પ્રશ્નકર્તા : ‘કોમનસેન્સવાળાને સામાની પ્રકૃતિનો ‘સ્ટડી’ હોવો જોઈએ ને ?!
દાદાશ્રી : એ હોય જ. એનું નામ જ “કોમનસેન્સ’ કહેવાય. ત્યારે જ એ તાળું ઊઘડે ને !
પ્રશ્નકર્તા : કો'કની જોડે આપણને બનતું ના હોય, બગડયું હોય.
દાદાશ્રી : “કોમનસેન્સ’ એ સૂઝના આધારે છે. સૂઝ એ જુદી વસ્તુ છે. એ કુદરતની ‘ગિફટ’ છે. દરેકને આંતરસૂઝ હોય ને, એના આધારે બધું ચાલે.
પ્રશ્નકર્તા : પણ સૂઝ તો આત્માનો ‘ડિરેકટ’ પ્રકાશ છે ને ? દાદાશ્રી : ના, એ ‘ડિરેકટ' પ્રકાશ નથી. પણ અંતરસૂઝ એ તો