________________
આપ્તવાણી-૯
૧૭૧ દાદાશ્રી : એ તો થાય ને ! સામેવાળો નબળો હોય તો દુ:ખ થાય. આ દુનિયામાં નબળા માણસને દુઃખ થાય. જેટલી નબળાઈ એટલું દુઃખ એને. નબળાને દુઃખ થાય એમાં બળવાન શું કરે ? કોઈ રાક્ષસ જેવો, શરીરે બાંધો એવો હોય, એવો માણસ જતો હોય, તેને દેખીને લોકો ભડકીને નાસી જાય, તેમાં પેલો શું કરે ? પેલાનો શો ગુનો ?
પ્રશ્નકર્તા : એમાં પોતાનું વર્તન, વાણી એવાં હોય કે સામાને દુઃખ ના થાય, રાજી રાખી બધું કામ કરાવી દે, એવી એને ‘ગિફટ’ હોય ને ?
દાદાશ્રી : એ બધું હોય, પણ મૂળ એ સ્વાર્થમય પરિણામ હોય છે તે નહીં સારાં. એ ‘કમ્પલીટ કોમનસેન્સ’ ના આવે. સહેજેય ઘાટ હોય ને, ત્યાં ‘કોમનસેન્સપૂરી ના હોય. ઘાટ ના હોય ત્યારે ખરું. પછી સામાને રાજી રાખે તે ઘાટ વગરનું રાજી રાખે, એને દુઃખ ના થાય એટલા માટે, બાકી, જગત તો પોતાના ઘાટને માટે રાજી રાખે એટલે ‘કોમનસેન્સ' પૂરી થાય નહીં એની. કારણ કે ઘાટમાં વપરાઈ એ !
એનાથી સૂઝ જુદી ! પ્રશ્નકર્તા : ‘કોમનસેન્સ’ એટલે કંઈક વ્યવહારિક કામ હોય તે ઓછા સમયમાં ને ‘સ્પીડી’ કરી લાવે, અને કોઈની સાથે અથડામણ ટાળી નાખે ?
૧૭૨
આપ્તવાણી-૯ દાદાશ્રી : ના. એ સૂઝ કહેવાય. સૂઝ અને બુદ્ધિ બેઉ હોય કેટલાકને. અને પાછી બુદ્ધિ એમને હોય કે નિર્ણય પણ ઝટ કરી નાખે. સુઝને દર્શન કહે છે અને બુદ્ધિને જ્ઞાન કહે છે. પણ આ વિપરીત જ્ઞાન ને દર્શન. એટલે સંસારિક જ્ઞાન ને દર્શન, મિથ્યાજ્ઞાન ને મિથ્યાદર્શન !
કોમનસેન્સ' સર્વાગી !! પ્રશ્નકર્તા : વ્યવહારુકતા એને જ કહે ને કે વ્યવહારમાં જે માણસ એક્સપર્ટ હોય ?
દાદાશ્રી : હા, લોકો એ જ કહે ને ! એને લોક ‘એક્સપર્ટ’ કહે. પણ ‘એક્સપર્ટ’ કરતાં ય વ્યવહારુકતા વધી જાય. વ્યવહારુકતા એટલે કોમનસેન્સ'. ‘કોમનસેન્સ’ સર્વાગી હોય અને આ છે તે “એક્સપર્ટ એ ‘વન સાઈડડ' હોય. પણ એમાં એ ‘એક્સપર્ટ હોય. આ કોમનસેન્સવાળો ‘એક્સપર્ટ’ ના હોય. એક ‘સાઈડમાં એક્સપર્ટ થવા જાય તો બીજી ‘સાઈડ બંધ થઈ જાય.
પ્રશ્નકર્તા: ‘એક્સપર્ટ’ ‘લિમિટેડ ફીલ્ડ'માં જ થાય. દાદાશ્રી : અમુક ‘લિમિટેડ ફીલ્ડ’માં જ. બીજે બધે કાચું પડી જાય.
પ્રશ્નકર્તા: ‘કોમનસેન્સ'ની રીતે વ્યવહારને જુએ એટલે એને બધી ગણતરી હોય. અને જ્ઞાનની રીતે જુએ તો પોતે કોઈને કર્તા ના જુએ, ‘વ્યવસ્થિત'ને તાબે જુએ. તો એ બંનેમાં વ્યવહારમાં ‘સોલ્યુશન’ લાવવામાં શું ફેર પડે ?
દાદાશ્રી : આપણા જ્ઞાનનું ‘સોલ્યુશન’ જુદી જાતનું. પ્રશ્નકર્તા : બંનેમાં ઊંચુ ‘સોલ્યુશન ક્યું ?
દાદાશ્રી : ‘કોમનસેન્સ'નું. બાકી, જ્ઞાનનું ‘સોલ્યુશન’ તો એટલું હોય જ નહીં ને !
પ્રશ્નકર્તા : જ્ઞાનનું ‘સોલ્યુશન’ આવે તો પોતાને બળતરા બંધ થઈ જાય.
દાદાશ્રી : વ્યવહારિક કામ જલદી ઝપાટાબંધ કરી લાવે ને, એને સૂઝ વધારે કહેવાય. એને સૂઝવાળો છે એમ કહેવાય. ‘કોમનસેન્સ’ એટલે ‘એવરીવ્હેઅર એપ્લીકેબલ’, જે તાળાં ઊઘડતાં ના હોય તેનું તાળું ઊઘાડી આપે.
પ્રશ્નકર્તા : કોઈ નિર્ણય કરવાનો હોય તો કેટલાક ગૂંચાયા કરે. અને કેટલાક આમ ફટાફટ તરત ‘ડિસીશન” લે, એ સૂઝ કહેવાય ?
દાદાશ્રી : ના. આ નિર્ણય લેવો એ બુદ્ધિ કહેવાય. અને “સ્પીડી” કામ કરી નાખે, કલાકનું કામ પા કલાકમાં, તો એ સૂઝ કહેવાય.
પ્રશ્નકર્તા : એને વ્યવહારુકતા કહેવાય ?