________________
૧૭૩
આપ્તવાણી-૯
દાદાશ્રી : બળતરા બંધ થઈ જાય, પણ બહારનું વ્યવહારનું કામ ના થાય ને ! તે આપણા બધાય ‘મહાત્મા’ઓને વ્યવહારમાં જ્ઞાન કામ ના આવે. એમને ‘કોમનસેન્સ’ છે જ નહીં ને ! વહુને પૈણ્યા, તે એની જોડે નિકાલ કેમ કરવી તે ના આવડે. આ સાધુ આચાર્યોને પૈણાવીએ તો ત્રીજે દહાડે નાસી જાય ! શાથી નાસી જાય ? એ લાઈનનું જાણતાં જ નથી કે હવે કેમનો આનો ઉકેલ લાવવો !
પ્રશ્નકર્તા: “કોમનસેન્સ’વાળાને આ જ્ઞાનનો લાભ જેવો થવો જોઈએ એવો ના થાય ને ? કારણ કે એની દ્રષ્ટિ આ ‘વ્યવહાર’ તરફની હોય.
દાદાશ્રી : એ “કોમનસેન્સ’ ના ગણાય. એ તો બધું-સ્વાર્થમય પરિણામ બધાં, ‘વન સાઈડેડ' હોય. કોમનસેન્સ તો ‘એવરી હેરા એપ્લીકેબલ', ૩૬૦ ડિગ્રીનું હોય. પણ ‘એક્સપર્ટ’ કોઈ બાબતમાં ના હોય.
પ્રશ્નકર્તા : પણ ‘એક્સપર્ટ' તો વ્યવહારિકતામાં જાય..
દાદાશ્રી : ‘એક્સપર્ટ’ છે તે અમુક જ વ્યવહારમાં પડેલા હોય. એ બાબતમાં જ ‘એક્સપર્ટ’ થયેલા હોય, બીજી બાબતમાં ના હોય. એ બીજી બાબતમાં તો ‘ઝીરો’ હોય. જ્યારે પેલો ‘ઝીરો' ના હોય કોઈ બાબતમાં.
પ્રશ્નકર્તા : દાદા, આ ‘કોમનસેન્સ’ અને ‘જ્ઞાન’, એ બેને કંઈ લેવાદેવા ખરી ?
દાદાશ્રી : જ્ઞાનને એટલું જ લેવાદેવા કે નિઃસ્વાર્થપણું હોય જ્ઞાન” ! “જ્ઞાન” જે પામવાના હોય તે નિઃસ્વાર્થપણી ઉપર હોય. તે કોમનસેન્સ’ ખીલતી જાય અને જ્ઞાનેય જોડે જોડે ખીલતું જાય. બાકી ‘કોમનસેન્સને અને જ્ઞાનને કશું લેવાદેવા નથી. ‘જ્ઞાન’ તો તમને બધાને છે જ ને ! ક્યાં નથી ? પણ નિ:સ્વાર્થપણાને લઈને ‘કોમનસેન્સ' અને જ્ઞાન બેઉ ખીલતાં જાય. અને સ્વાર્થી હોય તેને “કોમનસેન્સ’ ‘વન સાઈડડ' થઈ જાય, અને જ્ઞાન બિલકુલેય ખીલે નહીં.
પ્રશ્નકર્તા : પણ સ્વાર્થ હોય એને વ્યવહારુકતા ખીલે ને ? દાદાશ્રી : વ્યવહાર ખીલે, પણ ‘વન સાઈડડ,” અમુક જ
૧૭૪
આપ્તવાણી-૯ ‘સાઈડ'માં હોય. ‘વન સાઈડડ’ને ‘કોમનસેન્સ’ ગણાતી નથી. ‘કોમનસેન્સ' એટલે “એવરીવ્હેર એપ્લીકેબલ ! તેથી મેં અંગ્રેજી શબ્દ એનો બીજો મૂક્યો કે “એવરીવ્હેઅર એપ્લીકેબલ,” કે જેથી લોક એમની ભાષામાં સમજી ના જાય.
પ્રશ્નકર્તા : પણ દાદા, એને રાગ-દ્વેષ તો અંદર હોય કે ના યે હોય, એવું હોય ?
દાદાશ્રી : નિઃસ્વાર્થ ઉપર જાય ને, તો રાગ-દ્વેષ ઓછા થતા જાય. બધું સ્વાર્થીને જ રાગ-દ્વેષ છે.
પ્રશ્નકર્તા : અને “કોમનસેન્સ’વાળાને રાગ-દ્વેષ?
દાદાશ્રી : એને રાગ-દ્વેષ ઓછા થતા જાય દહાડે દહાડે, જ્ઞાન ચઢતું જાય, ‘કોમનસેન્સ’ ખીલતી જાય, બધું ય ચઢતું જાય.
પ્રશ્નકર્તા : અથડામણો થાય એમાંથી ‘કોમનસેન્સ’ ખીલે ? એમાંથી તારણ કાઢતાં આવડતું હોય તો ?
દાદાશ્રી : એને પેલું નિઃસ્વાર્થને લઈને તરત તારણ નીકળી જ જાય. સ્વાર્થીને તો ખબર જ ના પડે. એવા એવા પ્રસંગો બને પણ પ્રસંગો ‘ફ્રી ઓફ કોસ્ટ' જતા રહે. પ્રસંગો બધા બહુ બને છે, પણ ભૂલી જાય આખું જગત. જ્યારે પેલું તો બધું તારણ નીકળી જ જાય.
પ્રશ્નકર્તા : તારણ નીકળી જ જાય ? એને કશું કરવું ના પડે ?
દાદાશ્રી : ના, કશું નહીં. એની મેળે જ તારણ નીકળી જાય. અને પેલું ત્યાં તારણ કાઢી નાખે એટલે જ્ઞાન પ્રગટ થાય.
પ્રશ્નકર્તા : જ્ઞાનમાં જેમ પેલું દેખાતું હોય કે આ “રીયલ', આ રીલેટિવ', કર્તા કોણ, આ કોણ, એવું બધું દેખાય અંદર. જ્યારે ‘કોમનસેન્સ’વાળાને બીજું કંઈક ‘લાઈટ’ હશે ને ?
દાદાશ્રી : “કોમનસેન્સ’વાળા તો દરેક તાળાં જે ના ઊઘડતાં હોય તે ઊઘાડી આપે.