________________
આપ્તવાણી-૯
૧૬૯ દાદાશ્રી : હા, સૂઝ જ કામ લાગે. પણ સૂઝ ના હોય તો ક્યાંથી લાવે ? હા, નહીં તો પછી પોતાનો વિશ્વાસુ હોય તેને પૂછીને કામ કરવું. પૂછીને કામ કરીએ એના જેવું એકેય નહીં, આ દુનિયામાં ! પૂછીને કરે કે, “સાહેબ, પેશાબ કરવા જાઉં ?” ત્યારે એ કહે, ‘જાવ.' પછી એનો ગુનો નહીં ને ! પછી ત્યાં ભલે ને, દશ મિનિટ બીડીઓ પીધી. પણ એમ ને એમ પૂછ્યા વગર જાય ત્યારે પકડે એને. “કેમ બીડી પીવા ગયો હતો” કહેશે. માટે પૂછીને જાવ.
પ્રશ્નકર્તા: પૂછીને જવામાં સ્વચ્છંદ નામનો ભાગ આખો તૂટી જાય ને?
દાદાશ્રી : હા, એટલા માટે જ, સ્વચ્છેદ કાઢવા માટે જ આ પૂછીને કરવાનું ને ! તેથી જ ગુરુ કરવા માટે કહેલુંને ! પોતાના ડહાપણે જ ચાલવાનું નહીંને ! અને ગુરુ કહે એ સોળ આની.
આપણે આ ભાઈને કહીએ કે “આ બાજુ દોડ.’ એ પછી પૂછવા ના રહે. એનું નામ સ્વરચ્છેદ ગયો કહેવાય. અને પૂછવા જાય બીજો કોઈકને કે આ દાદા કહે છે એ બાજુ દોડું કે ના દોડું ?” એ સ્વછંદ કહેવાય.
હા, વ્યવહારિક બાબતમાં તો મને કંઈ પૂછવાની જરૂર નથી. એમાં આપણે ‘ફાધર'પૂછીએ, કે બીજાં કોઈ આપણાથી મોટી ઉંમરનાં હોય, અનુભવી હોય એને પુછીએ. વ્યવહારિક બાબતોમાં વ્યવહારિક માણસો બધા મોટી ઉંમરના હોય ને, એ બધી સમજણ પાડે.
પ્રશ્નકર્તા : પણ આવા વ્યવહારમાં ‘ટાઈમ’ તો ‘કોમનસેન્સ' જ ‘એપ્લીકેબલ' થાય ને ?
દાદાશ્રી : પણ ‘કોમનસેન્સ' લાગે ક્યાંથી તે ? એ તો આપણા પુસ્તકો વાંચવાચ કરે તો એવી સૂઝ આવે પછી. બાકી, “કોમનસેન્સ' ક્યાંથી લાવે ? એ કંઈ રેઢિયાળ ચીજ છે ?
સરળતાથી વધે “કોમનસેન્સ' ! પ્રશ્નકર્તા: સરળતાથીયે “કોમનસેન્સ વધે ને ?
૧૭૦
આપ્તવાણી-૯ દાદાશ્રી : હા, બહુ વધે. સરળતાથી છેતરાય ખરો, પણ કોમનસેન્સ’ બહુ વધે. પૈસા વધારે લઈને આપણને છેતરી જાય, પણ એના બદલામાં આપણને ‘કોમનસેન્સ' વધે. આ દુનિયામાં બદલા સિવાય કોઈ ચીજ થતી નથી. કોઈને કોઈ બદલો અપાઈ જાય.
પ્રશ્નકર્તા પણ ‘કોમનસેન્સ’ એટલે તો ‘એવરી હેર એપ્લીકેબલ હોય ને ? તો પછી છેતરાય કેવી રીતે જાય ?
દાદાશ્રી : સરળતા છે તેથી છેતરાય ને ! બે-ત્રણ જગ્યાએ ના છેતરાય, પણ એક-બે જગ્યાએ છેતરાય પાછો. પણ છેતરાય તે ઘડીએ એને “કોમનસેન્સ’ ખીલે, અને સમજ પડે કે આવા સંજોગોમાં છેતરાઈ જવાય છે, એટલે એને ‘કોમનસેન્સ' વધતી જાય.
“સોલ્યુશન' “કોમતસેન્સ'થી ! ‘કોમનસેન્સ’ તો બહુ મોટી વસ્તુ છે. એક સાહેબને એક માણસ આવીને ગમે તેવું કહેવા માંડ્યો. તે સાહેબને ‘કોમનસેન્સ'થી જરાય અસર ના થઈ. જો “કોમનસેન્સ' હતી તો ! એટલે ‘કોમનસેન્સનો દાખલો આપણને જોવા મળે કે આ સાહેબે ‘કોમનસેન્સ’ વાપરી. બીજો માણસ તો ત્યાં આગળ ‘ડિસ્કરેજ' જ થઈ જાય ને, એની મેળે જ ! જબરજસ્ત ‘ડિપ્રેશન’ આવી જાય. પણ મેં તો એમનામાં ડિપ્રેશન જોયું નથી. હું એ જ જોયા કરતો હતો કે ડિપ્રેશન આવે છે કે નહીં ? પેલો માણસ શુંયે કહી ગયો તોય ‘ડિપ્રેશન” ના આવ્યું.
એટલે આ બધાને શું કહું છું ? કે “કોમનસેન્સથી પ્રશ્નો ઉકેલો. કોઈ માણસ ગમે એવું બોલીને ઊભો રહેશે, એના મગજ ઉપર આધાર રાખે છે ને ! અને કંઈક તમારું પુણ્ય (!) હશે ત્યારે જ બોલે ને ! નહીં તો પુણ્ય (!) વગર કોઈ બોલતું હશે ?
ઘાટ, ત્યાં પૂર્ણતા નહીં ! પ્રશ્નકર્તા: જેને ‘કોમનસેન્સ’ હોય એને પોતાને કશું ના થાય પણ એના નિમિત્તે સામાને દુઃખ થાય ?